અમેરિકામાં પ્રેસિડેન્ટ ટ્રમ્પ જ છે, વ્હાઇટ હાઉસ પણ એ જ છે, પણ હવે ટ્રમ્પ જે ઇચ્છે એ બધું કરી શકે એવું નહીં રહે.
કેમ?
કારણ કે અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની પોતાની પાર્ટી બંને ગૃહોમાં હારી ગઈ છે. ડેમોક્રેટ્સે હાઉસ અને સેનેટ ��ંનેમાં બહુમતી મેળવી લીધી છે.
અને આ વખતે ટેક્સસમાં પણ બાજી પલટાઈ ગઈ. ટેક્સસમાં 38 વર્ષ પછી પહેલીવાર ડેમોક્રેટ ઉમેદવાર US Senateની ચૂંટણી જીત્યો છે.
હવે સવાલ એ છે કે ટ્રમ્પ તો હજુ પણ અમેરિકાના પ્રેસિડેન્ટ છે, તો પછી આ ચૂંટણીથી એમની સત્તામાં શું ફરક પડવાનો?
આ સમજવા માટે અમેરિકાની સિસ્ટમ થોડી સમજવી પડશે.
આપણે ત્યાં લોકસભા અને રાજ્યસભા છે, એવી જ રીતે અમેરિકામાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ ���ે. આ બંનેને મળીને કોંગ્રેસ કહેવામાં આવે છે.
હવે અત્યાર સુધી આ બંને ગૃહોમાં ટ્રમ્પની પાર્ટીની બહુમતી હતી.
એટલે ટ્રમ્પ કોઈ કાયદો લાવવા માગે, કોઈ નવી પોલિસી લાગુ કરવા માગે કે સરકારના ખર્ચા માટે પૈસા મંજૂર કરાવવા માગે, તો પોતાની પાર્ટીનો સાથ મળતો હતો.
પણ હવે ગેમ પલટાઈ ગઈ છે..
જાન્યુઆરી 2027થી બંને ગૃહોમાં ડેમોક્રેટ્સની બહુમતી હશે.
એટલે હવે ટ્રમ્પ ��ોઈ બિલ લાવશે તો ડેમોક્રેટ્સ તેની સામે વાંધો ઉઠાવી શકે છે, તેને અટકાવી શકે છે. અને ડેમોક્રેટ્સ પોતાનું બિલ લાવશે તો ટ્રમ્પ તેને Veto પણ કરી શકે છે.
મતલબ કે હવે બંને પક્ષોએ એકબીજા સાથે કામ કરવું પડશે.
હવે આની સૌથી મોટી અસર ક્યાં પડશે?
પૈસાના મામલે!
અમેરિકામાં સરકાર ક્યાં કેટલા પૈસા ખર્ચશે, એના માટે કોંગ્રેસની મંજૂરી બહુ મહત્ત્વની છે.
એટલે ટ્રમ્પને ઈરાન યુદ્ધ માટે વધારે પૈસા જોઈએ, ઇઝરાયેલને ફંડિંગ આપવું હોય કે મિલિટરીનો ખર્ચ વધારવો હોય, તો હવે ડેમોક્રેટ્સને સાથે લીધા વગર કામ કરવું સહેલું નહીં રહે.
અને આ વાત ઈરાનના મામલે વધારે રસપ્રદ બની જાય છે.
યાદ છે, ફેબ્રુઆરીમાં ટ્રમ્પે ઈરાન સામે લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી?
એ પછી જૂનમાં કોંગ્રેસનાં બંને ગૃહોએ અમેરિકન સૈન્યને ઈરાનની લશ્કરી કાર્યવાહીઓમાંથી પાછું ખેંચવાની દરખાસ્ત પણ પસાર કરી હતી.
પણ ટ્રમ્પે એ નિર્ણય સ્વીકાર્યો નહો��ો અને યુદ્ધ ચાલુ રહ્યું.
હવે વિચારો, એ વખતે બંને ગૃહોમાં ટ્રમ્પની પાર્ટીની બહુમતી હતી. હવે બંને ગૃહોમાં ડેમોક્રેટ્સની બહુમતી હશે.
એટલે તેઓ યુદ્ધ માટેનું વધારાનું ફંડિંગ રોકવાનો પ્રયાસ કરી શકે છે, સરકાર પાસે જવાબ માગી શકે છે અને ટ્રમ્પની યુદ્ધની નીતિ સામે તપાસ પણ કરી શકે છે.
જોકે અહીં એક વાત સમજવી જરૂરી છે.
ડેમોક્રેટ્સ જીત્યા એટલે ટ્રમ્પના હાથ બંધાઈ ગયા એવું નથી.
અમેરિકાના પ્રેસિડેન��ટ પાસે સૈન્યને આદેશ આપવાની સત્તા હજુ પણ છે. અને કોંગ્રેસ કોઈ બિલ પસાર કરે તો ટ્રમ્પ તેને Veto કરી શકે છે.
એ Vetoને ઉથલાવવા માટે પણ બંને ગૃહોમાં બે-તૃતીયાંશ બહુમતી જોઈએ.
એટલે ડેમોક્રેટ્સ પાસે બહુમતી છે, પણ દરેક નિર્ણયમાં તેમની જ ચાલશે એવું પણ નથી.
તો આખરે આ ચૂંટણીથી શું બદલાયું?
ટ્રમ્પ જાન્યુઆરી 2029 સુધી પ્રેસિડેન્ટ રહેશે. તેમની ખુરશી ગઈ નથી.
પણ હવે તેમની સામે કોંગ્રેસમાં વિરોધ પક્ષની બહુમતી હ��ે.
પહેલાં ટ્રમ્પની સરકાર અને કોંગ્રેસ બંને જગ્યાએ તેમની પાર્ટીનું વર્ચસ્વ હતું. હવે એવું નહીં રહે.
તો આવી બધી નાની-મોટી બાકાજીકી ચાલી રહી છે.. ભેરુ..