તાલુકા પંચાયત કડી ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વાતંત્ર્ય પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી.આ અવસરે અધિકારીશ્રીઓ,કર્મચારીશ્રીઓ,પદાધિકારીશ્રીઓ તથા નાગરિકો તેમજ નાના ભૂલકાંઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિનો માહોલ છવાયો.જય હિંદ 🇮🇳 |વંદે માતરમ્ 🇮🇳#IndependenceDay#HarGharTiranga
શ્રી હાટકેશ્વર મહાદેવની પવિત્ર ભૂમિ વડનગર ખાતે ઉજવાશે ભવ્ય 'શ્રાવણોત્સવ'.
ગુજરાત સરકાર દ્વારા MyGov પ્લેટફોર્મના સહયોગથી આ અવસરે આયોજિત કરવામાં આવેલ વિવિધ થીમ પરની ચાર સાપ્તાહિક રીલ સ્પર્ધામાં આજથી શરૂ થતા બીજા સપ્તાહની થીમ છે 'શ્રાવણોત્સવ @ વડનગર'.
શિવભક્તિ અને કલાશક્તિના આ દિવ્ય સંગમને કેમેરાના ��ેન્સથી જીવંત કરતી શાનદાર રીલ બનાવો અને જીતો આકર્ષક રોકડ ઇનામ..!
આજથી તા.12 ઓગસ્ટ સુધી આયોજિત દ્વિતીય કોમ્પિટિશનમાં ભાગ માટે લેવા ક્લિક કરો :
https://t.co/KzMb3888pC
નાગરિકોને અપીલ : અફવાઓથી દૂર રહો, સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરો..!
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર અને સમગ્ર વહીવટી તંત્ર ભારે વરસાદની પરિસ્થિતિ પર સતત અને સઘન નજર રાખી રહેલ છે તેમજ સમગ્ર તંત્ર રાહત-બચાવ કામગીરી માટે પૂર્ણ રીતે સજ્જ છે.
સર્વે નાગરિકોને નમ્ર વિનંતી છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થતી ભ્રામક અફવાઓથી ગેરમાર્ગે દોરાય નહીં તેમજ સોશિયલ મીડિયા પર આવતી આ પ્રકારની અપ્રમાણભૂત માહિતીને આગળ ફેલાવવી નહીં. આપની એક નાની ભૂલ કે અફવા ભયનું વાતાવરણ ઊભું કરી શકે છે.
આધારભૂત માહિતી માટે ફક્ત સરકારના વિભાગો, વહીવટી તંત્ર કે અન્ય અધિકૃત સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને ન્યૂઝ બુલેટિન પર જ આધાર રાખી, કુદરતી આપદાના સમયે એક જવાબદાર નાગરિક તરીકે તંત્રને સહયોગ આપવા વિનંતી.
કડી તાલુકામાં ભારે વરસાદના પગલે મા. ધારાસભ્યસાહેબશ્રી,TDOશ્રી, મામલતદારશ્રી તથા તાલુકાના પદાધિકારીશ્રીઓ સાથે થોળ, અગોલ, ડરણ અને ખાવડ ગામની સ્થળ મુલાકાત લીધી.
અસરગ્રસ્તો માટે ભોજન તથા અન્ય જરૂરી વ્યવસ્થાઓની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી તેમજ લોકોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવી.
આજ રોજ મા. જીલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા તાલુકાના કરણનગર PHC મુલાકાત તેમજ ડાયાબિટીક બાળકોની હોમ વિઝિટ તેમજ ઈન્દ્રાડ તથા કરણનગર ગ્રા.પંની મુલાકાત લેવામાં આવી.
સરદાર @ 150 યુનિટી માર્ચ રાષ્ટ્રીય પદયાત્રા...
સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતાના સંદેશને જન-જનના હૃદયમાં પુનઃસ્થાપિત કરતી કરમસદથી શરૂ થયેલી રાષ્ટ્રીય પદયાત્રા તા. 6 ડિસેમ્બરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પૂર્ણ થશે...
#Sardar150#Sardar150MEH@CollectorMeh@ddo_mehsana
સુશાસનના સહયોગથી યુવાશક્તિને મળી નવી દિશા...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું દેશનું સ્ટાર્ટઅપ હબ...
#GoodGovernanceGuj#GoodGovernanceMEH