આજરોજ તા.૧૩/૦૮/૨૦૨૨ ના રોજ રા.અ.પો.દળ. જુથ-૧૫ મહેસાણા ના અધિકારી/કર્મચારી દ્વારા ગ્રામદત્તક યોજના અંતર્ગત દત્તક લીધેલ સુરજ ગામમાં હર ઘર તિરંગા તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલ.
આજ રોજ તા.૧૨/૦૮/૨૦૨૨ ના રોજ રા.અ.પો.દળ. જુથ-૧૫ મહેસાણા ના અધિકારી/કર્મચારી દ્વારા ગ્રામદત્તક યોજના અંતર્ગત દત્તક લીધેલ દિવાનપુરા ગામમાં હર ઘર તિરંગા તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યુ
અત્રેના જુથ-૧૫ ઓ.એન.જી.સી. મહેસાણા ખાતે આજ રોજ જુથના પરિસર માં સિવિલિયન કર્મચારી તથા પોલીસ અધિકારી /કર્મચારીઓ દ્વારા ઉત્સાહભેર નવીન છોડ વાવી ઉત્તમ કાર્ય કરેલ..
આંતરરાષ્ટ્રીય મહીલા દિવસ નિમીતે જુથ-૧૫ HQ ખાતે પોલીસ લાઈનની મહીલાઓને અલગ-અલગ પ્રકારની રમતોમાં ભાગ લેવડાવેલ. અને તેઓના આરોગ્ય અંગેની સમજણ મેડીકલ ઓફીસરશ્રીએ આપેલ.
તા.૧૧/૧૦/૨૦૨૧ ના રોજ રાજ્ય અનામત પોલીસ દળ જુથ-૧૫ ખાતેના દત્તક લીધેલ ગામ દિવાનપુરા ખાતે સેનાપતિશ્રી ના માર્ગદર્શન હેઠળ કંપની કમાન્ડરશ્રીએ અને મેડીકલ ઓફિસરશ્રીએ સાથે મળી મેડીકલ કેમ્પનું આયોજન કરેલ અને જરૂરી દવાઓવિના મુલ્યે આપેલ હતી. એક સેવાયજ્ઞ કરેલ અને કાર્યક્રમ ને સફળ બનાવેલ હતો
માસ ઓક્ટોમ્બરમાં તા.૦૪/૧૦/૨૦૨૧ થી તા.૧૦/૧૦/૨૦૨૧ સુધી અત્રેના જુથ-૧૫ ની કચેરીઓ, પોલીસ લાઇન અને તમામ કંપનીની કચેરીઓમાં સેનાપતિશ્રી અને ના.પો.અધિ.શ્રી નાઓના માર્ગદર્શન હેઠળ તમામ કંપનીના અધિકારીઓ તેમજ તમામ પોલીસ જવાનોએ સાથે મળી સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમોનું આયોજન કરેલ.
આજરોજ તા. ૦૫/૧૦/૨૦૨૧ ના અત્રે રાજ્ય અનામત પોલીસ દળ જુથ -૧૫, ઓ.એન.જી.સી. મહેસાણા ખાતે જુથ-૧૫ ના કચેરી અને પોલીસ લાઇનમાં સેનાપતિ શ્રી બળદેવ દેસાઇ અને ના.પો.અધિ. શ્રીઓએ સાથે મળી સ્વચ્છતા જાગૃતિ અભિયાન અને અમૃત વન મહોત્સવ હેઠળ વૃક્ષા-રોપણનુ આયોજન કરેલ
રાજ્ય લેવલની રમત-ગમત સ્પર્ધાનું રાજ્યના પોલીસ વડાએ આયોજન કરેલ હતુ જે પૈકી Annual આર્મ્ડ યુનિટ ટ્રોફી અંતર્ગત આંતર જુથ વોલીબોલ ટુનામેન્ટનું આયોજન જુથ-૧૫ ખાતે થયેલ જેમાં Addl.DGP શ્રી રાજુ ભાર્ગવ નાઓના વરદ હસ્તે જુથ-૧૫ના સેનાપતિશ્રી તથા ટીમ ખેલાડીયોને ટ્રોફી એનાયત કરવામાં આવેલ.
SRP GR 15 ONGC મેહસાણા ખાતે ગુજરાત પોલીસ ની નવીન વેલ્ફેર જોગવાઈઓ અંતર્ગત વેલ્ફેર કાર્યક્રમ માં ગ્રુપ ના ASI જ્યંતિભાઈ ચૌધરી ની દીકરી કૃપલ કે જેને તાજેતર માં MBBS માં એડમિશન મળતા માનનીય DGP સાહેબ દ્વારા મંજુર થયેલ રૂ. 5,00,000/- ની એજ્યુકેશન લોન નો ચેક વેલ્ફર માંથી આપવામાં આવ્યો
**વિશ્વ પર્યાવરણ દિવસ નિમીતે રા.અ.પો.દળ જુથ-૧૫ ઓ.એન.જી.સી મહેસાણા ની અલગ-અલગ કંપનીઓ તથા જુથ હેડક્વાર્ટર ખાતે આજ રોજ અધિ/કર્મચારીઓ દ્રારા વૃક્ષા રોપણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ.**
"પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાણવણી એજ આપણી જવાબદારી"
Shri Dr. HARSH PADHIYAR SIR was given training on the use of medical equipment as well as first aid at S.R.P.F Group-15. Apart from this the soldiers were medically examined for the year 2021
રાજ્ય અનામત પોલીસ દળ જુથ-૧૫ ઓ.એન.જી.સી મહેસાણા ખાતે Covid-19 નુ સંક્રમણ વધે નહી તે હેતુ સર જવાનોને પોસ્ટીક આહાર આપવામાં આવેલ તથા સન બાથા યોગાનુ આયોજન કરવામાં આવેલ....