��હેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનભાગીદારી થકી બાળકોને પૌષ્ટિક તત્વોથી સભર 'તિથિ ભોજન' આપવાની અનોખી પહેલ રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અર્થપૂર્ણ બનાવે છે.
'તિથિ ભોજન' જેવા કાર્યક્રમો સમાજને વધુ મજબૂત અને સ્વસ્થ બનાવે છે તેમજ બાળકોમાં પોષણ અને પરંપરા બાબતે જાગૃતિ ફેલાવે છે.
મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના અનુસંધાને તકેદારીના ભાગરૂપે આંગણવાડી કેન્દ્રો, શાળાઓ, કોલેજો તથા શૈક્ષણિક પ્રવૃતિઓ આવતીકાલે તા.8 સપ્ટેમ્બર, 2025ના રોજ બંધ રાખવાનો નિર્ણય જિલ્લા વહીવટી તંત્ર, મહેસાણા દ્વારા લેવામાં આવેલ છે, જે વિદિત થવા વિનંતી છે.
@CMOGuj@revenuegujarat@infomahesanagog
આજરોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025 નો શુભારંભ કરાવશે, ત્યારે આવો, આ અવસરે આપણે સૌ સૂચિત હેશટેગ સાથે મહત્તમ પોસ્ટ કરીએ અને જિલ્લાના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને પણ #ShalaPraveshotsav2025
ગુજરાતમાં 22 વર્ષ પહેલા શરૂ થયેલ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની પહેલ આજે સાર્થક બની છે. તેનાથી રાજ્યના શિક્ષણ સ્તરમાં ગુણવત્તાકીય રીતે મોટો સુધારો થયો છે અને પ્રત્યેક બાળક માટે ઉત્તમ શિક્ષણ સુલભ બન્યું છે. #ShalaPraveshotsav2025
શિક્ષિત ગુજરાત, દીક્ષિત ગુજરાત, વિકિસત ગુજરાત
ગુણવત્તાયુક્ત શિક્ષણના સથવારે બાળકોના જીવન ઘડતર અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સજ્જ છે ગુજરાત
આગામી તા.26, 27 અને 28મી જૂન દરમિયાન રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો થશે શુભારંભ
#ShalaPraveshotsav2025
વર્ષ 2003 માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી @narendramodi જીએ ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ કાર્યક્રમ શરુ કરાવ્યો હતો. આ અભિયાનની સફળતાથી શિક્ષણમાં આમૂલ સુધારા આવ્યા છે અને ગુજરાત દેશનું રોલમોડલ બન્યું છે. #ShalaPraveshotsav2025
ઉત્સવ... બાળકના સર્વાંગી વિકાસનો...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્��માં સમગ્ર રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ...
#ShalaPraveshotsav2025