હોમગાર્ડઝ દળ દ્વારા કરવામાં આવતી નિષ્કામ સેવાને લોકો સુધી પહોંચાડવા માટેના આ એકાઉન્ટનો આશ્રય છે.
Offical Account Of District Commandant Homeguards Kheda-Nadiad
"યોગ" એટલે ભારતે વિશ્વને આપેલી સર્વોત્તમ ભેટ. તા. 21 જૂનના રોજ વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી થઈ રહી છે ત્યારે અત્રેના જીલ્લા ખાતે તાલુકા વહીવટી તંત્ર સાથે તથા જીલ્લા કચેરી તાંબા હેઠળના અલગ-અલગ યુનિટોમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી.
ગત રોજ જીલ્લા કચેરી તાબા હેઠળના નડીઆદ પશ્વિમ હોમગાર્ડઝ યુનીટના હોમગાર્ડઝ સભ્યો ધ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી જેમાં નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન એક બાળક મળી આવેલ જેની પુછતાછ કરતા બાળક રેલ્વે ગાડી માંથી ઉતરી ગયેલ જણાતાં તરત જ પોલીસ સ્ટેશન તથા બાળકનાં પિતાનો સંપર્ક કરીને પરત સોંપેલ
આજ રોજ અત્રેના જીલ્લા(ખેડા-નડિયાદ)ની હોમગાર્ડઝ કચેરી તાંબા હેઠળના યુનિટમા આજ રોજ ટેનટેન્ટીવ તાલીમ પરેડ પ્રોગ્રામ અન્વયે નડિયાદ પશ્ચિમ યુનિટ અને મહુધા યુનિટ હોમગાર્ડઝમા જીલ્લા કમાન્ડન્ટશ્રી પ્રણવ સાગર સાહેબ દ્વારા પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી- ૨૦૨૬ અન્વયે ચૂંટણીલક્ષી ફરજ દરમ્યાન હોમગાર્ડઝ જવાનો દ્રારા કરવામાં આવેલ મતદાન મથક ઉપર અશકત,અપંગ અને વૃદ્ધોને મદદરૂપ થઈ નૈતિક જવાબદારી નિભાવી તે માટે સર્વે હોમગાર્ડઝ સભ્યોનો જીલ્લા કમાન્ડન્ટ સાહેબશ્રી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો…જય હિન્દ.
આજ રોજ ભારતીય બંધારણના રચયિતા ભારત રત્નશ્રી ડૉ.બાબા સાહેબ આંબેડકરના જન્મ દિવસ નિમીતે જીલ્લા હોમગાર્ડઝ કચેરી ખેડા-નડિઆદ મુકામે ડૉ.બાબા સાહેબ આંબેડકરની છબીને જીલ્લા કમાન્ડન્ટ પ્રણવ સાગર સાહેબના હસ્તે તથા જીલ્લા કચેરીના કર્મચારીગણ ધ્વારા પુષ્પાંજલી અર્પણ કરીને ભાવાંજલી અર્પી હતી.
તા.30/03/2026ના રોજ અત્રેની જીલ્લા કચેરી ખેડા-નડિઆદ ખાતે ફરજ બજાવતા હેડ કલાર્કશ્રી વિજયસિંહ માલીવાડની અમદાવાદ પૂર્વ ખાતે બદલી થતાં આજ રોજ જિલ્લા કચેરી ખાતે તેઓનો વિદાય સમારંભ તથા અત્રેના જિલ્લામા હાજર થયેલ સીનિયર કલાર્કશ્રી પાયલબેન નીનામાનો સ્વાગત સમારંભ યોજવામા આવેલ હતો.
તા.૨૧ થી ૨૩-૦૩-૨૦૨૬ સુધી ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ રાજ્યકક્ષા રમતોત્સવ-2026 અન્વયે અત્રેના (ખેડા-નડીયાદ) જીલ્લાના હોમગાર્ડઝ સભ્યોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને જીલ્લાનું નામ રોશન કરેલ છે, તે પ્રસંગે માન.કમાન્ડન્ટ જનરલ સાહેબશ્રી અને જીલ્લા કમાન્ડન્ટ સાહેબશ્રીએ સૌને અભિનંદન પાઠવ્યા.
તા.૨૧/૦૧/૨૦૨૬ના રોજ મા.કલેક્ટર સાહેબશ્રીની સૂચના અન્વયે સહકાર થી સાકાર અભિયાન અંતર્ગત પોષણ મિત્ર તરીકે ઠાસરાના મરઘાકુઈ આંગણવાડી કેન્દ્ર ૧ અને ૨ ખાતે તથા ખેડા મુકામે આવેલ આંગણવાડી કેન્દ્ર ખાતબાળકોનેબિસ્કીટ,ચણા,નારંગી,કેળા,સીંગચિકીનુંવિતરણકરવામાંઆવ્યુઅનેબાળકોનોઉત્સાહવધારવામાંઆવ્યો
આજે તા.૦૨/૦૧/૨૦૨૬ના રોજ અત્રેના જીલ્લા કચેરી ખાતે મા.જીલ્લા કમાન્ડન્ટ પ્રણવ.એસ.સાગર સાહેબશ્રીના જન્મદિવસ નિમિત્તે સાહેબશ્રીને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, જેમાં કચેરીના કર્મચારીગણ હાજર રહ્યા હતા સાથે તમામ યુનિટના અધિકારી અને હોમગાર્ડઝ સભ્યોએ શુભેચ્છાઓ પાઠવી હતી.
આજે તા. ૦૧/૦૧/૨૦૨૬ના રોજ પોલીસ મહાનિર્દેશક અને પોલીસ અધિકારીશ્રીની કચેરીના પત્ર મુજબ મા.જીલ્લા કમાન્ડન્ટ સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ અત્રેની જીલ્લા કચેરીના તાંબા વિસ્તારના તમામ યુનિટો ખાતે "નવા વર્ષની પ્રથમ સૂર્યકિરણને નમસ્કાર" કાર્યક્રમ અંતર્ગત તેનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ દળના તમામ સભ્યો માટે લેવામા આવેલ નિર્ણય જેઓની વય મર્યાદા ૫૫ વર્ષ થી વધારીને ૫૮ વર્ષ કરવામા આવેલ છે જે બદલ મા.કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડઝ સાહેબશ્રી/મા.મુખ્યમંત્રી સાહેબશ્રી/મા.નાયબ મુખ્યમંત્રીશ્રી/રાજ્યકક્ષાના ગ્રુહ વિભાગ અને નાણાંમંત્રી સાહેબશ્રીનો ખુબખુબ આભાર
આજે તા.6 ડિસેમ્બર એટલે હોમગાર્ડઝ તથા નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસ જે અન્વયે આજ રોજ અત્રેના જીલ્લા મુકામે જીલ્લા કચેરી તાંબા વિસ્તારના તમામ યુનિટો ખાતે મા.જીલ્લા કમાન્ડન્ટ સાહેબશ્રી ના માર્ગદર્શન હેઠળ પરેડ, રેલી માર્ચ, વૃક્ષારોપણ તથા સાફ-સફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે "૬ઠ્ઠી" ડિસેમ્બર એટલે હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળનો સ્થાપના દિવસ જે નિમિત્તે રાજયકક્ષા સેરેમોનીયલ પરેડ તથા સાંસ્ક્રુતીક પ્રોગામનુ આયોજન આણંદ જીલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામા આવ્યુ,જેમા ખેડા જીલ્લાના મા.કલેકટર સાહેબશ્રી સાથે મા.કમાન્ડન્ટ જનરલ સાહેબશ્રી હાજરરહ્યાહતા
આજ રોજ આણંદ જિલ્લા ખાતે આવેલ કૃષિ યુનિવર્સિટી મુકામે મા.કેમ્પ કમાન્ડન્ટશ્રી પ્રણવ એસ સાગર સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્ય કક્ષા પરેડ તાલીમ કેમ્પમા તાલીમ લઈ રહેલા હોમગાર્ડઝ સભ્યો માટે આજે પ્રાકૃતિક કૃષિ અંગેના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.