General Secretary, BJP Karamsad City | Social Worker | Committed to the vision of PM @narendramodi & CM @Bhupendrapbjp. Serving the land of Sardar Patel. 🇮🇳
સાંસદ મિતેશભાઇ પટેલે માનનીય પ્રઘાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે મન કી બાતમાં “કેચ ધ રેઇન” અભિયાન વિશે કરેલી વાત અંગે ન્યૂઝ ચેનલ સાથે સાધેલા સંવાદની એક ઝલક !!
રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરવા બદલ મુખ્યમંત્રીશ્રી સાહેબ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. આ મહત્વપૂર્ણ નિર્ણયથી ખેડુતો ને વિશાળ રાહત મળશે. આપનો આ પ્રયાસ રાજ્યના સર્વાંગી વિકાસ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.
ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.
આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.
કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.
રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું.
આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે.
અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.
भारत वर्ष के मान. रेल मंत्री आदरणीय श्री अश्विनी वैष्णव जी के साथ संसद के मॉनसून सत्र के दौरान संसदीय क्षेत्र के विकास परियोजनाओं पर चर्चा की।
गंभीरा ब्रिज बंद होने से कई नागरिकों को रोजगार और शिक्षा के लिए आवागमन में परेशानी हो रही है, केंद्रीय रेल मंत्री के समक्ष रेलवे लाइन शुरू करने का प्रस्ताव रखा गया और कहा गया कि यदि रेल सेवा फिर से शुरू होती है तो नागरिकों को समय और लंबी दूरी की यात्रा में राहत मिलेगी। साथ ही आणंद रेलवे स्टेशन की सुविधाएं बढ़ाने पर भी चर्चा हुई।
@AshwiniVaishnaw ji
ભારતીય રાજનીતિના ચાણક્ય, દેશના યશસ્વી કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી આદરણીય શ્રી અમિતભાઇ શાહ સાહેબનું શ્વેત નગરી આણંદમાં ભાવભર્યું સ્વાગત છે. @AmitShah
ગુજરાત સ્થાપના દિવસના આ ગૌરવપૂર્ણ અવસરે રાજ્યના નાગરિકોને મારી હાર્દિક શુભકામનાઓ…
ગુજરાતે, તેની આગવી સંસ્કૃતિ, ઉદ્યોગસાહસિકતાની ભાવના અને ગતિશીલતાને કારણે એક વિશિષ્ટ ઓળખ ઊભી કરી છે અને, રાજ્યના નાગરિકોએ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું છે.
રાજ્ય પ્રગતિની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરતું રહે એ જ અભ્યર્થના.