પહેલા પહેલા આપણને જેનામાં બહુ રસ લાગે છે,
થોડા દિવસો સાથે ગાળો તો એ બોગસ લાગે છે...
દુઆ કરું છું પ્રભાત ઉગે જલદી ત્યાં દિવાળીનુ,
જેની જેની આંખોમાં કાયમ કાળીચૌદશ લાગે છે...
@DeepakMeghani ખૂબ નફરત હશે તો પ્યાર પણ હશે,
દુઃખની પીડા, સુખનો અહંકાર પણ હશે.
શંકા કરતા રહેવું સમયની શાંતિ પર,
મ્યાન મળી છે ત્યાં તલવાર પણ હશે.
- સુરેશ "શ્વાસ"