આ ખાતરમાં 19% નાઇટ્રોજન, 19% ફોસ્ફરસ અને 19% પોટાશ હોય છે, જેથી પાકને જરૂરી મુખ્ય પોષકતત્વો આ એકજ ખાતર માંથી મળી રહે છેે, ઉપરાંત આ ખાતરની ખૂબ ઓછા જથ્થામાં જરૂર પડે છે અને પાણીમાં દ્રાવ્ય હોવાથી છંટકાવ અને ડ્રિપ ઇરીગેશન એમ બંને રીતે વાપરી શકાય છે, પરિણામ પણ ખૂબ સારું મળે છે #wsf
ખેડૂતમિત્રો, પાકના સંતુલિત વિકાસ માટે જરૂર છે સંતુલિત ખાતરની, યુરિયા અને ડી.એ.પી ખાતર પૂરતા સીમિત ન રહેતા કાર્યક્ષમ અને ઉપયોગમાં ખુબજ સરળ એવા "વોટર સોલ્યુબલ ફર્ટિલાઈઝર" એટલેકે પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય ખાતર વાપરીએ અને ખેતીખર્ચ, સમય અને શક્તિ બચાવીએ, આવુંજ એક ખાતર એટલે 19 : 19 :19
ગુટી કલમના લાભો
🔸ટૂંકા સમયમાં નવો છોડ તૈયાર થાય છે.
🔸માતૃ વૃક્ષના સારા ગુણો નવા છોડમાં જળવાઈ રહે.
🔸બીજથી ઉગાડેલા છોડની તુલનામાં વહેલી ઉપજ.
તો ચાલો, આપણે પણ આપણા નજીકમાં રહેલ ફળઝાડ પર આ રીતે કલમ કરી નવું વૃક્ષ તૈયાર કર્યાનો આનંદ મેળવીએ.
#Grafting#Gardening#Fruitplant#Plant
🍋 આપણે નર્સરી માંથી લાવેલા ફળઝાડ ખૂબ વહેલા ફળ આપે છે, આવા ફળઝાડ આપણે જાતેજ તૈયાર કરી શકીએ છીએ.
તો ચાલો ગુટી કલમની કળા શીખીએ અને આપણા ઘર, બગીચા કે વાડીના ઝાડમાંથી ટૂંકા સમયમાં નવા અને ગુણવત્તાયુક્ત છોડ તૈયાર કરીએ. ..Show More
ગુટી કલમ : ડાળીમાંથી નવું વૃક્ષ બનાવવાની સરળ કળા
ગુટી કલમ એ એવી અસરકારક બાગાયતી પદ્ધતિ છે, જેમાં ઝાડની એક સ્વસ્થ ડાળીને મૂળ ઉત્પન્ન કરાવીને ટૂંકા ગાળામાં નવું છોડ તૈયાર કરવામાં આવે છે.
આ પદ્ધતિ ગુણવત્તાયુક્ત અને માતૃ વૃક્ષ જેવા ગુણ ધરાવતા નવા ઝાડ સરળતાથી તૈયાર કરી શકાય છે.
🌿 iKhedut Portal પર ખેતીવાડી વિભાગની નવી સહાય યોજના શરૂ
કપાસ પાકમાં સંકલિત વ્યવસ્થાપન અને ક્લોઝ સ્પેસિંગ ટેક્નોલોજી માટે ખેડૂતોને ઇનપુટ સહાય મળશે.
🔹 ICM યોજના (90x60 સે.મી) માટે ₹14,000 સુધી સહાય
🔹 CST યોજના (90x30 સે.મી) માટે ₹27,000 સુધી સહાય
કપાસની ખેતી કરતા ખેડૂતો હવે દિવેલાની ખેતી તરફ વળ્યા છે, દિવેલા એટલે કે એરંડા એ કુદરતી વિષમ પરિસ્થિતિમાં પણ સારું એવું વળતર આપતો નફાકારક પાક છે, હવે ખેડૂતો દિવેલાને કપાસનો મજબૂત વિકલ્પ ગણી રહ્યા છે, ચાલુ ચોમાસુ સીઝનમાં તમે પણ દિવેલાની ખેતી કરી નફાની આ તક ગુમાવતા નહીં.
ટ્રેક્ટર માન્ય કંપનીનું અને માન્ય મોડલનીજ ખરીદી કરવી, તમામ સાધનિક કાગળો અને સાધનની ચકાસણી બાદ લાયક લાભાર્થીઓને 1 લાખ રૂપિયાની સહાય સીધીજ બેંક ખાતામાં જમાં કરવામાં આવે છે.
🚜 ટ્રેક્ટર સહાય યોજના – મહત્વપૂર્ણ સૂચના
જે ખેડૂતમિત્રોને ખેતીવાડી વિભાગની ટ્રેક્ટર ખરીદી માટે પૂર્વ મંજૂરી મળી ગઈ છે, તેમણે પૂર્વ મંજૂરી મળ્યાની તારીખથી 2 મહિનાની અંદર ટ્રેક્ટરની ખરીદી કરી જરૂરી સાધનિક કાગળો ઓનલાઈન અપલોડ કરી ફાઇલ જમા કરવી ફરજિયાત છે.
ખેડૂતમિત્રો, ગામના નમૂના નં. 6, 7 , 8- અ, 12 નંબર વગેરે ડિજિટલ સહી વાળા પ્રમાણિત નમૂનાઓ ઘરબેઠા મોબાઇલથી મેળવી શકાય છે, આપ આ નમૂનાઓ અહીં આપેલ રીતે ખૂબ સરળતાથી મેળવી શકશો અને આપનો સમય પણ બચશે.