અલાસ્કા 2025માં અમેરિકા અને રશિયા વચ્ચે થયેલી બેઠકના મહત્વના મુદ્દાઓ શ્રી @Ajay_Bagga સરના થ્રેડ પ્રમાણે, ગુજરાતીમાં સરળ સમજણ માટે રજૂ કર્યા છે.
શેર કરી મહત્તમ લોકો સુધી પહોંચાડવા વિનંતી.
1. બેઠકમાં કોઈ પરિણામ નહીં, સ્થિતી સહુ માટે નિષ્પક્ષ.
2. સ્થિતીમાં સુધારો થયો તેવું ટ્રમ્પ અને પુતિન દ્વારા કહેવામાં આવ્યું.
3. અમેરિકા માટે: રશિયા સાથે દ્વિપક્ષીય વાતચીતની શક્યતા વધી.
4. અમેરિકા માટે: નવા આર્થિક પ્રતિબંધો જાહેર ન થતાં વૈશ્વિક શેરબજાર માટે સકારાત્મક સંકેત.
5. રશિયા માટે: પુતિન અમેરિકન ધરતી પર 2015 બાદ પ્રથમ વખત આવ્યા. વૈશ્વિક પ્રતિબંધોના અંતની શરુઆત.
6. રશિયા માટે: પુતિને બેઠકને મહત્વની અને ગહન ચર્ચા થઈ હોય તેવી ગણાવી. આગળની વાતચીત માટે પુતિન તૈયાર.
7. રશિયા માટે: અમેરિકા સામે કદ વધ્યું, યુરોપને બાકાત રાખી વૈશ્વિક તાકાત દર્શાવવામાં સફળ.
8. NATO અને યુરોપ માટે: સાથી દેશો સાથે વાતચીત કરતા રહેવાનું વચન ટ્રમ્પે આપ્યું.
9. NATO અને યુરોપ માટે: નવા પ્રતિબંધો ન આવવાથી યુરોપના માર્કેટને ક્રૂડ મળતું રહેશે.
10. યુક્રેન માટે: ટ્રમ્પે કહ્યું યુક્રેન પર કોઈ વાટાઘાટો ન થયો, યુક્રેનને પોતાનો પક્ષ પોતાની રીતે મુકવા કહ્યું.
11. શક્ય નવા નિર્ણયો: નાટો નેતાઓ અને યુક્રેન સાથે વાતચીતથી સમસ્યાનું સમાધાન લાવવા પ્રયત્નો થઈ શકે.
12. યુદ્ધ વિરામની શક્યતાઓ: હાલ તો સહમતી નથી, પરંતુ બન્ને નેતાઓ વાટાઘાટો માટે તૈયાર જરૂર છે.
13. યુદ્ધ વિરામની શક્યતાઓ: યુદ્ધ વિરામ થવા પર ટ્રમ્પ આર્થિક લાભ આપવા તૈયાર.
14. વૈશ્વિક માર્કેટમાં ડિલ ન થવા પર અસર: અમેરિકામાં વ્યાજદર ઘટાડાની શક્યતા, ટ્રેડ વૉર, ગ્રાહકોના વલણ, મોંઘવારી હજુ અસર પહોંચાડતા રહેશે. જોખમ થોડું ઘટ્યું. એકંદરે મામૂલી સકારાત્મક.
15. વૈશ્વિક માર્કેટમાં ડિલ ન થવા પર અસર: એકંદરે માર્કેટ સ્થિર રહેશે. વધુ પ્રતિબંધો ન આવવાના કારણે માર્કેટ અને અર્થતંત્ર સ્થિર થશે.
16. ટેરિફનું ભવિષ્ય: ધમકી તો હતી, પરંતુ નવા ટેરિફ નથી. વૈશ્વિક ટ્રેડ જૈસે થે સ્થિતિમાં રહેશે.
17. વ્યૂહાત્મક મુદ્દા: સૈન્ય તાકાતનું પ્રદર્શન જેમકે F-22, B-2, F-35 થવાથી અમેરિકાએ તાકાત અને વાતચીત બન્નેનું પ્રદર્શન કર્યું. બન્ને વિકલ્પો ખુલ્લા તેવો સંકેત આપ્યો.
18. ડિલ ન થવા પર "ગંભીર પરિણામો" માટેની પુતિનને આપાયેલ ધમકીથી ટ્રમ્પની પીછેહઠ. વૈશ્વિક રાજકારણ માટે મોટું સકારાત્મક.
19. આગળના વાટાઘાટો અને યુદ્ધ વિરામની શક્યતાઓ ખુલ્લી રખાઈ. સકારાત્મક.
20. મૂડ અને સમયગાળો: બેઠકનો મૂડ મક્કમ રહ્યો. પુતિને ઈતિહાસની બન્ને દેશો વચ્ચેની સામ્યતાની વાત કરી, ટ્રમ્પે પરસ્પર સન્માનની વાત કરી.
21. સમાપન: તાત્કાલીક કોઈ મોટી એક્શન નહીં. અલાસ્કાની બેઠક પરસ્પર ગાઢ સંબંધોનું પ્રદર્શન કરનરી રહી. આવનાર સમય માટે સારા ભવિષ્યની આશા ઉભી થઈ.
અમદાવાદ પ્લેન દુર્ઘટના સૌથી મોટા સમાચાર
મૃત્યુ આંક 245 થી વધુ હોવાનું સત્તાવાર રીતે બહાર આવ્યું
ચાર મેડિકલ સ્ટુડન્ટના પણ મોત
21 મેડિકલ સ્ટુડન્ટ 44 વ્યક્તિ થયા ઘાયલ*
*ઘાયલોમાં ચારથી પાંચ વ્યક્તિ ગંભીર
50 મૃતદેહના થયાપોસ્ટમોર્ટમ
ડીએનએ ટેસ્ટ માટે 102 વ્યક્તિના લેવાયા બ્લડ સેમ્પલ
ડીએનએ રિપોર્ટ આવતા ત્રણથી ચાર દિવસ લાગશે
હાલની પરિસ્થિતિને તેમજ છેલ્લી સૂચનાઓને ધ્યાને લઈ જામનગરમાં આજે તા.૧૦-૦૫-૨૦૨૫ના રોજ લાગુ કરવામાં આવેલ બ્લેકઆઉટ રદ્દ કરવાની જાહેરાત કરતા જિલ્લા કલેક્ટરશ્રી
જામનગરવાસીઓને તકેદારીના ભાગરૂપે સાવચેતી અને સલામતી જાળવવા તથા જરૂર જણાયે જિલ્લા કંટ્રોલરૂમનો સંપર્ક કરવા કલેક્ટરશ્રીની અપીલ
રાજકીય મતભેદ કોઈપણ હોઈ શકે પણ રાષ્ટ્ર પ્રથમ હોવું જોઈએ.
ઓવૈસીના માથે તિરંગા વાળો સાફો…
સાથે ભરોસો વ્યક્ત કરે છે કે પીએમ મોદી પાકિસ્તાન પર કઠોર કાર્યવાહી કરશે અને દાખલો બેસાડશે.
#IndiaPakistanTensions | #IndiaPakistanWar | #IndiaPakistan | #Owaisi
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક સાથે ત્રણ ભરતીની જાહેરાત.. 824 અધિક મદદનીશ ઈજનેર. 513 વર્ક આસિસ્ટન્ટ અને 105 પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ની થશે ભરતી. @tv13gujarati
આપણું પૃથ્વી પરનું જીવન ખૂબ જ ટૂંકુ છે. આપણે અનેક વાર અહીં આવીને ગયા. પણ આપણને એ કશું જ યાદ નથી...
એક જ વ્યક્તિ અલગ અલગ જનમમાં અલગ અલગ રોલમાં હોય. ક્યારેક મિત્ર, તો ક્યારેક ભાઈ, ક્યારેક પતિ તો ક્યારેક પત્ની...
આ વખતે પ્રજ્ઞા મારી પત્ની બનીને આવેલ...
આજે અમારા લગ્નના ૭ વર્ષ પૂર્ણ થયા...
હું સંપૂર્ણ આસ્વસ્થ છું કે તે હાલ જયાં છે ત્યાં ખૂબ આનંદમાં છે.
૭ વર્ષ પહેલાનો એ સમય યાદ કરું છું ત્યારે પ્રજ્ઞાની હિંમત પર મને ખૂબ જ માન ઉપજે છે.
અમારા લવ મેરેજ થયેલ. એ જર્નાલિસ્ટ હતી. Etv થી તેની કારકિર્દી શરૂ થયેલ. બાદમાં તે અનેક ટીવી ચેનલ સાથે જોડાયેલ.
ગુરુની શોધમાં હું હિમાલયની યાત્રા કરીને આવેલો ને એ પછી અમે પહેલીવાર મળેલા.
પહેલી જ મુલાકાતમાં મેં તેને હિમાલયની યાત્રા વિશે અને યોગીઓ વિશે ઘણું બધું કહેલ.
ત્યારે હું કશું જ નહોતો. ના સરકારી કર્મચારી હતો કે ના અધિકારી. તો પણ તે કોઇ પણ શરત વગર તેણે મારો સ્વીકાર કરેલો.
એક વાર મિત્રો સાથે અમે ઝાંઝરી ધોધ પર ન્હાવા ગયેલ. એ વખતે બાજુમાં જ ઊંડો ઘુનો હતો. અને તેણે સતત મારો હાથ પકડી રાખેલ. કે મને કાંઈ ના થાય. ત્યારે બીજા દિવસે મારા મિત્રએ કહેલ કે " તુ આની સાથે જ લગ્ન કરજે. એ જીવનભર તારી કેર કરશે. એના વર્તનમાં એ સ્પષ્ટ દેખાઈ આવે છે" એ મિત્ર સાચો નીકળ્યો. આજે જીવનની એ પળો યાદ કરું છું ત્યારે એ શબ્દો વારંવાર મારા કાને પડે છે.
લગ્નની જ્યારે વાત આવી ત્યારે તેણે ઘરે સ્પષ્ટ રીતે કહી દીધેલ કે " હું લગ્ન તો વિવેક સાથે જ કરીશ ! તમે હા પાડો કે ના પાડો. અને તે જ મને તેના ઘરે લઈ ગયેલ. મેં તેના મમ્મી પપ્પા સામે તેના જ ઘરે લગ્નનો પ્રસ્તાવ મૂકેલ. ને કહેલ કે " પ્રજ્ઞા સિવાય મને બીજું કાંઈ ન જોઈએ. સામાજિક રીતરિવાજ મુજબ પણ મને એક પણ વસ્તુ કે પૈસા ના આપવા એ મારી શરત છે " થોડી આનાકાનીના અંતે તેઓ લગ્ન માટે રાજી થયેલ.
૧૮-૩-૧૮ ના રોજ ગિરનારની ગોદમાં આર્યસમાજ જૂનાગઢ ખાતે શાસ્ત્રોકત વિધિ સાથે અમારા લગ્ન થયેલ.
એ વખતે મારુ ડેપ્યુટી કલેક્ટર તરીકેનું રિઝલ્ટ આવી ગયેલ આને મારુ પ્રથમ પોસ્ટિંગ પોરબંદર ખાતે હતું. એ છોકરી સ્વેચ્છાએ અમદાવાદમાં દિવ્યભાસ્કરની પોતાની નોકરી છોડીને મારી સાથે પોરબંદર આવવા નીકળી પડી અને તેનું જીવન જાણે મારી આધ્યાત્મિક યાત્રામાં એક સહ-પ્રવાસીનું બની રહ્યું. જાણે એ મને માર્ગ બતાવવા જ આવેલ.
તે હંમેશા મને "દોસ્ત" તરીકે જ સંબોધતી.
આજે ફરી ફરી ફ્લેશબેકમાં જઈને એ ઘટનાઓ અને સંવાદો સાંભળું છું ત્યારે સમજાય છે કે અનેક શાસ્ત્રો કે પુસ્તકો વાંચીને, અનેક લોકોને મળીને જે હું થોડું ઘણું જાણી શક્યો એ એનામાં પહેલેથી ઈનબિલ્ટ જ હતું...આધ્યાત્મિક જગતની બધી વાતો તેને સહજ જ લાગતી. હું ઘણીવાર કોઈ પુસ્તકતની વાત તેને કહું તો તે કહેતી " આ તો મને ખબર જ છે "
નવસારી વખતે તેને કેન્સર ડિટેક્ટ થયેલ. જ્યારે બાયોપ્સીનો ફાઈનલરિપોર્ટ આવેલ અને મેં બપોરે તેને કહ્યુ કે "તને મોટા આંતરડાનું કેન્સર છે" ત્યારે તેના ચહેરા પરની એક રેખા પણ બદલાઈ નહોતી. એ ચહેરો મને આજે પણ યાદ છે. એણે પૂર્ણ સ્વસ્થતા સાથે કહેલ કે "જેવી ઈશ્વરની ઇચ્છા"
અને પછી અમે ટ્રીટમેન્ટમા ફેઝમાં આગળ વધેલ.
કેન્સરની એ ભયંકર યાતના વખતે હંમેશા તે કહેતી કે મને મૃત્યુનો જરા પણ ડર નથી. મારી જીવનમાં કોઈ જ ઈચ્છા નથી. અરે ! એ વખતે એ સ્થિતિમાં પણ તેં મારી ચિંતા કરતા તેના જ પરિવારને કહેતી કે આ માણસને સાચવજો, એના બીજા લગ્ન કરાવી દેજો. " અરે ! દેવી ! તું કોણ હતી એ કદી સમજી જ ના શક્યો ? જાણી જ ના શક્યો ! "
ટ્રીટમેન્ટ વખતે કોઈ ડોકટર કહેતા કે ત્રણ મહિના તો કોઈ કહેતા કે છ મહિના જ છે તમારી પાસે. આમ છતાં એનામાં ગજબની હિંમત હતી. પહેલા દિવસથી લઈને અંતિમ શ્વાસ સુધી તેના જીવન જીવવામાં કોઈ જ ફરક આવેલ નહીં. એ જ હિંમત અને એ જ ખુમારીથી છેલ્લે સુધી જીવી. બીમારી બાદ એ ૨ વર્ષ જીવી. એના દૃઢમનોબળથી...
છેલ્લા શ્વાસ સુધી એનામાં ખુમારી ધબકતી મેં જોઈ છે.
તેનું નામ " પ્રજ્ઞા" ખરેખર તેના પિતાએ કોઇ દીર્ઘ દ્રષ્ટિથી જ રાખ્યું હશે.
મને તો લાગે છે પ્રજ્ઞા વેદોના ઋષિની કોઈ મરમી જ્ઞાની કન્યા જ હશે !
એક પતિ અને સાથી તરીકે મને હંમેશા તેના પર ગર્વ છે.
~ વિવેક ( ૧૮-૩-૨૫ , મંગળવાર )
#Marriageannivarsary #પ્રજ્ઞા #life #marriage