#TeachersDay is about appreciating the strong contribution of teachers to our society. It is also a day to pay homage to Dr. S. Radhakrishnan.
Here is what happened when the National Teachers' Awards winners were invited to 7, LKM yesterday….
🏑 રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી
૨૯ ઓગસ્ટે D.K.V. Arts & Science College, Jamnagar ખાતે આચાર્ય શ્રી ડૉ. પી.વી. બાણગોરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી.
મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના રમતગમત ક્ષેત્રે યોગદાનને યાદ કરવામાં આવ્યું.
તા. 17 જૂન, 2025ના રોજ શૈક્ષણિક વર્ષ 2025- 26 ના પ્રારંભે આચાર્યશ્રી ડો. પી વી બાણગોરિયા સાહેબની અધ્યક્ષતામાં સ્ટાફ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રીએ નવા સત્રની શરૂઆતમાં સર્વે સ્ટાફને આવકારીને વિદ્યાર્થીઓના વ્યાપક હીતમાં કામગીરી કરવા માટે જણાવ્યું હતું.
*વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ*
તા. 05/06/2025 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ડી. કે. વી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, જામનગર ના *NSS વિભાગ, યુનિટ -૧* દ્વારા બોટનિકલ ગાર્ડનમાં વૃક્ષારોપણનું સુંદર આયોજન કરેલ હતું.
કોલેજના પ્રિન્સિપાલ ડો. પી.વી બાણુગરીયાના પ્રોત્સાહનથી ડિ.કે.વી કોલેજમાં એનએસએસ સ્વયંસેવકો દ્વારા ભગવદગીતા, મહાન કવિ, તેમજ વૈજ્ઞાનિકો ના સ્લોગન સાઇનિંગ બોર્ડમાં લગાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીને સફળ બનાવવા NSS પ્રોગ્રામ ઓફિસર ડો.કે. એ. જોશીએ જહેમત ઉઠાવેલ હતી.
ડી. કે. વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ભૂત���ૂર્વ વિદ્યાર્થી અને હાલમાં BLISc મા અભ્યાસ કરતા જાડેજા કરણસિંહ અને જાડેજા ઉર્વશીબાએ સદર કોલેજની લાઇબ્રેરીમાં એક મહિનાની ઇન્ટરશીપ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે.
ડી. કે. વી. કોલેજ જામનગર ખાતે બોટનિકલ ગાર્ડન વિકસિત કરવામાં આવેલ છે જેની જાળવણી તથા માવજત વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા સમયાંતરે કરવામાં આવે છે. વેકેશનના સમયમાં પણ NSS ના સ્વયંસેવકો તથા અધ્યાપકો દ્વારા બોટનિક��� ગાર્ડન ની માવજત તથા સતત જાળવણી કરવામાં આવે છે તેની એક ઝલક.
‘કલાતીર્થ સંસ્કૃ��િ સંશોધન સંસ્થાન' સુરત અંતર્ગત સંશોધન પુરસ્કાર પ્રકલ્પ:2024-25’ નું આયોજન થયેલ હતું. ડી. કે. વી. આર્ટસ અને સાયન્સ કોલેજ જામનગરની ભૂતપૂર્વ વિદ્યાર્થિની ઋષિતા જોશી ‘મુઘલ ચિત્રકલાનો વૈભવ’ વિષય ઉપર સંશોધન કરી સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. #dkvjamnagar