ગુજરાતમાં પરિવહનના એક નવા યુગની શરૂઆત!
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબના શુભહસ્તે તથા માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર,ગાંધીનગર ખાતેથી ગુજરાતમાં 'ભારત ટેક્સી' સેવાનો ભવ્ય શુભારંભ થયો.
આ પ્રસંગે પાયલોટ પ્રોજેક્ટ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર ભારત ટેક્સીના સારથિઓ (ડ્રાઇવર મિત્રો)ને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ ભારત ટેક્સી પ્રોજેક્ટને વધુ વ્યાપક અને સફળ બનાવવા માટે વિવિધ સંસ્થાઓ સાથે મહત્વપૂર્ણ MoU કરવામાં આવ્યા.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh જી,કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી,રાજ્યકક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારા સહિત સહકાર ક્ષેત્રના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સારથિઓ ઉપસ્થિત રહ્યાં.
#BharatTaxi
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનું સેશેલ્સમાં હાર્દિક અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
ભારત-સેશેલ્સ વચ્ચેના મિત્રતાપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવતી આ મુલાકાત બંને દેશો વચ્ચે સહયોગ અને વિકાસના નવા અધ્યાયની શરૂઆત કરશે.
भारत-सेशेल्स दोस्ती नई ऊंचाइयों पर ..
🇮🇳 🤝 🇸🇨
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी का सेशेल्स की खूबसूरत धरती पर भव्य और आत्मीय स्वागत किया गया !!
સંસ્કૃતિનો શણગાર - આપણું કચ્છ ..
સેશેલ્સ એરપોર્ટ પર માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનું પ્રવાસી ભારતીયોએ પરંપરાગત કચ્છી લોકનૃત્ય દ્વારા ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કર્યું.
વિશ્વના ખૂણે-ખૂણે ભારતીય સંસ્કૃતિની સુગંધ અને કચ્છની લોકપરંપરાની ઝલક ગૌરવની અનુભૂતિ કરાવે છે.
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP સાહેબે દેત્રોજ તાલુકાના છનીયાર ગામે આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કર્યું તેમજ ગ્રામજનો સાથે આત્મીય મુલાકાત કરી.
આધ્યાત્મિક વાતાવરણમાં સૌના સુખ, સમૃદ્ધિ અને કલ્યાણની પ્રાર્થના કરી તેમજ સમાજમાં સંસ્કાર, સેવા અને સમરસતાના મૂલ્યો વધુ મજબૂત બને તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી.
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ સમન્વય અને દેખરેખ સમિતિ (DISHA)ની બેઠક યોજાઈ.
બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ, વિકાસકાર્યોની પ્રગતિ તેમજ જનહિતના મુદ્દાઓ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh ,સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ,શ્રી હરિભાઈ પટેલ,ધારાસભ્યશ્રીઓ તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબે અમદાવાદ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં સાબરમતી વિધાનસભા (રાણીપ અને સાબરમતી વોર્ડ)ના નાગરિકો સાથે લોક-દરબાર યોજી આત્મીય સંવાદ કર્યો.
આ પ્રસંગે નાગરિકોના પ્રશ્નો,સૂચનો અને રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી તેમના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
જનસેવા અને સુશાસન પ્રત્યેની પ્રતિબદ્ધતાનું આ એક ઉત્તમ ઉદાહરણ રહ્યું.
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी को पर्यावरण संरक्षण और सतत विकास में उनके दूरदर्शी नेतृत्व के लिए सेशेल्स के सर्वोच्च सम्मान 'Guardian of the Blue Horizon' से सम्मानित किया गया।
यह सम्मान केवल एक पुरस्कार नहीं, बल्कि 'एक पृथ्वी, एक परिवार, एक भविष्य' के भारत के संकल्प और वैश्विक नेतृत्व की स्वीकृति है।
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp એ આજે ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ કરાવ્યો.
આ મહાઅભિયાન અંતર્ગત ગુજરાતના 0 થી 5 વર્ષના 83.49 લાખથી વધુ ભૂલકાઓને પોલિયો વિરોધી રસીના ટીપાં પીવડાવી સુરક્ષિત કરવામાં આવશે.
#PulsePolio
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબના શુભહસ્તે તથા માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની વિશેષ ઉપસ્થિતિમાં 'પીએમ - ફેમિલી કેર ટ્રેકર'ના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ થયો.
આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યનું એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરાશે. બાળકના જન્મથી જ એક વિશેષ કાર્ડ બનશે, જેમાં તેના 18 વર્ષ સુધીના આનુવંશિક અને અન્ય રોગોના નિદાન તથા સારવારની વિગતો ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ રહેશે.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી @prafulpbjp સાહેબ, મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત હોદ્દેદારો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.
ભારતમાં છેલ્લા 12 વર્ષમાં સેવા, સુવિધા અને જનસુખાકારીના ક્ષેત્રે જે અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે,તેના આંકડા જોઈને આજે સમગ્ર વિશ્વ ચકિત છે.
સદીઓથી વંચિત રહેલા અનેક પરિવારોના પાંચ-પાંચ પેઢીના સપના માત્ર આ 12 વર્ષમાં સાકાર થયા છે.