Kutiyana | Dy.Collector/Dy.DDO(G.A.S.) | Currently Serving as a Dy.Collector & SDM,Dhoraji | RTs,Likes and Follows aren’t endorsed. | Views are Personal.
આજરોજ જામકંડોરણા તાલુકાનાં સોડવદર ગ્રામ પંચાયત ખાતે સામાન્ય દફતર તપાસણી અંતર્ગત મહેસૂલી રેકર્ડની તપાસણી કરવામાં આવી, સસ્તા અનાજની દુકાનની તપાસણી કરી તથા PM પોષણ કેન્દ્રની તપાસણી કરી તથા ઉજળા ખાતે PM પોષણ કેન્દ્રની તપાસણી કરવામાં આવી.
ધોરાજી શહેરમાં ખૂબ લાંબા સમયથી વોર્ડ નંબર-૫ માં પીવાના ચોખ્ખાં પાણીની સમસ્યા બાબતે ગત તાલુકા સ્વાગતમાં પ્રશ્ન આવતાં ખૂબ જ મોટી ટીમો ઉતારી અને પાણી લીકેજ શોધી અને નગરપાલિકા મારફત આ પ્રશ્નનું નિરાકરણ લાવેલ છે.
#SWAGAT
આજરોજ પ્રાંત કચેરી, ધોરાજી ખાતે ધોરાજી તાલુકાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો જે અંતર્ગત દબાણ, રોડ રસ્તા, સીટી સર્વે વગેરે જેવાં વિષયો પર પ્રશ્નો સાંભળી અને હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.
#SWAGAT
આજરોજ જામકંડોરણા તાલુકાનાં ઉજળા અને બંધિયા ગામની પ્રાથમિક શાળા ખાતે PM પોષણ કેન્દ્રની તપાસણી કરી,બંધિયા ગ્રામ પંચાયત ખાતે Appendix-A Form અંતર્ગત મહેસૂલી રેકર્ડની તપાસણી કરી તથા જામકંડોરણા ગામની સસ્તા અનાજની દુકાનની તપાસણી કરી.
આજરોજ CHC,મોટીમારડ ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજવામાં આવી અને દર્દીઓ માટે ઘટતી સુવિધાઓ, PMJAY ક્લેઈમ વગેરે બાબતોની ચર્ચા કરી તથા પીપળીયા પ્રાથમિક શાળા અને ધોરાજીની પ્રાથમિક શાળા ખાતે PM પોષણ કેન્દ્રની તપાસણી કરવામાં આવી.
આજરોજ ઉપલેટા તાલુકાનાં પાનેલી મોટી અને ધોરાજી તાલુકાનાં ઝાંઝમેર ગામે યોજાયેલ જનકલ્યાણ શિબિરમાં હાજરી આપી અને લાભાર્થીઓ સાથે સંવાદ કરી પ્રશ્નોનો નિકાલ કર્યો તથા પાનેલી મોટી ગામે પ્રાથમિક શાળા ખાતે PM પોષણ કેન્દ્રની તપાસણી કરી.
આજરોજ ધોરાજી તાલુકાનાં છાડવાવદર ગ્રામ પંચાયત ખાતે સામાન્ય દફતર તપાસણી અંતર્ગત મહેસૂલી રેકર્ડની તપાસણી કરવામાં આવી તથા ભોલગામડા પ્રાથમિક શાળા ખાતે PM પોષણ કેન્દ્રની તપાસણી કરવામાં આવી.
આજરોજ ઉપલેટા તાલુકાનાં ખીરસરા ગામ ખાતે Appendix-A Form અંતર્ગત મહેસૂલી રેકર્ડની તપાસણી કરી, ઉપલેટા શહેરની સસ્તા અનાજની દુકાનની તપાસણી કરી, SDH-ઉપલેટા ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજવામાં આવી તથા ઉપલેટા શહેર ખાતે બની રહેલ મહેસૂલ ભવનની મુલાકાત લઈ કોન્ટ્રાક્ટરને જરૂરી સૂચના આપી.
આજરોજ ધોરાજી શહેરની શાળા નં.14 અને શાળા નં.5 ખાતે PM પોષણ કેન્દ્રની તપાસણી કરી, ધોરાજી શહેરમાં આર.કે.છતાણી અને ડી.પી.નાજકાણી સસ્તા અનાજની દુકાનોની તપાસણી કરી તથા મામલતદાર કચેરી ખાતે મહેસૂલી ગામ ધોરાજી-૬ નું Appendix-A ફોર્મ અન્વયે મહેસૂલી રેકર્ડની તપાસણી કરી.
આજરોજ જામકંડોરણા મામલતદાર કચેરી ખાતે તાલુકા ફરિયાદ સમિતિ અને તાલુકા સંકલન સમિતિની બેઠક બોલાવી અને પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો તથા CHC, જામકંડોરણાની રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજી અને દર્દીઓને વધુ સુવિધાઓ કેમ આપી શકાય તે અંગે ચર્ચા અને ખર્ચના હિસાબો અંગેની ચર્ચા કરવામાં આવી.
આજરોજ ધોરાજી પ્રાંત કચેરી અને ઉપલેટા તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપલેટા અને ધોરાજી તાલુકાની તાલુકા સંકલન સમિતિ અને ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવેલ અને આ તકે ચૂંટાયેલા પ્રતિનિધી દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નો હલ કરવામાં આવ્યો અને આંતર વિભાગો વચ્ચેનાં સંકલન અંગેના મુદ્દાઓ હલ કર્યા.
ધોરાજી તાલુકાનાં ભોળા ગામનાં સરકારી ખરાબાનાં સર્વે નંબર 4 પૈકી 8/પૈકી 3ની કુલ ચો.મી. 9438 જમીન પર કુલ બે દબાણદારો દ્વારા અલગ-અલગ જગ્યાએ ખેતીલાયક દબાણ કરવામાં આવેલ હતુ જે દબાણ ખુલ્લુ કરવામાં આવેલ છે તેની બજાર કિંમત આશરે રૂ.50 લાખ થાય છે.
ધોરાજી સબ ડિવીઝન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સંદર્ભે આજરોજ ઉપલેટા નગરપાલિકાનાં ભવાનીનગર વિસ્તારમાં રહેતા અનેક ગુનામાં આરોપી એવા ઉમેશ મકવાણા નામનાં શખ્સનું વોકળા પર કરવામાં આવેલ અનધિકૃત દબાણ નિયમોનુસાર પ્રક્રિયા બાદ આ દબાણ ઉપલેટા નગરપાલિકા મારફત દૂર કરાવવામાં આવ્યું.
ભાયાવદર પોલીસ સ્ટેશન અને ભાયાવદર પોલીસ સ્ટેશનનાં તાબા નીચે આવતી ઢાંક આઉટપોસ્ટ અને પાનેલી મોટી આઉટપોસ્ટની વાર્ષિક તપાસણી કરવામાં આવી અને જરૂરી સંક્ષિપ્ત સૂચનો સંલગ્ન થાણા અમલદારશ્રીને આપવામાં આવ્યા.વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા જાળવવા સતત પેટ્રોલિંગ,હદપારની દરખાસ્તો વગેરે સૂચનો કર્યા.
ધોરાજી તાલુકાનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભોલગામડા ગામનાં ખેડૂતનાં રસ્તા પર થયેલ દબાણનાં પ્રશ્ન બાબતે નિયમો મુજબ કાર્યવાહી કરી દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરાવવામાં આવેલ છે.
#SWAGAT
જામકંડોરણા તાલુકાનાં પુરવઠા ગોડાઉનની સામાન્ય તપાસણી કરવામાં આવી અને ગોડાઉન મેનેજરને જરૂરી સૂચનાઓ આપવામાં આવી તથા ચિત્રાવડ ગામે પોલીસ આઉટ પોસ્ટની સામાન્ય વાર્ષિક તપાસણી હાથ ધરવામાં આવી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
"Success Story of SWAGAT"
અરજદારશ્રી દ્વારા તેઓના રહેણાંક વિસ્તારમાં ખરાબ રસ્તા અને રસ્તા પર અકસ્માત ટાળવા માટે નિયમોનુસાર સ્પીડ બ્રેકર બાબતની રજૂઆત હોય આ બાબતે માર્ગ અને મકાન(સ્ટેટ) દ્વારા આ બાબતનું નિરાકરણ થયેલ હોય છે જે બાબતે તેઓનાં પ્રશ્નનું હકારાત્મક નિવારણ થયેલ છે.
"Success Story of SWAGAT"
અરજદારશ્રી દ્વારા તેઓના રહેણાંક વિસ્તારની આજુબાજુ સફાઈ બાબતે ફરિયાદ આવતાં નગરપાલિકા, ધોરાજીએ નિયમિતપણે સફાઈ કરેલ છે અને જરૂર જણાયે વેસ્ટ વનરેબલ પોઇન્ટ નક્કી કરી અને દૈનિક સફાઈ કરેલ છે જે બાબતે તેઓનાં પ્રશ્નનું હકારાત્મક નિવારણ થયેલ છે.