देश के माननीय गृह एवं सहकार मंत्री आदरणीय श्री @AmitShah जी से शिष्टाचार भेंट कर विभिन्न राज्यों के मध्य नदियों के जल के न्यायसंगत एवं समन्वित वितरण से जुड़े विषयों पर आगामी बैठकों के संदर्भ में सार्थक चर्चा एवं विचार-विमर्श किया।
દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ ગંભીર છે. સુરત, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં તંત્ર સંપૂર્ણ ક્ષમતા સાથે રાહત અને બચાવ કામગીરીમાં કાર્યરત છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પણ પરિસ્થિતિ અંગે સતત ચિંતિત છે અને રાજ્ય સરકારને જરૂરી સૂચનાઓ આપી છે.
મારી સૌને અપીલ છે કે રેડ એલર્ટને ગંભીરતાથી લો, અત્યંત જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળો અને કોઈપણ પ્રકારનું જોખમ ન લો. જ્યાં શક્ય હોય ત્યાં પોતાની સુરક્ષાનું ધ્યાન રાખીને એકબીજાને મદદરૂપ થજો.
આ કટોકટીના સમયમાં આપણી અને આપણા પરિવારની સુરક્ષા સર્વોપરી છે. સાવચેત રહો, સુરક્ષિત રહો અને તંત્રને સહયોગ આપો.
મારા પુત્ર જીજ્ઞેશનો પુત્ર અને મારો પૌત્ર રણવીર એની મસ્તીમાં છે, એના બાળપણમાં અમે સૌ અમારું બાળપણ માણી રહ્યા છીએ-એની નાની નાની આંખોમાં વસે છે અમારા આખા ઘરની ખુશી !
આજે મુંબઈથી સુરત તરફની યાત્રા દરમિયાન વંદે ભારત એક્સપ્રેસમાં નવસારીથી માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી પણ જોડાયા.
આ પ્રસંગે ગુજરાતના સર્વાંગી વિકાસ, જનકલ્યાણને વધુ વેગ આપતા વિવિધ વિષયો તેમજ રાજ્યના ઉજ્જ્વળ ભવિષ્ય અંગે ચર્ચા થઈ.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનાં નેતૃત્વમાં ઝડપી, આરામદાયક અને આધુનિક રેલ સેવાઓ વિકસિત ભારત તરફ થયેલા મંડાણનું મજબૂત ઉદાહરણ છે.
माननीय प्रधानमंत्री श्री @narendramodi सर के दूरदर्शी नेतृत्व में आज जल जीवन मिशन 2.0 के अंतर्गत राष्ट्रीय जल जीवन मिशन, पेयजल एवं स्वच्छता विभाग, जल शक्ति मंत्रालय एवं केंद्र शासित प्रदेश लद्दाख के बीच MoU पर हस्ताक्षर किए गए।
मुझे विश्वास है कि यह साझेदारी लद्दाख के ग्रामीण क्षेत्रों में सुरक्षित, नियमित एवं सतत नल जल आपूर्ति को सुदृढ़ करने के साथ-साथ जल स्रोतों के संरक्षण, जल गुणवत्ता प्रबंधन तथा दीर्घकालिक जल सुरक्षा सुनिश्चित करने की दिशा में अहम भूमिका निभाएगी।
इस अवसर पर केंद्र शासित प्रदेश लद्दाख के माननीय उपराज्यपाल श्री विनय कुमार सक्सेना जी मौजूद रहें। केंद्रीय जल शक्ति राज्य मंत्री श्री वी. सोमन्ना जी, लद्दाख प्रशासन तथा पेयजल एवं स्वच्छता विभाग के वरिष्ठ अधिकारी उपस्थित रहे।
Warm birthday greetings to Union Minister Shri CR Paatil Ji. His dedicated efforts towards strengthening water management and advancing the vision of Har Ghar Jal are helping improve the lives of countless citizens. Wishing him a long, healthy and fulfilling life in service of the nation.
@CRPaatil
What a magnificent victory! 🇮🇳
Heartiest congratulations to the World Champion #TeamIndia for their remarkable triumph in the T20 World Cup.
The team’s exceptional performance, unwavering determination and outstanding display of teamwork throughout the tournament have brought immense pride and glory to the nation.
Congratulations to the entire team for making every Indian proud.
#T20WorldCup #INDvNZ
અનિષ્ટનું દહન, અસત્યનું દહન, અધર્મનું દહન…..
દશેરાનાં પાવન અવસર નિમિત્તે લિંબાયત ઉત્સવ સમિતી અને યુથ ફોર ગુજરાત દ્વારા યોજાયેલા રાવણ દહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અસત્ય પર સત્યનાં અને અધર્મ પર ધર્મનાં વિજયને વધાવવાનો અવસર સાંપડયો. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી, સૌને દશેરાનાં પર્વની શુભેચ્છાઓ પાઠવી.
આજે આપણાં સૌનાં લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનો જન્મ દિવસ છે. આજે દેશભરમાં વિવિધ સેવાકીય કાર્યો દ્વારા પ્રધાનમંત્રી શ્રીનો જન્મદિવસ ઉજવાશે-વિશ્વભરમાં જો કોઇ નેતાનો જન્મદિવસ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થકી ઉજવાતો હોય તો એ માત્ર આપણાં નરેન્દ્રભાઇનો છે-સૌ કાર્યકર્તાશ્રીઓ, નાગરિકોને ખૂબ મોટી સંખ્યામાં સેવા પખવાડિયાની વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાવા અપીલ કરું છું-કારણ કે જનસેવા એ આપણાં પ્રધાનમંત્રીશ્રીનો સંકલ્પ છે !
#SevaPakhwada2025
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનાં દુખદ નિધનથી ખૂબ વ્યથિત છું, એમનાં નિધનનો સ્વીકાર મુશ્કેલ છે !
એમનો સૌમ્ય, સરળ અને સંવેદનશીલ સ્વભાવ સદાય સ્મૃતિમાં રહેશે, ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે એમણે કરેલા વિકાસકાર્યો અને ભારતીય જનતા પાર્ટીનાં પાયાનાં કાર્યકર્તા તરીકે એમણે કરેલા સેવાકાર્યો ક્યારેય વિસરાશે નહીં !
ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે ગુજરાતનાં સર્વાંગી વિકાસને એમણે વધુ મજબૂત બનાવ્યો, એમનાં દુખદ નિધનથી ભારતીય જનતા પાર્ટીને-ગુજરાતને મોટી ખોટ પડી છે !
ઇશ્વર એમનાં દિવંગત આત્માને શાંતિ પ્રદાન કરે અને પરિવારજનો તેમજ એમનાં સમર્થકોને આ દુખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના!!
ઓમ શાંતિ 🙏
વિજયભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મારે તેમની સાથે ઘનિષ્ઠતાથી કામ કરવાનું થયું હતું. તેઓએ ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવવા ઘણા પગલાં હાથ ધર્યાં હતા જેમાં 'ઈઝ ઑફ લિવિંગ' એ નોંધપાત્ર છે. તેઓની સાથે થયેલ મુલાકાતો અને ચર્ચા હંમેશાં યાદ રહેશે.
સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના…
ૐ શાંતિ...!!
તેઓને સોંપાયેલ દરેક ભૂમિકામાં, તે પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોય કે રાજ્યસભાના સાંસદ તરીકેની હોય, પ્રદેશ ભાજપના પ્રમુખની હોય કે પછી રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રી તરીકેની હોય, તેઓએ દરેક વખતે એક અનોખો ચીલો ચાતર્યો હતો.
વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા. એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબે અમદાવાદની અતિ દુખદ વિમાન દુર્ઘટનાનાં સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લઇ-બચાવ અને રાહત કામગીરી અંગે સમીક્ષા કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન પાઠવ્યા.
અમદાવાદમાં એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન ક્રેશ થઇ જવાની ઘટના ખૂબ દુખદ છે. આ દુર્ઘટનાથી ખૂબ વ્યથિત છું !
ભારતીય જનતા પાર્ટીનાં તમામ કાર્યકર્તાશ્રીઓને રાહત કાર્યમાં જોડાવા અને સૌ પીડીત પરિવારોને શક્ય એટલી તમામ સહાય કરવા અપીલ કરું છું.
સૌ શોકગ્રસ્ત પરિવારજનોને આ કપરી પરિસ્થિતિ સહન કરવાની ઇશ્વર શક્તિ બક્ષે અને ઇજાગ્રસ્તો ખૂબ ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના કરું છું!