આવતીકાલે વાઘોડિયા વિધાનસભા મતક્ષેત્રના વિકાસને વધુ વેગ આપવા અંટોલી પ્રાથમિક શાળા ખાતે નવા ઓરડાઓનું ખાતમુહૂર્ત યોજાશે. આપ સૌ કાર્યકર્તાઓ અને ગ્રામજનોને ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ છે.
📜 લોકશાહીના ઇતિહાસનો સૌથી અંધકારમય અધ્યાય
આજે ૨૫ જ��ન એટલે ‘સંવિધાન હત્યા દિવસ’. ૧૯૭૫માં આજના જ દિવસે તત્કાલીન કોંગ્રેસ સરકારે દેશ પર કટોકટી લાદીને લોકતંત્રનો શ્વાસ રૂંધી નાખ્યો હતો. દેશને જેલખાનું બનાવી દેવાયો હતો અને અભિવ્યક્તિની આઝાદી છીનવી લેવાઈ હતી.
#samvidhanhatyadiwas
યોગ એ માત્ર કસરત નથી, પણ પોતાની જાતને શોધવાની યાત્રા છે. 🧘♂️✨
આપ સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભેચ્છાઓ! ચાલો આજે જ સંકલ્પ કરીએ યોગને આપણા જીવનનો એક ભાગ બનાવવાનો અને એક સ્વસ્થ સમાજ તેમજ સ્વસ્થ ગુજરાતનું નિર્માણ કરવાનો.
#internationalyogaday#yogaday#HealthyHabits
વડોદરા તાલુકાના સોખડા ગામ ખાતે 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન' અંતર્ગત એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડી, આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણ માટે અમે સૌ કટિબદ્ધ છીએ. 🤝
વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામે 'વિકસિત ગુજરાત ૨૦૪૭' ના લક્ષ્યને સિદ્ધ કરવાના ઉમદા આશય સાથે જનકલ્યાણકારી શિબિર યોજાઈ. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓથી માહિતગાર કરી, તેમના પ્રશ્નોનું સ્થળ પર જ નિવારણ લાવી કલ્યાણકારી સેવાઓનો વ્યાપ વધારવાનો છે.
રાજ્યસભા ચૂંટણીમાં ��ુજરાતની ચારેય બેઠકો પર બિનહરીફ ચૂંટાવવા બદલ ભાજપના તમામ કર્મઠ ઉમેદવારોને હૃદયપૂર્વક અભિનંદન. આપ સૌનો આ કાર્યકાળ ગુજરાત અને દેશના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે તેવી પૂરી શ્રદ્ધા છે.
સ્વચ્છતા અને પર્યાવરણ જનજાગૃતિ અભિયાન 🧹🌳
વાઘોડિયાના દંખેડા ગામ ખાતે સ્વચ્છતા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સફાઈ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું.
ત્રણ જનાદેશ, એક નેતા, અવિરત વિશ્વાસ 🎯
પ્રધાનમંત્રી તરીકે સૌથી વધુ દિવસો સુધી દેશનું નેતૃત્વ કરવાનો ઐતિહાસિક રેકોર્ડ બનાવનાર આદરણીય શ્રી @narendramodi જીને વંદન.
માતૃભૂમિની રક્ષા, સ્વાભિમાન અને આદિવાસી સંસ્કૃતિના સંરક્ષણ કાજે અંગ્રેજ શાસન સામે વિરોધનું બ્યુગલ ફૂંકનાર મહાન ક��રાંતિવીર, "ધરતી આબા" ભગવાન બિરસા મુંડાજીની પુણ્યતિથિએ તેમને કોટિ-કોટિ વંદન.
‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ના ખાસ અવસરે ગામ રવાલ ખાતે પ્રકૃતિના જતન માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને સાથે જ ગામના જાગૃત નાગરિકોની ઉપસ્થિતિમાં ‘ગ્રામસભા’નું આયોજન થયું. સભામાં પર્યાવરણ સુરક્ષા અને ગામના વિકાસના કાર્યો અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી.
વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો 🌍✨
उत्तर प्रदेश के यशस्वी मुख्यमंत्री माननीय श्री योगी आदित्यनाथ जी आपको जन्मदिन की हार्दिक बधाई एवं शुभकामनाएं।
ईश्वर से ��पके उत्तम स्वास्थ्य एवं सुदीर्घ जीवन की मंगलकामना है।
@myogiadityanath