ધોરણ-10 (SSC) ગુણચકાસણી બાબત...
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ-10ના પરિણામ બાદ ગુણચકાસણી માટે નિયત સમય મર્યાદામાં મળેલ અરજીઓ પરત્વે ચકાસણીની પ્રક્રિયાના અંત�� થયેલ આખરી સુધારા દર્શાવતો રિપોર્ટ વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે. ઉમેદવારો 03/06/2026 થી 13/06/2026 સુધી બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://t.co/Gsamm0oM9B અથવા https://t.co/UvkKmullvR પર જઈ Seat Number, Mobile Number અને Password દ્વારા લોગ-ઈન કરી રિપોર્ટ ડાઉનલોડ કરી શકશે...
#GSEB #SSC #Result2026 #GujaratBoard
મેન્યુફેક્ચરિંગ બાદ હવે સર્વિસ સેક્ટરમાં પણ ગુજરાત બનશે દેશનું હબ...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાતમાં સર્વિસ સેક્ટર એટલે કે સેવા ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપીને એક અલાયદા 'સર્વિસ કમિશનરેટ'ની સ્થાપના કરવાનો અને 'સર્વિસ કમિશનર'ની સત્તાવાર જગ્યા ઊભી કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્��ય; IT, પ્રવાસન અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોના MSMEs અને સ્ટાર્ટઅપ્સને મળશે વેગ...
#GujaratGovernment #MSMEs
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લેતા મધ્યપ્રદેશના માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રી રાકેશ સિંહ; બંને રાજ્યોના વિવિધ વિકાસલક્ષી કાર્યો અને લોકકલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અંગે અત્યંત સાર્થક અને ગહન ચર્ચા...
મંત્રી શ્રી રાકેશ સિંહે માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અને ગ્રામ વિકાસના ક્ષેત્રે થઈ રહેલા ��ાર્યો વિશે ઉત્સુકતા દર્શાવી...
એક જનપ્રતિનિધિ તરીકે શ્રી રાકેશ સિંહનો બહોળો અનુભવ અને સમાજ પ્રત્યેનું તેમનું અતૂટ સમર્પણ ખૂબ જ પ્રશં��નીય છે : માન. રાજ્યપાલશ્રી
#GujaratGovernment
પોલીસ પ્રત્યેનો જનવિશ્વાસ વધુ મજબૂત બન્યો...
રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન રાવના માર્ગદર્શન હેઠળ પોલીસ ભવન ખાતે શરૂ કરાયેલું ‘જનસંપર્ક કેન્દ્ર’ નાગરિકોની ફરિયાદો, અરજીઓ તથા પ્રશ્નોના યોગ્ય અને ન્યાયસંગત નિરાકરણ માટે સિંગલ-વિન્ડો જેવી પારદર્શક વ્યવસ્થા સાથે 'સુરક્ષા, સેવા અને વિશ્વાસ'નું નવું સરનામું બન્યું...
જનસંપર્ક કાર્યાલય એ માત્ર નાગરિકોની અરજીઓ સ્વીકારવાનું કેન્દ્ર નથી. તે ગુજરાત પોલીસની 'સુરક્ષા, સેવા અને વિશ્વાસ'ની ભાવનાને ઉજાગર કરવાનું સક્ષમ માધ્યમ છે. કચેરીના પગથિયાં ચઢતો દરેક સામાન્�� અને ગરીબ માણસ અહીંથી ન્યાયની આશા અને સંતોષ સાથે પાછો ફરે તે અમારી પ્રાથમિકતા છે. જન સંપર્ક કાર્યલય ખાતે આવતી અરજીઓને પ્રાધાન્ય આપી ત્વરિત ઉકેલ લાવવા માટે જિલ્લાકક્ષાએ પણ સૂચના આપવામાં આવી છે : રાજ્ય પોલીસ વડાશ્રી
#GujaratPolice #GujaratGovernment
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં નવી નિમણૂંક મેળવી રહેલા સમગ્ર રાજ્યના કુલ 415 યુવાઓમાંથી 21 યુવાઓને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે નિમણૂંક પત્રો એનાયત કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારના આ નવનિયુક્ત યુવા વર્કફોર્સને અભિનંદન અને ઉજ્જવળ કારકિર્દી માટેની શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું કે,��માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્તમાન વૈશ્વિક સ્થિતિમાં આત્મનિર્ભરતા માટે ખાતરની આયાત ઘટાડવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવાની કરેલી અપિલને વધુને વધુ ખેડૂતો સુધી પહોંચાડવાનું દાયિત્વ નવનિયુક્ત યુવાઓના શિરે છે.
મુખ્યમંત્રીશ્રીએ યુવા ઉમેદવારોને તેમની લાંબી કારકિર્દીની શરૂઆતમાં મળેલ સેવાતકને કાર્યપદ્ધતિમાં વૈવિધ્યતા, ટેકનોલોજીના યોગ્ય ઉપયોગ અને પોતાની જાતને સતત અપગ્રે��� કરતા રહીને ખેડૂતોને મદદરૂપ થવાની નૈતિક જવાબદારીરૂપે સુપેરે અદા કરવાનું આહવાન કર્યું હતું.
12 વર્ષ વિશ્વાસનાં, વિકાસનાં અને જનકલ્યાણનાં...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે વિકાસની અનન્ય ઊંચાઈઓ સર કરી છે. વિકાસના નવા પરિમાણો આલેખતું આપણું ગુજરાત ભારતના ગ્રોથ એન્જિન તરીકે સમગ્ર વિશ્વમાં પોતાની અમીટ છાપ પ્રસ્થાપિત કરી માનનીય વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં સદૈવ અગ્રેસર રહ���વા પ્રતિબદ્ધ અને કર્તવ્યબદ્ધ છે...
માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાતને મળેલી વિવિધ વિકાસ કાર્યોની ભેટ અંગે ગુજરાત પાક્ષિકના તાજેતરના અંકમાં વિગતવાર વાંચો...
ગુજરાત પાક્ષિક માટેની લિંક : https://t.co/BnyI2NNWwm
#GujaratPakshik #ગુજરાત_પાક્ષિક #GujaratInformation #Gujarat
પરંપરાગત ખેતીમાંથી ગ્લોબલ એગ્રી-બિઝનેસ તરફ…
દક્ષિણ ગુજરાતના ખેડૂતો કાચા ફળો વેચવાને બદલે કેરી સહિતના ફળોનો પલ્પ અને પ્રોસેસ્ડ પ્રોડક્ટ્સ બનાવીને અમેરિકા, બ્રિટન અને અ��ાતી દેશોના સુપરમાર્કેટ્સ સુધી પહોંચાડી રહ્યા છે. સરકારી સહાય અને હાઈટેક ટેક્નોલોજીના સથવારે સમૃદ્ધિ પામેલા ગુજરાતના મહેનતુ ખેડૂતો આજે ફળોના મૂલ્યવર્ધન એટલે કે વેલ્યુ એડિશન દ્વારા વૈશ્વિક ફલક પર નવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યા છે...
#GujaratGovernment #naturalfarming #agriculture @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @jitu_vaghani @RameshKataraMLA @GujAgriDept
માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના ગ્રામ કલ્યાણ કાર્યક્રમને અભૂતપૂર્વ જનપ્રતિસાદ; સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કેશરગંજ ગામે આયોજિત બે દિવસીય 'ગ્રા�� કલ્યાણ કાર્યક્રમ'માં રાજ્યપાલશ્રીએ ખેડૂતો, પશુપાલકો, મહિલાઓ, બાળકો તથા વડીલો સાથે સાધ્યો સીધો સંવાદ...
ભારતનો આત્મા ગામડામાં વસે છે. મારી આ મુસાફરી અને સંવાદનો ઉદ્દેશ્ય માત્ર સરકારી યોજનાઓ પહોંચાડવાનો જ નથી, પણ ગામડાની આંતરિક શક્તિને ઓળખવાનો અને ફરી ઉજાગર કર��ાનો છે : માન. રાજ્યપાલશ્રી
કેશરગંજના ગ્રામજનોએ જણાવ્યું કે, અમને ક્યારેય નહોતું લાગ્યું કે રાજ્યના સર્વોચ્ચ પદ પર બેઠેલી વ્યક્તિ આટલી સરળતાથી અમારી વચ્ચે આવીને બેસશે, અમારી સાથે જમશે અને ઘરના સભ્યની જેમ અમારી સાથે સંવાદ કરશે...
માન. રાજ્યપાલશ્રીની આ મુલાકાત કેશરગંજ અને સમગ્ર સાબરકાંઠા જિલ્લા માટે એક યાદગાર અને પ્રેરણાદાયી ઘટના બની રહી...
#GujaratGovernment