વિકાસ સપ્તાહ – આરોગ્યના નવા માઇલસ્ટોન તરફ!
રાજ્યભરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શરૂ થનાર વિશેષ ઝુંબેશ
માતૃઆરોગ્ય, હૃદય આરોગ્ય, પોષણ, માનસિક સ્વાસ્થ્ય અને એન.સી.ડી. નિયંત્રણ આ ઝુંબેશનો હેતુ દરેક ઘર સુધી આરોગ્યની પહોંચ, દરેક નાગરિક સુધી સ્વસ્થતાનો સંદેશ!
#vikassaptah
પ્રા.આ.કે. સુમરાસર શેખની ટીમો દ્વારા H2H એન્ટી લાર્વલ એક્ટીવીટી
તમારા વિસ્તારમાં સ્વચ્છતા રાખો, પાણીનો ભરાવો અટકા��ો અને લાર્વા વિરોધી પ્રવૃત્તિઓને ટેકો આપો.
સાથે મળીને, આપણે મચ્છરજન્ય રોગો શરૂ થાય તે પહેલાં જ તેને રોકી શકીએ છીએ.
#AntiLarvalActivity
આજે ભુજ તાલુકાના કુનરીયા તથા ઢોરી ગામ ની મુલાકાત લેવામાં આવેલ. જેમાં ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા અ��ે CHC સેન્ટરની મુલાકાત લીધી. તેમજ SHG બહેનો સાથે સંવાદ કરવામાં આવ્યું.
@GujDCoffice @crdgujarat1 @InfoGujarat
"રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ "અંતર્ગત તમામ શાળા આંગણવાડી તેમજ શાળાએ ન જતાં બાળકો(1 થી 19 વર્ષ સુધીના )ને કૃમિનાશક ગોળી આલબેન્ડાઝોલ નો ડોઝ આપવામાં આવ્યો.બાળકો ને તેના વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.કૃમિમુક્ત બાળક સ્વસ્થ બાળક.
પ્રા.આ.કે-સુમરાસર(શેખ)
પ્રા.આ.કે સુમરાસર ના તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિર ના ��ામોમાં વરસાદ પછી પાણીજન્ય રોગચાળા ને રોકવા માટે તમામ મેન પાણી ન સંપ ખાતે સુપર ક્લોરીનેશન ની કામગીરી કરવામાં આવી.
AAM ઝૂરા મા વાડી વિસ્તાર ( સોલાર પ્લાન્ટ) મા કામ કરતા મજૂર વર્ગ ના લોકો ની મુલાકાત કરવામા આવી , જેમા ANC ની મુલાકાત લઈ તેને તમામ આરોગ્ય સેવાઓ આપવામાં આવી તથા નાના બાળકોને વિટામિન-એ તથા કૃમિનાશક ની ગોળી આપવામાં આવી , સાથે મલેરિયા ની કામગીરી કરવામાં આવી.
પ્રા.આ.કે સુમરાસર ના AAM Sumrasar-2 મા મહેશ્વરીવાસ માં આવેલ Very High Risk Anc Mother જેમનુ વજન 42 kg થી ઓછુ છે તેની વિઝીટ કરી તેમને પોષણકીટ નુ વિતરણ કરવામા આવ્યુ .
આજરોજ AAM સુમરાસર 1&2 અને કુનરીયા ખાતે 20 ઓગસ્ટ વિશ્વ મરછર દિવસ ની ઉજવણી કરવામાં આવી.જેમાં મરછર ��ું જીવનચક્ર, ઉદભવતા રોગો,સાવચેતી ના પગલા જેવી બાબતો નું દયાન રાખવું સાથે પોરા નિર્દેશન બતાવી અને મેલેરિયા,ડેન્ગ્યુ,ચિકનગુનિયા વિશે સોશ્યિલ મીડિયા ના માધ્યમ થી આરોગ્ય શિક્ષણ આપ્યું.
આજ રોજ તા ૦૩/૦૭/૨૦૨૫ ના રોજ પ્રા.આ.કે. સુમરાસર શેખ હેઠળના તમામ સબ સેન્ટર હેઠળના અલગ-અલગ 12 સ્થળોએ કેમ્પ નું આયોજન કરી કુલ મળીને 551 PMJAY કાર્ડ બનાવવામાં આવ્યા....
કેમ્પ ને સફળ બનાવવામાં તમામ સ્ટાફ અને આશાઓ તેમજ સ્થાનિક આગેવાનો નો પૂરતો સાથ સહકાર રહેલ....
ટીમ- સુમરાસર શેખ🏥
જૂન માસ મેલેરિયા વિરોધી માસ અંતર્ગત આજ રોજ પ્રા.આ.કેન્દ્ર સુમરાસર ના કોટાય ગામ માં મેલેરિયા નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રા.આ.કે ના મેલ સુપરવાઇઝર,ગામ ના આગેવાનો અને આરોગ્ય સ્ટાફ હાજર રહ્યા હતા.સાથે NFSA કાર્ડ ધારકો ના PMJAY કાર્ડ બનાવામાં આવ્યા..
#ટીમ_સુમરાસર 🏥
આજરોજ પ્રા.આ.કે સુમરાસર ની અંદર આવતા ��ામ કૂનરિયા,ખેંગારપર,લોરીયા,લોડાઈ અને સુમરાસર ની શાળા પ્રવ��શોત્સવ માં આરોગ્ય સ્ટાફ ની હાજરી અને અને બાળકોને કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
જૂન માસ મેલેરિયા વિરોધી માસ અંતર્ગત પ્રા.આ.કેન્દ્ર સુમરાસર ના લોડાઈ ગામ માં મેલેરિયા નિદાન કેમ્પ નું આયોજન જેમાં ગામના સરપંચ,ગામ ના આગેવાનો અને આરોગ્ય સ્ટાફ દ્વારા દીપ પ્રાગટય કરી કેમ્પ માં લોકો ને વાહક જન્ય રોગો વિશે સમજણ આપવામાં આવી,લોહીના નમૂના તપાસ સાથે PMJAY કાર્ડ બનાવ્યા
આ કેમ્પ માં લોકો ને વાહક જન્ય રોગો વિશે સમજણ આપવામાં આવી,પત્રિકા વિતરણ કરવામાં આવી અને પોરાભક્ષક માછલી નિર્દેશન પણ રાખવામાં આવ્યું.તાવ ના કેશો નું લોહી ચેક કરી સ્થળ ઉપર જ નિદાન કરવામાં આવ્યું , સાથે ટીમ ���્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ તથા પોરા નાશક કામગીરી કરવામા આવી.
ટીમ_સુમરાસર
જૂન માસ મેલેરિયા વિરોધી માસ અંતર્ગત આજ રોજ પ્રા.આ.કેન્દ્ર સુમરાસર ના ઝુરા ગામ માં મેલેરિયા નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ગામના સરપંચ, પ્રા.આ.કે સુમરાસર ના મેડિકલ ઓફિસર,મેલ સુપરવાઇઝર,ગામ ના આગેવાનો અને આરોગ્ય સ્ટાફ દ્વારા દીપ પ્રાગટય કરી કેમ્પ ને ખુલ્લું મુકાયું હતું