રાજ્યના 60 IPSની બદલી અને બઢતી આપવી કે કેમ તે પણ દિલ્હીથી નક્કી થાય છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નામો નક્કી કર્યા.
દિલ્હીથી બધું નક્કી થઈ રહ્યું છે તો અંગુઠા છાપ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું શું કામ છે. લોકોએ ચૂંટેલી સરકાર દ્વારા નિર્ણય લેવાતા નથી ભાજપના નેતાઓ નિર્ણય લે છે.
હવે અમે ઓફિસમાં મેકુ એમ બુમ નહીં પાડી શકીયે...
મનિષ મેકવાનની એ ઉંમર નહતી અને લડવૈયો હતો.. ફિઝીકલ ફીટનેશને લઈને જાગૃત, ઊંડો અભ્યાસુ પત્રકાર મનિષ આજે કોરોના સામે હારી ગયો...
પરિવારને સાંત્વના..
ભગવાન સદગતના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના 💐🙏🏻
આફત ને અવસરમા ફેરવતી પોલીસ... વાસણા પુલ નીચે. ..સંચારબંધીનો ભંગ કરનાર 10થી વધુ લોકો ને પકડયા. બાદ મોડી રાત્રે 2500 રુપિયા લઈ ને જવા દેવાયા. રુપિયા ન આપનાર 2 લોકો હજુ લોક અપ મા..છે..જય હો..
રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના ડેટા લીક થાય તે ગંભીર બાબત છે પણ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ ના ડેટા પણ લીક થાય છે તેની પણ તપાસ થવી જોઇએ..
પહેલા ગુજરાતી માધ્યમમાં ધોરણ 12 પાસ કરનારા કોલેજ અંગ્રેજી માધ્યમ માં કરવા માગતા હતા હવે ધોરણ 1 થી 12 અંગ્રેજી મીડિયમમાં ભણેલા વિદ્યાર્થીઓએ કોલેજ ગુજરાતીમાં કરવી પડે એવી સ્થિતિ