અપેક્ષા જેટલી સુહ્રદભાવ નું ખંડન કરે છે એવી કોઈ ચીજ કરતી નથી..ને એ અપેક્ષા કાઢી નાખવી હોય તો મ��રપુરુષ ના જીવન ને ��ીડા માં ડૂબવું પડે. અપેક્ષા નીકળી જાય તો આત્મીયતા સહજ પ્રગટી જાય - પ. પ. પ્રબોધજીવન સ્વામીજી
જીભ જયારે બહાર નીકળે ત્યારે પ્રારબ્ધ ઉભું કરે.. સારું બોલો તો સારું પ્રારબ્ધ ઉભું કરે અને ખરાબ બોલે તો ખરાબ..એટલે થાય એટલે ભજન અજ કરવું - પ. પ. પ્રબોધ સ્વામીજી #vaani#bhajan
તમારું અંગત પ્રિય પાત્ર હોય એક. તમારું કોઈ કામ કર્યું હોઈ બે. જેના થી કામ થવાનું છે ત્રણ. કોઈ સામાન્ય વ્યક્તિ છે ચાર. એથી બિલો નોર્મલ વ્યક્તિ છે પાંચ. પાંચેય ની તરફ તમારી વાણી ના બદલાય એનું નામ મ-૧૩. - પ. પ. હરિપ્રસાદ સ્વામીજી #M13#vaani
જ્યાં સુધી દેહભાવ હશે ત્યાં સુધી બ્રહ્મભાવ પ્રગટવાનોજ નથી. ગમ્મે તેટલું બોલ્યા કરીએ ને..હું અક્ષર છું ગુણાતીત છું અક્ષરબ્રહ્મ છું. દેહભાવ થી પાર થવું પડે, ઊંઘ ને આળસ ઉડાડવા પડે, સેવા માં ગરજ પ્રગટાવી પડે. શું જોઈએ સેવા માં? ગરજ જોઈએ. - પ. પ. પ્રબોધ સ્વામીજી #dehbhav#bhramhbhav
ભગવાન નું પ્રિય પાત્ર એટલે?
ભગવાન ના દિલ નો ટુકડો - કેહતા કે ગુણાતીત બનાવવા છે.
ભગવાન નું પ્રિય પાત્ર એટલે?
1. જગત પર પગ મૂકી ને ચાલે.
2. લોક વાહલો ના રાખે.
3. ભગવાન સિવાય કોઈ અપેક્ષા ના રાખે
આપણેને એવા બનાવવા છે. -
પ. પ. પ્રબોધ સ્વામીજી