આદરણીય મોદીજી ₹7689 કરોડના ખર્ચે તૈયાર થયેલ વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના બે મહત્વપૂર્ણ પેકેજ( VI અને VII) રાષ્ટ્રને સમર્પિત કરશે.. જેનાથી ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે હાઈ-સ્પીડ ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા અને આર્થિક કનેક્ટિવિટી વધશે.
#SuratNavsarjanParv
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી માર્ગ, ઊર્જા અને ઔદ્યોગિક ક્ષેત્રે ₹18,800 કરોડથી વધુના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે.
#SuratNavsarjanParv
સોમનાથ વિરાસતના 75 વર્ષ
સોમનાથ મંદિરના અમૃતપર્વ દરમિયાન 11મી મેના રોજ મંદિરના શિખર પર 11 તીર્થોના જળથી શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે કુંભાભિષેક કરવામાં આવશે.
#SomnathVirasatK75Varsh
સોમનાથ વિરાસતના 75 વર્ષ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના 11મી મે 2026ના રોજ પુનઃ નિર્માણના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ નિમિત્તે "સોમનાથ અમૃતપર્વ-2026"નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવ પાંચ દિવસ સુધી ચાલશે.
#SomnathVirasatK75Varsh
સોમનાથ વિરાસતના 75 વર્ષ
અનેક હુમલા બાદ પણ શાન સાથે લહેરાતી સોમનાથ મંદિરની ધજા ભારતીયોના ખમીર, સનાતનની શક્તિ અને સંસ્કૃતિના પુનરુત્થાનનું પ્રતીક છે.
#SomnathVirasatK75Varsh
સોમનાથ વિરાસતના 75 વર્ષ
અદભુત સંયોગ કહો કે સનાતનનું સત્... સોમનાથ સ્વાભિમાન પર્વ અને સોમનાથ અમૃત મહોત્સવ બંને પાવન અવસર 2026ના એક જ વર્ષમાં આવ્યા. જે ભારતીયો માટે ગૌરવનો વિષય છે.
#SomnathVirasatK75Varsh
સોમનાથ વિરાસતના 75 વર્ષ
સોમનાથ અમૃત મહોત્સવના પવિત્ર અવસરે 51 ભૂદેવો પાંચ દિવસ સુધી અતિરુદ્રના પાઠ કરશે તથા ત્રણ દિવસ હોમાત્મક મહારુદ્ર યજ્ઞ ચાલશે. જે જનજનમાં હકારાત્મકતા અને ઊર્જાનો સંચાર કરશે.
#SomnathVirasatK75Varsh
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનું મંદિર સનાતન ધર્મની અડગ શક્તિ અને અનંત આસ્થાનું જીવંત પ્રતીક છે.
આઝાદી બાદ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો દ્રઢ સંકલ્પ લીધો હતો, જેના પરિણામે આ ભવ્ય મંદિરનું પુનર્નિમાણ શક્ય બન્યું છે.
શ્રી સોમનાથ મહાદેવ મંદિરની પુન:પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે તા. 8 મે થી 11 દરમિયાન "સોમનાથ અમૃત પર્વ"ની ઉજવણી કરવામાં આવી રહી છે.
આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી આ ઉજવણીમાં સહભાગી થશે.
આ એક ઐતિહાસિક આધ્યાત્મિક ક્ષણ છે. સોમનાથ મંદિર પર પહેલીવાર 90 મીટર ઉંચા શિખર પર માનનીય મોદીજી 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરશે.
અતિરુદ્ર પાઠ અને વૈદિક મંત્રોચ્ચાર, મહારુદ્ર યજ્ઞમાં આહુતિ, ભારતીય વાયુસેનાની "સૂર્યકિરણ" ટીમ દ્વારા વિશેષ એર શૉ તેમજ અસંખ્ય શ્રદ્ધાળુઓની આસ્થાથી આ ઉજવણી ભવ્ય અને દિવ્ય બનશે.
જય સોમનાથ.