Vidyut Jammwal: માર્શલ આર્ટ્સ અને યોગના મામલે માહિર બોલિવૂડ એક્ટર વિદ્યુત જામવાલનું નામ આ સમયે ચર્ચામાં બનેલું છે. વિદ્યુતે ડેબ્યૂ હોલિવૂડ ફિલ્મ સ્ટ્રીટ ફાઈટર (Street Fighter)ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન કંઈક એવું કરીને બતાવ્યું છે, જેણે દરેકને હેરાન કરી દીધા છે. આ દરમિયાન વિદ્યુતે લોકોની સામે 15 મિનિટ સુધી શ્વાસ રોકીને ધ્યાન કર્યું હતું અને હાલ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે.
20 મિનિટ સુધી પાંપણ ન પલકાવી
સ્ટ્રીટ ફાઈટરના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન વિદ્યુત જામવાલે મીડિયા અને તમામ લોકોની સામે અદ્ભુત સ્ટંટ કરીને બતાવ્યો હતો. તેણે લગભગ 15 મિનિટ સુધી શ્વાસ રોકીને આશ્ચર્યજનક રીતે ધ્યાન કરી બતાવ્યું હતું. એટલું જ નહીં, 20 મિનિટ સુધી વિદ્યુત પાંપણ ઝપકાવ્યા વગર મેડિટેશન કરતા દેખાયા હતા, જેણે દરેક કોઈને ચોંકાવી દીધા હતા. તેમની આંખો ખુલ્લી રહી અને તેમાંથી સતત પાણી વહેતું રહ્યું, અભિનેતાના પગ પણ થોડા સમય પ��ી કાંપવા લાગ્યા હતા. પરંતુ તે ટસનો મસ નહોતો થયો અને આ અદ્ભુત પરાક્રમ કરી બતાવ્યું હતું.
Bollywood Actor Vidyut Jammwal, Bollywood, Bollywood News
S. Jaishankar Statement on Russia-India Relations: વિદેશ મંત્રી એસ. જયશંકરે રવિવારે કહ્યું કે, જ્યારે આખી દુનિયા પાકિસ્તાનની સાથે ઊભી હતી, ત્યારે રશિયાએ ભારતને સમર્થન આપ્યું હતું. દિલ્હીમાં યોજાયેલી મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સ દરમિયાન જયશંકરે ભારત અને રશિયા વચ્ચેના લાંબા સમયથી ચાલતા સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું કે, ‘ભારત અને રશિયાના સંબંધો લાંબા સમયથી સારા રહ્યા છે. નવી દિલ્હી માટે મોસ્કો સાથેના સંબંધો માત્ર વર્તમાન પરિસ્થિતિના આધારે નક્કી થતા નથી. છેલ્લા 70 વર્ષ દરમિયાન રશિયાએ કાશ્મીર સહિત ચાર મહત્ત્વના મુદ્દાઓ પર ભારતને સમર્થન આપ���યું છે.’
તેમના આ નિવેદનથી ભારત-રશિયાના ઐતિહાસિક સંબંધોનું મહત્ત્વ ફરી એકવાર સામે આવ્યું છે.
કાશ્મીર મુદ્દે UNમાં રશિયાએ ભારત માટે વીટો વાપર્યો હતો
20 ફેબ્રુઆરી, 1957ના રોજ ઑસ્ટ્રેલિયા, ક્યુબા, બ્રિટન અને અમેરિકાએ કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવમાં કાશ્મીરમાં અસ્થાયી સંયુક્ત રાષ્ટ્ર દળ તૈનાત કરવાની શક્યતા આગળ વધારવાની વાત કરવામાં આવી હતી. આ પ્રસ્તાવને નવ દેશોનું સમર્થન મળ્યું હતું, પરંતુ તે સમયે સોવિયેત સંઘ તરીકે ઓળખાતા રશિયાએ વીટો વાપરીને તેને પસાર થતો અટકાવ્યો હતો. પરિણામે આ પ્રસ્તાવ મંજૂર થઈ શક્યો નહોતો.
તેના બીજા જ દિવસે, 21 ફેબ્રુઆરી, 1957ના રોજ બીજો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અધ્યક્ષને ભારત અને પાકિસ્તાન સાથે વાતચીત કરીન�� કાશ્મીર મુદ્દાનો ઉકેલ શોધવાના માર્ગો તપાસવા મોકલવાની ભલામણ કરવામાં આવી હતી. આ બીજો પ્રસ્તાવ પસાર થયો હતો.
S Jaishankar on India-Russia Relations, India-Russia Relations, Jaishankar Statement Russia Supported India Kashmir, Gujarat Samachar
ઈઝરાયલ જઈ રહેલ ફ્લાઈટના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરના સાહસને આજે આખી દુનિયા સલામ કરી રહી છે. હુમલાના કારણે લોહીલુહાણ હોવા છતા તેમણે અદમ્ય સાહસ દાખવીને 174 મુસાફરોના જીવ બચાવ્યા, એ વાત અ���્યંત પ્રેરણાદાયી અને સરાહનીય છે.
મૂળ ગુજરાતના આ વીર સપૂતે પોતાના શૌર્યથી સમગ્ર વિશ્વમાં ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. તેમની રગોમાં વહેતી ગુજરાતી ખુમારી પર આપણને સૌને અત્યંત ��ર્વ છે. તેમના આ અસાધારણ શૌર્ય અને માનવતાના કાર્યને સન્માનવા માટે, ગુજરાત સરકાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે.
સમગ્ર ગુજરાત તેમના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યું છે. દેશવાસીઓની સંવેદના અને પ્રાર્થના કેપ્ટન સ્મિત મચ્છરની સાથે છે.
Sanjay Gupta Slams Bollywood Smoking Posters: Mocks Anti-Smoking Ads । ફિલ્મમેકર સંજય ગુપ્તાએ બોલિવૂડ ફિલ્મોના પોસ્ટર્સમાં સતત લીડ એક્ટર્સને સિગારેટ પીતા બતાવવામાં આવતા હોવા સામે વાંધો વ્યક્ત કર્યો છે.
રવિવારે સંજય ગુપ્તાએ પોતાના સત્તાવાર X એકાઉન્ટ પર ત્રણ ફિલ્મોના પોસ્ટર્સ શેર કર્યા હતા. તેમાં સંદીપ રેડ્ડી વાંગાની ‘એનિમલ’માં રણબીર કપૂર, આદિત્ય ધરની ‘ધુરંધર’માં રણવીર સિંહ અને સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વોર’માં વિક��� કૌશલ જોવા મળી રહ્યા હતા. આ ત્રણેય તસવીરોમાં એક બાબત સામાન્ય હતી-ત્રણેય કલાકારોને સિગારેટ સાથે બતાવવામાં આવ્યા હતા.
સંજય ગુપ્તાએ સવાલ ઉઠાવ્યો કે, જ્યારે ફિલ્મોના પોસ્ટર્સમાં આ રીતે સ્મોકિંગ બતાવવામાં આવે છે, ત્યારે સિનેમાઘરોમાં ફિલ્મ શરૂ થતાં પહેલાં અને ફિલ્મ દરમિયાન દર્શકોને બતાવવામાં આવતા એન્ટી-સ્મોકિંગ અપીલનો શું અર્થ રહે છે? તેમણે X પર લખ્યું છે કે, ‘ફિલ્મો શરૂ થતાં પહેલાં અને ફિલ્મો ��રમિયાન આપણે જે એન્ટી-સ્મોકિંગ રીલ્સ જોવી પડે છે, તેનો શું અર્થ છે, જ્યારે ફિલ્મોના પોસ્ટર્સ જ આવા હોય?’
Pic Courtesy: _SanjayGupta
Sanjay Gupta, Smoking Controversy, Animal, Ranbir Kapoor, Ranveer Singh, Dhurandhar, Vicky Kaushal, Love And War, Anti Smoking Appeal, Bollywood News, Gujarat Samachar