મેઘધનુષ્ય સેવા ટ્રસ્ટ વડાલી દ્વારા આયોજિત અંબાજી જતા પદ યાત્રીઓ માટે શરૂ કરેલ મફત મેડિકલ કેમ્પ ની મુલાકાત લઇ પદયાત્રીઓને પ્રાથમિક દવાઓ આપવાનો સેવાનો અવસર મળ્યો
આદરણીય શ્રી રત્નાકરજીને ગુજરાત, દીવ, દમણ, દાદરા અને નગર હવેલી પ્રદેશના સંગઠન મહામંત્રી તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી મળવા બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.
આપના સંગઠનાત્મક અનુભવ, સમર્પણ અને નેતૃત્વ હેઠળ પ્રદેશ સંગઠન નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે અને સંગઠન વધુ સશક્ત બને તેવી શુભેચ્છાઓ.
ભાવભીની અને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ
સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના મા.પ્રશાસક તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી આદરણીય શ્રી પ્રફુલભાઈ પટેલ સાહેબના ધર્મપત્ની,પૂજ્ય શ્રીમતી ભાવનાબેન પ્રફુલભાઈ પટેલના દુઃખદ અવસાનના સમાચાર હૃદયને અત્યંત વ્યથિત અને સ્તબ્ધ કરનાર છે
સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના ધર્મપત્ની શ્રીમતી ભાવનાબેન પટેલના અવસાનના સમાચારથી દુઃખ થયું. વર્ષોથી આ પરિવાર સાથે મારો નિકટનો પરિચય અને ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે.
આ દુઃખની ઘડીમાં હું પરિવારજનોને હૃદયપૂર્વક સાંત્વના પાઠવું છું અને પરમાત્મા સ્વર્ગસ્થ આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું.
ૐ શાંતિ….!!!