આજે જામનગર ખાતે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA) અંતર્ગત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ માટે આયોજિત તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.
મારો દૃઢ વિશ્વાસ છે કે મજબૂત પંચાયત એટલે મજબૂત ગામ અને મજબૂત ગામ એટલે વિકસિત ભારત. ગ્રામ્ય વિકાસની દરેક યાત્રામાં પંચાયતી રાજ સંસ્થાઓની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે. જ્યારે જનપ્રતિનિધિઓ સરકારની યોજનાઓ, નવી નીતિઓ અને સુશાસનના સિદ્ધાંતોને ઊંડાણપૂર્વક સમજે છે, ત્યારે વિકાસનો લાભ વધુ ઝડપથી અને અસરકારક રીતે સામાન્ય નાગરિક સુધી પહોંચે છે. દરેક ચૂંટાયેલા જનપ્રતિનિધિને મારી હૃદયપૂર્વકની અપીલ છે કે સમયાંતરે યોજાતા આવા તાલીમ કાર્યક્રમોમાં સક્રિયપણે જોડાઓ, સતત નવી બાબતો શીખો અને તે જ્ઞાનને પોતાના ગામ, તાલુકા અને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે ઉપયોગમાં લો.
જનતાએ આપણા પર મૂકેલો વિશ્વાસ જ આપણી સૌથી મોટી જવાબદારી છે. આવો, સેવા, સુશાસન અને વિકાસના સંકલ્પ સાથે મળીને આત્મનિર્ભર, સમૃદ્ધ અને વિકસિત ગામડાંના નિર્માણમાં સક્રિય ભાગીદાર બનીએ. 🇮🇳
#RGSA #GramSwaraj #PanchayatiRaj #RuralDevelopment #Jamnagar
Every honest student's hard work deserves protection and the Public Examinations (Prevention of Unfair Means) Amendment Bill legislation strengthens that promise.
Fair Exams. Honest Effort. Secure Future. 🇮🇳
પોરબંદરની ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી @mansukhmandviya ના અધ્યક્ષ સ્થાને આયોજિત ‘માય ભારત યુવા સંવાદ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દેશના ભાવિ કર્ણધાર એવા યુવાનો સાથે પ્રેરણાદાયી સંવાદ કરવાનો અવસર પ્રાપ્ત થયો.
વિકસિત ભારત @ 2047ના મહાસંકલ્પને સાકાર કરવા માટે યુવા શક્તિની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. આ કાર્યક્રમ દરમિયાન ટેકનોલોજી, નવીનતા, રાષ્ટ્રસેવા, નેતૃત્વ વિકાસ, સ્વાસ્થ્ય અને આત્મનિર્ભર ભારત જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. યુવાનોના વિચારો, તેમની આશાઓ અને દેશના વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને નજીકથી જાણવાનો અવસર મળ્યો.
યુવા શક્તિ જ ભારતની સૌથી મોટી તાકાત છે. તેમની સર્જનાત્મકતા, નવીન વિચારસરણી અને રાષ્ટ્રપ્રેમના બળ પર જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થવાનું છે. દેશના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં દરેક યુવાન સકારાત્મક અને જવાબદાર ભૂમિકા ભજવે તે જ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે.
#MyBharat #YuvaSamvad #ViksitBharat2047 #MansukhMandaviya
કુતિયાણા તાલુકાના ઐતિહાસિક અને પવિત્ર એવા છત્રાવા ગામે બિરાજમાન શ્રી વછરાજ દાદાના ધામે દર્શન કરી ધન્યતા અનુભવી..
સૌના સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને કલ્યાણ માટે પ્રાર્થના કરી.
માનનીય કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રીશ્રી અને પોરબંદરના લોકપ્રિય સાંસદ ડૉ. મનસુખભાઈ માંડવિયા જી સાથે અમીપુર ડેમની મુલાકાત લીધી.
આ મુલાકાત દરમિયાન ડેમની વર્તમાન સ્થિતિ, જળસંગ્રહ ક્ષમતા, સિંચાઈ વ્યવસ્થાની અસરકારકતા તેમજ આસપાસના વિસ્તારોના લોકોને મળતા લાભોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી.
#porbandar
Heartiest birthday greetings and best wishes to Hon’ble Union Minister of State for Home Affairs, Shri Bandi Sanjay Kumar Ji.
Through your dedicated efforts and dynamic leadership, you have made a significant contribution toward strengthening the vision of a secure, empowered, and self-reliant India.
I pray to the Almighty to bless you with excellent health, happiness, strength and a long life.
@bandisanjay_bjp
પોરબંદર સહિત રાજ્યની નવરચિત 9 મહાનગરપાલિકાઓ (વાપી, મહેસાણા, મોરબી, ગાંધીધામ, નડિયાદ, આણંદ, નવસારી અને સુરેન્દ્રનગર)માં આગામી 5 વર્ષ દરમિયાન જાહેર હિતની વિવિધ આવશ્યક નાગરિક સુવિધાઓના વિકાસ માટે જરૂરી સરકારી જમીન વિનામૂલ્યે ફાળવવાનો જનકલ્યાણકારી અને દૂરંદેશી નિર્ણય કરવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી તથા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh જીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. 🙏
આ મહત્વપૂર્ણ નિર્ણય અંતર્ગત નગર સેવાસદન, ફાયર સ્ટેશન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP), વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP), ભૂગર્ભ ગટર વ્યવસ્થા, પંપિંગ સ્ટેશન, પીવાના પાણીની યોજનાઓ, સૉલિડ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ, સ્ટોર્મ વૉટર ડ્રેનેજ, બાલવાડી (આંગણવાડી) તેમજ ટાઉન હૉલ, કોમ્યુનિટી હૉલ અને કન્વેન્શન સેન્ટર જેવી મહત્વપૂર્ણ સુવિધાઓના નિર્માણને નવી દિશા મળશે.
આ નિર્ણય માત્ર જમીન ફાળવણી પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે આધુનિક, સુવિધાસભર અને સશક્ત શહેરી ગુજરાતના નિર્માણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. તેના પરિણામે પોરબંદર સહિત તમામ નવી મહાનગરપાલિકાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના કાર્યોને વેગ મળશે, નાગરિકોને વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થશે અને "વિકસિત ગુજરાતથી વિકસિત ભારત"ના સંકલ્પને વધુ મજબૂતી મળશે.
પોરબંદર જિલ્લાના પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા પ્રગતિશીલ ખેડૂતો દ્વારા સંચાલિત "અમૃત આહાર મોલ" ની મુલાકાત લેવાનો અવસર મળ્યો.
આ મોલ માત્ર કૃષિ ઉત્પાદનોના વેચાણનું કેન્દ્ર નથી, પરંતુ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતોને જનજન સુધી પહોંચાડતું એક પ્રેરણાદાયી માધ્યમ છે. અહીં ખેડૂતો દ્વારા રાસાયણિક મુક્ત અને આરોગ્યવર્ધક કૃષિ ઉત્પાદનોનું સીધું વેચાણ કરવામાં આવે છે, જેના કારણે ખેડૂતોને તેમના ઉત્પાદનોનું યોગ્ય વળતર મળે છે અને ગ્રાહકોને ગુણવત્તાસભર, શુદ્ધ તથા પૌષ્ટિક ખાદ્યપદાર્થો ઉપલબ્ધ બને છે.
માનનીય કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી તેમજ પોરબંદરના લોકપ્રિય સાંસદ શ્રી @mansukhmandviya જી સાથે પોરબંદર જિલ્લાના કાસાબડ અને કડેગી ગામોની મુલાકાત લેવાનો અવસર પ્રાપ્ત થયો. આ મુલાકાત દરમિયાન ગામજનો સાથે આત્મીય સંવાદ કરી તેમની વિવિધ સમસ્યાઓ, જરૂરિયાતો અને વિકાસલક્ષી માંગણીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
ગુજરાત હરિત ક્રાંતિના નવા અધ્યાય તરફ આગળ વધી રહ્યું છે!
માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી @AmitShah જીના "હરિયાળી લોકસભા પ્રોજેક્ટ" અંતર્ગત અમદાવાદ નજીક ગોધાવી ગામ ખાતે વન વિભાગ દ્વારા 100 હેક્ટર વિસ્તારમાં ગુજરાતનું સૌથી વિશાળ "મહા વન કવચ" નિર્માણ પામી રહ્યું છે.
જાપાનની પ્રખ્યાત મિયાવાકી પદ્ધતિને ગુજરાતની સ્થાનિક પરિસ્થિતિઓને અનુરૂપ બનાવી વિકસાવવામાં આવેલું "વન કવચ" મોડેલ માત્ર વૃક્ષારોપણ પૂરતું નથી, પરંતુ તે વૈજ્ઞાનિક જમીન સુધારણા, જૈવવિવિધતા સંરક્ષણ અને પ્રાકૃતિક સંતુલનને મજબૂત બનાવતું એક અનોખું પર્યાવરણીય અભિયાન છે. આ મોડેલ બિનઉપજાઉ અને બગડેલી જમીનને સ્વનિર્ભર દેશી ઇકોસિસ્ટમમાં પરિવર્તિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે.
વિશેષ ગૌરવની વાત એ છે કે વર્ષ 2026 દરમિયાન સમગ્ર ગુજરાતમાં વન વિભાગ દ્વારા 1,100 હેક્ટર વિસ્તારમાં "વન કવચ" મોડલ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવશે, જે રાજ્યના હરિત આવરણમાં નોંધપાત્ર વધારો કરશે અને ભાવિ પેઢીઓને સ્વચ્છ, હરિયાળું અને સમૃદ્ધ પર્યાવરણ આપવાની દિશામાં મજબૂત યોગદાન આપશે
माननीय रक्षा मंत्री श्री राजनाथ सिंह जी को जन्मदिवस की हार्दिक शुभकामनाएँ।
आपके दृढ़, दूरदर्शी और प्रेरणादायी नेतृत्व में भारत की रक्षा शक्ति निरंतर नई ऊँचाइयों को स्पर्श कर रही है। सशस्त्र सेनाओं के आधुनिकीकरण, रक्षा क्षेत्र में आत्मनिर्भर भारत के संकल्प को साकार करने तथा वैश्विक मंच पर भारत की सामरिक प्रतिष्ठा को सशक्त बनाने में आपका योगदान राष्ट्र के लिए गौरव का विषय है।
ईश्वर से आपके उत्तम स्वास्थ्य, दीर्घायु एवं यशस्वी जीवन की मंगलकामना करता हूँ।
@rajnathsingh
AI, Cloud और Data के वैश्विक भविष्य का नेतृत्व करने के लिए तैयार है हमारा गुजरात।
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के दूरदर्शी नेतृत्व और Digital India के विजन से प्रेरित होकर आज गांधीनगर के महात्मा मंदिर में माननीय मुख्यमंत्री श्री @Bhupendrapbjp जी के करकमलों द्वारा "विकसित गुजरात डेटा सेंटर नीति 2026-2029" का शुभारंभ किया गया।
AI, क्लाउड कंप्यूटिंग और अत्याधुनिक डिजिटल अवसंरचना के इस युग में यह ऐतिहासिक नीति गुजरात को वैश्विक स्तर पर एक अग्रणी Hyperscale AI Data Center Hub के रूप में स्थापित करने की दिशा में महत्वपूर्ण मील का पत्थर सिद्ध होगी।
#ViksitGujarat #DataCenterPolicy #DigitalGujarat
In the AI era, data is the currency of progress and the fuel of growth.
With launch of "Viksit Gujarat Data Center Policy 2026–2029", Gujarat is preparing to drive next wave of digital transformation by fostering innovation, generating high-value employment and strengthening a self-reliant digital economy.