માં અંબેના પાવન ધામમાં સાંજની આરતીનો આ દિવ્ય નજારો! દીવડાના ઝગમગાટ અને માંના તેજસ્વી દર્શનથી મન એકદમ શાંત થઈ ગયું. માં અંબેના આશીર્વાદ સદા આપણી સાથે રહે.
#Ambaji#Gabbar#Jaiambe#Navratri2026#51shktipeeth
નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આદ્યશક્તિપીઠ અંબાજી ધામ ખાતે પધારી મા અંબાના દર્શન-અર્ચન કરી સમગ્ર રાજ્યની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
#BhupendraPatel#Ambaji#Navratri#Gujarat#JaiAmbe
નવરાત્રીના પાવન અવસરે એડિશનલ ચીફ સેક્રેટરી ડો. અંજુ શર્મા (IAS) તથા બનાસકાંઠા એડિશનલ કલેક્ટર તથા શ્રી અરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના એડ્મિનિસ્ટ્રેટર શ્રી કૌશિક એસ. મોદી (GAS) એ શક્તિપીઠ અંબાજી ખાતે પધારી મા આદ્યશક્તિના ભક્તિભાવપૂર્વક દર્શન-અર્ચન કર્યા હતા.
#Ambaji
નવરાત્રીના પાવન અવસરે અંબાજી ખાતે અનંત અંબાણી દ્વારા માઈભક્તોને સાડી અર્પણ કરાઈ. નારીશક્તિના સન્માન અને પાવન વસ્ત્રદાનની આ ક્ષણ સમગ્ર ધામમાં શ્રદ્ધા અને સેવાભાવનો સંદેશ પ્રસરાવી ગઈ.
#Navratri2026#Ambaji#AnantAmbani#Gabbar#51shktipeeth
આદ્યશક્તિપીઠ અંબાજીના સુપ્રસિદ્ધ મોહનથાળ પ્રસાદને 'GI ટેગ' (Geographical Indication) પ્રાપ્ત થવો એ આ નવરાત્રીના પાવન પર્વે સમગ્ર ગુજરાત અને સૌ માઈભક્તો માટે અત્યંત ગૌરવની ક્ષણ છે. મા અંબાના અન્નકૂટ અને પ્રસાદની આ પવિત્ર ગુણવત્તા તથા પરંપરાને વૈશ્વિક ઓળખ મળતાં, આ વર્ષે નવરાત્રીનો આનંદ અને ભક્તિભાવ બેવડાઈ ગયો છે.
#AmbajiPrasad #Mohanthal #Ambaji #Gabbar #51shktipeeth
ભારત સરકારનાં કંટ્રોલર જનરલ ઑફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ તથા GIના રજિસ્ટ્રાર અને કલેક્ટર શ્રી મિહિર પટેલની ઉપસ્થિતિમાં મોહનથાળ પ્રસાદના GI ટેગનું સત્તાવાર પ્રમાણપત્ર 'શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ'ને અર્પણ કરવામાં આવ્યું હતું. @CMOGuj@InfoGujarat
આસો નોરતાના પ્રથમ દિવસે ગિરિરાજ કન્યા મા શૈલપુત્રીના પાવન ચરણોમાં કોટિ-કોટિ વંદન. મા અંબાના આશીર્વાદથી આપના જીવનમાં શ્રદ્ધા, ભક્તિ અને નવી ઊર્જાનો પ્રારંભ થાય તેવી મનોકામના.
#MaaShailputri#NavratriDay1#Ambaji#51shktipeeth#Gabbar
મા આદ્યાશક્તિ શ્રી અંબાજી મંદિરમાં વિધિવત ઘટસ્થાપન સાથે મહાપર્વ નવરાત્રિનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. શ્રદ્ધાળુઓ મા અંબાના ચરણોમાં સીસ નમાવી લીન બની રહ્યા છે. હે મા અંબા, આ પાવન નવરાત્રિ પર સૌ ભક્તોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપજો. જય અંબે!
#Ambaji#Navratri2026 #Ghatsthapana #JaiMaaAmba #AmbajiTemple #51shktipeeth