સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિકસિત ભારત - ૨૦૪૭ થીમ પર જિલ્લા કક્ષાની રંગોળી, ચિત્ર અને વકૃત્વ સ્પર્ધાઓ યોગી ફાર્મ, નડિયાદ ખાતે યોજાઈ.
#SevaSankalpAbhiyan
નડિયાદમાં યોગ-ધ્યાનનો ભવ્ય સંગમ..
‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાયેલી યોગ-ધ્યાન શિબિરમાં ૫ હજારથી વધુ યોગસાધકોએ સહભાગી બની નવી ઊર્જાનો સંચાર કર્યો. સ્વસ્થ જીવન માટે રોજ ૫ મિનિટ યોગ કરવાના સંકલ્પ સાથે પૌષ્ટિક આહાર અને નશામુક્ત જીવનનો સંદેશ અપાયો.
#Kheda#Nadiad
योगः कर्मसु कौशलम् : 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત નડિયાદમાં ભવ્ય યોગ-ધ્યાન શિબિરનું આયોજન થયું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોગ અને ધ્યાન શિબિરમાં ૫ હજારથી વધુ યોગસાધકોએ યોગ કરી નવી ઊર્જા મેળવી.
#kheda
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી નડિયાદ ખેડા દ્વારા આયોજિત તારીખ 29 ઓગસ્ટ 2026 ના રોજ સંતરામ મંદિરના પટાંગણમાં પૂજનીય રામદાસ મહારાજ અને જિલ્લા શિક્ષણાધિકારી સાહેબશ્રીની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની સંસ્કૃત સાહિત્ય દિવસની ઉજવણી કરવામાં આવી.
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી નડિયાદ ખેડા દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત તારીખ 27 ઓગસ્ટ 2026 ના રોજ સંતરામ મંદિર નડિયાદ ખાતે જિલ્લા કક્ષાની સંસ્કૃત સંભાષણ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં સંસ્કૃત ગરબા અને અને આયોજન થયુ.
નેપાળ-તિબેટ સરહદે આવેલ ભોટેકોશી નદીમાં વિનાશક પૂર અને ભૂસ્ખલનને કારણે અમુક ભારતીયો ફ્સાયેલા છે. આ ઘટનામાં ખેડાના કોઈ નાગરિકો ફસાયેલા હોય તો મદદ કે સહાય માટે અત્રેની કલેકટર કચેરીની ડીઝાસ્ટર શાખાના કંટ્રોલ રૂમ (ફોન નંબર- ૦૨૬૮- ૨૫૫૩૩૫૭) નો સંપર્ક કરવા વિનંતી છે.
#nepalflood
જિલ્લાના નાગરિકો ખાસ નોંધે..
અતિભારે વરસાદને પગલે વીજ સમસ્યા કે ફરિયાદની નોંધણી માટે MGVCL નડિયાદ વર્તુળના હેલ્પલાઇન નંબર નીચે દર્શાવેલ મુજબ છે.
ટોલ ફ્રી નંબર : ૧૮૦૦૨૩૩૨૬૭૦
#Kheda#MGVCL#Nadiad
ખેડા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીના પગલે આવતીકાલે ૨૪ જુલાઈ ૨૦૨૬ના રોજ જિલ્લાની તમામ શાળા, કોલેજ અને આંગણવાડીમાં રજા જાહેર કરાઈ.
કલેક્ટરશ્રી એન.વી.ઉપાધ્યાયનું વરસાદી પરિસ્થિતિ પર સતત મોનીટરીંગ
હેલ્પલાઇન નંબર : ૦૨૬૮-૨૫૫૩૩૫૭
#KhedaRain#SchoolClosed#RainAlert
Rain alert : Kheda
સાબરમતી નદીમાંથી પાણી છોડાતા ખેડા જિલ્લાના માતર તાલુકાના પાલ્લા અને અસામલી ગામોને સાવધાન રહેવા વિનંતી છે.
નીચાણવાળા વિસ્તારોથી દૂર રહી સુરક્ષિત રહેવા અનુરોધ...
હેલ્પલાઈન: 02694-285544
#Kheda
ખેડા જિલ્લામાં આગામી થોડાક કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તમામ નાગરિકોને અનુરોધ છે કે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો, નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક જવાનું ટાળો તેમજ બાળકો અને વૃદ્ધોની ખાસ કાળજી રાખો.
#Kheda#RedAlert#StaySafe