વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિત્તે વડોદરા કોર્પોરેશન ના આંગણવાડી કેન્દ્રોમાં સ્તનપાન જાગૃતિની થીમ આધારિત સુપોષણ સંવાદનું આયોજન કરવામાં આવેલ. જેમાં માતાઓને જન્મના પ્રથમ કલાકમાં માતાના દૂધની શરૂઆતનું મહત્વ તેમજ 6 માસ સુધી ફક્ત સ્તનપાનના ફાયદા વિશે સમજ આપવામ���ં આવી.
નૂતન બાલ શિક્ષણ સંઘ અને બાળપ્રેમી શ્રીજયંતભાઈ શુક્લની શતાબ્દી વર્ષ ઉજવણી નિમિત્તે ચાલુ વર્ષે વડોદરા શહેરના 50 આંગણવાડી કેન્દ્રના બાળકોનો વિવિધ રમકડાઓના માધ્યમથી સર્વાંગી વિકાસ થાય એ હેતુથી “The Toy Bus-Sharing Curiosity”નું સવાદ-૩ આંગણવાડી કેન્દ્રથી ઉદ્ધાટન કરવામાં આવેલ.
આજરોજ માન. ડેપ્યુ. મ્યુનિ.કમિશનરશ્રીની અધ્યક્ષતામાં આઈ.સી.ડી.એસ. શાખાની રીવ્યુ મિટિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં પોષણ ટ્રેકરના તમામ મુદ્દાઓ, AVT મારફત આંગણવાડી મુલાકાત, Head count, SNA સ્પર્શમાં ખર્ચની સમીક્ષા, MMY વાહતુક ખર્ચ વગેરેની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.
માન. Dymc શ્રી વી.એમ.સી. તથા માન. M.D. શ્રી ( NNM ),કમિશ્નર કચેરી ગાંધીનગરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ.બેઠકમાં ICDS, Health તેમજ CSR પાર્ટનર ઉપસ્થિતમાં વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ સાથે પોષણ ટ્રેકર માં લાભાર્થી કવરેજ વધારવા માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું.
02/01/2026ના રોજ વડોદરા મહાનગરપાલિકાના ઉ���્તરઝોનના આં.કેન્દ્ર સમા–૧૦ ખાતે તમામ લાભાર્થીઓ માટે રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું.મિશન ડાયરેક્ટર શ્રીજિજ્ઞાસા મેડમ (ગાંધીનગર),I/C PO VMC સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં પોષણ સંગમ તથા ટી.એચ.આર.ના મહત્વ અંગે માહિતી આપી જાગૃતિ ફેલાવવામાં આવી
વડોદરા મહાનગરપાલિકાની આંગણવાડી સેવાઓ અંતર્ગત હાલમાં આશરે 80% કાર્યકરબેનો BLO (બૂથ લેવલ ઓફિસર) તરીકે ફરજ બજાવે છે,તેમ છતાં, બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ તથા દૈનિક આંગણવાડી સેવાઓ પર કોઈ અસર ન પડે તેવા ઉદ્દેશથી ���ંગણવાડી તેડગરબહેનો દ્વારા ઉત્સાહપૂર્ણ રીતે કામગી��ી સંભાળી રહેલ.
“પોષણ સંગમ જાગૃતિ દિવસ” ની ઉત્સાહપૂર્વક ઉજવણી
તા. 17 ઓક્ટોબર 2025 ના રોજ વડોદરા મહાનગરપાલિકા ના – ICDS વિભાગ દ્વારા પોષણ અભિયાન અંતર્ગત “પોષણ સંગમ જાગૃતિ દિવસ” ની ઉજવણી શહેરભરમાં વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં ઉજવણી કરવામાં આવેલ.