પંચમહાલ જિલ્લાના ગામડાઓમાં લોકો સ્વયંભૂ સ્વચ્છતા અભિયાનમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરે તે માટે કલાકારો દ્વારા શેરી નાટક અને ભવાઈ થકી શહેરા તાલુકાના શેખપુર, સંભાલી અને ભોટવા ગામ ખાતે સ્વચ્છતા અંગે ગ્રામજનોને સંદશો આપવામાં આવ્યો હતો.
#SwachhGujarat2023
ભરુચ જિલ્લાના ભરૂચ, ઝઘડિયા, અંક્લેશ્વર તથા જંબુસર બસ ડેપો મથકે કર્મચારીઓએ સફાઈ કરીને જનજાગૃતિનું અનોખું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું. બસ સ્ટેશનની સ્વચ્છતા કરવાના આયોજનને ભરૂચ ડેપો મેનેજરશ્રી તેમજ બસ ડેપોના કર્મચારીઓ દ્વારા સફળ બનાવવા આવ્યું હતું.
#SwachhGujarat2023