* ઉનાળાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટે આટલું જરૂર કરો….
* હીટવેવ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું
* પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ શરબત અને છાશ જેવા પ્રવાહીનું સેવન કરવું
તા.24/04/2024 ના રોજ આઈ.ટી.આઈ બાયડ ખાતે SVEEP (Systematic Voters' Education and Electoral Participation) પ્રોગ્રામ અંતર્ગત મતદાન જાગૃતિ અને મતદાન કરવા માટે તાલીમાર્થી અને સ્ટાફ દ્વારા શપથ લેવામાં આવ્યા
તા. 20/02/2024 ના રોજ આઈ ટી આઈ બાયડ ખાતે Ministry of Micro, Small & Medium Enterprise ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા "ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમ" યોજવામાં આવ્યો હતો
તારીખ 08/01/2024 સોમવાર નાં રોજ PRADHANMANTRI NATIONAL APPRENTICE MELA નું જિલ્લા કક્ષાનું આયોજન ITI બાયડ ખાતે ��રવામાં આવ્યું હતું, ભરતી મેળા અંતર્ગત વેકેન્સી પ્રમાણે ITI પાસ આઉટ, ૧૦ પાસ, ૧૨ પાસ, સ્નાતક થયેલ ઉમેદવારો સદર ભરતી મેળામાં ભાગ લીધો હતો.
આઈ. ટી. આઈ બાયડ ખાતે સતર્કતા જાગૃતિ સપ્તાહ" ની ઉજવણી અન્વયે કચેરીના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહીને વિકસિ�� રાષ્ટ્ર માટે ભ્રષ્ટાચાર મુકત ભારત નિમાર્ણ કરવાના સંકલ્પ સાથે ભ્રષ્ટાચાર સામે શપથ અને સત્ય નિષ્ઠાની પ્રતિજ્ઞા લીધી.
તા.30/10/2023 ના રોજ આઈ. ટી.આઈ બાયડ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ નિમિત્તે સ્ટાફ તથા તાલીમાર્થી દ્વારા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા શપથ લેવા માં આવ્યા.
તારીખ ૧૨/૧૦/૨૦૨૩ નાં રોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા બાયડ ખાતે દ્વિતીય પદવીદાન સમારોહ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ તેમજ IMC કમિટી બાયડના ચેરમેન શ્રી મોહનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો અને ITI બાયડના AITT ૨૦૨૩ ના અલગ અલગ ટ્રેડના ૧૧૪ પાસઆઉટ તાલીમાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી.
ભારતના 15 ઓગસ્ટ ના રોજ ૭૭ માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે ITI BAYAD ખાતે સમગ્ર સ્ટાફ મિત્રો ની ઉપસ્થિતિ માં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો અને મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
૯ માં ઈન્ટરનેશનલ યોગ-દિવસ નિમિત્તે તા.૨૧/૦૬/૨૦૨૩ ના રોજ યોગશિબિર કાર્યક્રમનું આઈ.ટી.આઈ. બાયડના પટાંગણમાં આયોજન થયું. સ્ટાફ અને તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો...
તા. 25/06/2023 સુધી ઓનલાઈન એડમીશન ચાલુ હોવાથી ITI,બાયડ ખાતે ની:શુલ્ક ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે. રજીસ્ટ્રેશન ફી 50 રૂપિયા ઉમેદવારે ઓનલાઈન ભરવાની રહેશે. એડમીશન ઈચ્છુક ઉમેદવારોએ ITI,બાયડ નો સંપર્ક કરવો. અને નીચે આપેલ QR CODE સ્કેન કરીને એડમીશન ની માહીતી માટે ગ્રુપમાં જોઈન થવું.
આઈ.ટી.આઈ.બાયડ ખાતે તા.15/05/2023 ના રોજ Y-20 નો કાર્યક્રમ યોજાયેલ હતો. મુખ્ય વક્તા શ્રી ઈશ્વર��ાઈ પ્રજાપતી આચાર્ય, આકરૂંદ પ્રાથમીક શાળા, રાહુલ ગોસ્વામી, આઈ.ટી.આઈ. સ્ટાફ અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આઈ.ટી.આઈ.બાયડ ખાતે સમર સ્કીલ વર્કશોપ-2023 નું ઉદ્દઘાટન તા: 22/05/2023 ના રોજ શ્રી માનસિંહજી પરમાર (અધ્યક્ષ બાયડ તાલુકા ભા.જ.પા.) તથા શ્રી ભૂપતસિંહ યુ સોલંકી (પૂર્વ ડીરેક્ટર ગુજરાત રાજ્ય ઠાકોર- કોળી વિકાસ નિગમ) અને આચાર્યશ્રી આઈ.ટી.આઈ.બાયડ દ્વારા કરવામાં આવ્યું.
ઔદ્યોગિક તાલીમ સંસ્થા બાયડ ખાતે, સ���મુહિક આરોગ્ય કેન્દ્ર ,બાયડ દ્વારા વર્લ્ડ ઓરલ હેલ્થ ડે ની ઉજવણીના ભાગરૂપે દંત આરોગ્ય જાગૃતિ તથા નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
ઔદ્યોગિક તાલીમ સંસ્થા બાયડ ખાતે, તા.25 એપ્રિલ, 2023 મંગળવાર ના રોજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, મોડાસા દ્વારા સ્વરોજગાર અને ઉદ્યોગલક્ષી વિવિધ યોજનાકીય સહાય અંગે વિસ્તુત પૂર્વક માહિતી આપવામાં આવી હતી.
ઔદ્યોગિક તાલીમ સંસ્થા બાયડ ખાતે, 18 માર્ચ ,2023 શનિવાર ના રોજ તાલુકા આરોગ્ય કચેરી , બા���ડ દ્વારા આયોજીત રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ આઈ.ટી. આઈ ના તાલીમાર્થીઓને વ્યસન મુક્તિ અંગે જાગૃત કરવામાં આવ્યા..
ઔદ્યોગિક તાલીમ સંસ્થા બાયડ ખાતે, 16 માર્ચ ,2023 ગુરુવાર ના રોજ RED RIBBON CLUB દ્વારા GAP ORGANIZATION, AHMEDABAD ના સહયોગથી આઈ.ટી. આઈ ના તાલીમાર્થીઓને HIV-AIDS અંગે જાગૃતિ��ા ભાગરૂપે વિસ્તૃત માહિતી આપવામાં આવી.
૨૧/૦૨/૨૦૨૩ના રોજ આઈ ટી આઈ, બાયડ ખાતે જિલ્લા રોજગાર કચેરી,મોડાસા દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળામાં કુલ 03 નોકરી દાતા 125 જગ્યાઓ સાથે ઉપસ્થિત રહેલ હતા તથા 66 હાજર ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવાયેલ હતા જે પૈકી 32 ઉમેદવારો પ્રાથમિક પસંદગી પામેલ છે.
તા. ૨૧/૦૨/૨૦૨૩ ના રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત સુશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો શરણાઈ પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યો જેમાં ITI બાયડના કર્મચારીઓ હાજર રહીને મેળામાં આવનાર મહિલા લાભાર્થીઓને ITI ની વિવિધ યોજનાઓ અને પ્રવેશ સંબંધિત વિવિધ ટ્રેડોની માહીતી આપી.