🚨 VMC ભરતીના સૌથી મોટા સમાચાર! 🚨
જે કહ્યું હતું, એ જ થયું! ✅
🗓️ 13 ઓગસ્ટની અમારી આગાહી 💯% સાચી પડી!
🏢 વડોદરા મહાનગર પાલિકા (VMC)
✍️ પોસ્ટ: જુનિયર ક્લાર્ક
📄 વેઇટિંગ લિસ્ટ થયું ઓપરેટ
🎉 111 ઉમેદવારોને મળી નિમણૂકની તક!
આવી જ સચોટ અને વેરિફાઇડ માહિતી માટે, અમ��ે ફોલો કરો! 👇 ➡️ @dhavalmaru8
#VMC #JuniorClerk #Vadodara #GujaratJobs #BreakingNews #JobAlert
https://t.co/lNVcdIFsHF
આ બજેટ Savings, Investment અને Consumption ને વધારીને અર્થતંત્રમાં ઝડપી વૃદ્ધિ લાવનારું Force Multiplier બજેટ છે.
સામાન્ય રીતે બજેટનું ફોકસ એ વાત પર હોય છે કે સરકારનો ખજાનો કેવી રીતે ભરાય, પણ આ બજેટ તેનાથી સાવ ઉલ્ટુ છે.
આ બજેટમાં નાગરિકોની આવક કેવી રીતે વધે, નાગરિકોની બચત કેવી રીતે વધે અને નાગરિ���ો વિકાસના ભાગીદાર કેવી રીતે બને તેની પર પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
@narendramodi
#ViksitBharatBudget2025
કર્મચારી હિતલક્ષી નિર્ણય:
રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી તથા અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂ. 20 લાખની મર્યાદામાં આપવામાં આવે છે.
કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટી રૂ. 25 લાખની મર્ય���દામાં આપવાનો નિર્ણય કર્યો છે.
આ નિર્ણયનો લાભ તારીખ 1 જાન્યુઆરી, 2024 પછી વય નિવૃત્ત થતા કર્મચારી-અધિકારીઓને મળશે.
સોમનાથ ખાતે આયોજિત રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરના બીજા દિ���સે સરકારી સેવાઓના સુદૃઢીકરણ માટે ડીપ ટેક્નોલોજીના ઉપયોગ તથા AI અને ડેટા એનાલિટિક્સ અંગે જાણકારી મેળવવી ખૂબ રસપ્રદ બની રહી.
આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ હવે ખૂબ વ્યાપક બની રહ્યો છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો 'મન કી બાત' કાર્યક્રમને હવે AI ની મદદથી 23 ભાષાઓમાં સાંભળી શકાય છે, અને ન્યાયાલયોમાં પણ AI નો અસરકારક ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારની યોજનાઓ અને સેવાઓને AI ના માધ્યમથી જરૂરિયાતમંદ લોકો સુધી વધુ અસરકારક રીતે કેવી રીતે પહોંચાડી શકાય તે અંગે આજના સત્રમાં ચર્ચા કરવામાં આવી.
આ ઉપરાંત, આપણા સ્થ���નિક કારીગરોના ઉત્પાદનોને વધુ સારી રીતે વૈશ્વિક બજારોમાં પહોંચાડવા તેમજ યુવાનોને રોજગારીની વધુ સારી તકો આપવામાં પણ AI નો કેવી રીતે ઉપયોગ થઈ શકે તે અંગે ચિંતન કરવામાં આવ્યું.
#ChintanShibir2024
ગુજરાતમાં શહેરોનો સુઆયોજિત વિકાસ થાય અને શહેરીજનોના ‘ઈઝ ઓફ લિવિંગ’માં અભિવૃદ્ધિ થાય તેવા ઉદ્દેશ્ય સાથે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શ��ેરી વિકાસ યોજના અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકા તેમજ જસદણ, હાલોલ, વિરમગામ, પારડી, વેરાવળ, પાટણ, કરમસદ, ઉમરગામ, બિલીમોરા, બોટાદ, પોરબંદર-છાયા, ચોરવાડ, ટંકારા, વાઘોડિયા સહિત 14 નગરપાલિકામાં વિકાસના વિવિધ કામો માટે રૂ. 254 કરોડના કામોને મંજૂરી આપી.
આ કામો અંતર્ગત, આઈકોનિક બ્રિજ, લેક બ્યુટિફિકેશન, લેન્ડસ્કેપિંગ જેવા નગરોની આગવી ઓળખના કામો, આઉટગ્રોથ વિસ્તાર વિકાસ અને ખાનગી સોસાયટી જનભાગીદારીના કામો, ભૂગર્ભ ગટર, પાણી પૂરવઠા, સીસી રોડ, સ્ટ્રીટલાઈટ સહિતના વિવિધ કામો હાથ ધરાશે.
@deepakrajani123 દિપક સર તમે આજ સુધી કોઈ ખોટા સમાચાર આપ્યા નથી તો આજ કેમ આવા સમાચાર આપ્યા કે ફિક્સ પગાર માં 5 વર્ષ માંથી 3 વર્ષ થઇ શકે છે યાર હૂતો ખુશ થઇ ગયો હતો કેમ કે તમારું ટ્વિટ કરેલ��ં કોઈ દિવસ ખોટું ના હોય આજે તમે પણ ખોટા padya🥲🥲🥲
રાજ્યના શહેરી વિસ્તારોના રસ્તાઓને ચોમાસા દરમિયાન થતું નુકસાન નિવારી આવા રસ્તાઓના રિસરફેસીંગ તથા રીપેરીંગ માટે કુલ રૂ. ૧૦૦ કરોડની રકમ 'સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના'માંથી ફાળવવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યમાં ચોમાસા દરમિયાન ભાર�� વરસાદને કારણે શહેરોના રસ્તાઓને થયેલું નુકસાન દુરસ્ત કરવા નગરપાલિકાઓ પોતાનું આગોતરું આયોજન અત્યારથી જ હાથ ધરી શકે તેવા હેતુસર આ નાણાની ફાળવણી એડવાન્સમાં કરવામાં આવશે.
દુનિયાભરમાં આજના દિવસને ‘વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. સિકલ સેલ એનિમિયા એક જિનેટિક બ્લડ ડિસઓર્ડર છે. આ તકલીફ ધરાવતા વ્યક્તિના રક્તકણો ક્ષતિગ્રસ્ત હોય છે અને દર્દીને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ગુજરાતમાં સામાન્યત: આ રોગ અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટામાં રહેતા આદિવાસી સમુદાયના લોકોમાં જોવા મળે છે. વારસાગત રોગ હોવાના લીધે એ માતાપિતાથી સંતાનોમાં આવે છે. લગ્ન પહેલા યુવક-યુવતી સિકલ સેલની તપાસ કરાવી લે તો આ રોગને ફેલાતો અટકાવવો શક્ય છે.
આવો, આપણે સૌ આ રોગ અંગે જાગૃતિ બની તેને અટકાવવા માટે પ્રતિબદ્ધ બનીએ.
ગુજરાતમાંથી ફિક્સ પે નાબૂદ નહીં થાય પરંતુ ફિક્સ પે ના પગારદારો ને તહેવારો ઉપર રાજ્ય સરકાર આપી શકે છે ખુશ ખબર.. શિક્ષકોની માફક ફિક્સ પે ના પગારમાં વધારો કરવા વિચારણા. રૂપિયા 2000 થી 4000 નો થઈ શકે છે વધારો. રાજ્ય સ���કાર ફિક્સ પે પગારદારોની તરફેણમાં નજીકના ભવિષ્યમાં લઇ શકે છે નિર્ણય
શપથ વિધિ પહેલાં ખરીદ વેચાણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ સવાલ એ છે કે ચૂંટાયેલા ધારાસભ્યો જીતીને બીજા પક્ષમાં પોતાના ફા��દા માટે જાય છે તો તે પ્રજાનું હીત શું કરવાના ?
#પક્ષ_પલટો