જો કોઈ પૂછે કે, જિંદગીમાં શું મળ્યું? ને શું ગુમાવ્યું? તો બિન્દાસથી કહેજો કે, જે ગુમાવ્યું તે મારુ ક્યારેય હતું જ નહીં અને જે મળ્યું છે તે ભગવાનની મહેરબાનીથી મળ્યું છે..!!
વૃક્ષ પર નવા પાન આવવા માટે પાનખરની ધીરજ રાખવી પડે છે,
સાહેબ, જીવનમાં પણ સારા દિવસો લાવવા માટે ખરાબ દિવસો સામે લડવું પડે છે. ⏳🌿
હિંમત ન હારો, તમારો સમય પણ આવશે.
#KeepGoing#વિચારોનું_વંટોળ 🌺
પ્રગતિ એટલી થઈ, કે હજારો માઈલ દૂર રહેલી વ્યક્તિને જોઈને વાત કરી શકાય છે અને પતન પણ એટલું થયું છે, કે નજીક રહેલી વ્યકિતની તકલીફ કે પીડા જોઈ શકતાં નથી. શુભ સવાર 🙏🏻
હસતા રહો... ખુશ રહો... ને દિલને કહો... I am fine બાકી દુનિયાને કાંઈ પડી નથી કે... તમે ખુશ છો કે દુઃખી... નાની એવી જિંદગીએ બહુ મોટી વાત શીખવાડી દીધી. સંબંધ બધાથી સારો રાખો પણ આશા કોઇથી નહીં.