તાલુકાના ખીજદળ તથા રાણા કંડોરણા ગામની મુલાકાત કરી. મમતા દિવસમાં ચાલતી કામગીરી ચકાસી તથા માતૃ બાળ સેવાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો. વિભાગની વિવિધ યોજનાઓનો પાત્રતા ધરાવતા તમામ લોકોને લાભ મળે તથા ચાંદીપુરા અને વાહકજન્ય રોગ અટકાયત અંગે પેટા કેન્દ્ર ખાતેના સ્ટાફને જરૂરી સુચના આપી.
કચેરી ખાતે તાલુકાના તમામ સ્ટાફની રિવ્યૂ મીટિંગનું આયોજન કરાયું.વિવિધ કામગીરી/યોજનાઓનો તલસ્પર્શી રિવ્યૂ કરાયો.ચાંદીપુરા વાયરસ તથા આગામી સમયમાં ચોમાસાની ઋતુમાં પાણી,વાહકજન્ય રોગચાળા ન ફેલાય તે અંગે કામગીરી કરવા સુચના આપવામાં આવી.આ તકે ADHOશ્રીનું વિશેષ માર્ગદર્શનમાર્ગદર્શન મળ્યું.
પુંજાપરા,રાણા કંડોરણા ખાતે જન કલ્યાણ શિબિરનું તાલુકા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાયું.શિબિરમાં આરોગ્ય વિભાગની PM JAY-MAA,વય વંદના,ABHA,નમો શ્રી જેવી કલ્યાણકારી યોજનાઓની સેવા આપવામાં આવ્યો.લાભાર્થીઓને સ્થળ પર જ સરપંચશ્રી તથા તાલુકા પંચાયત પ્રમુખશ્રીના હસ્તે લાભ આપવામાં આવ્યાં.
જન કલ્યાણ શિબિરમાં આજ રોજ બિલેશ્વર & અમરદળ ખાતે હાજરી આપી.શિબિરના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓ,સેવાઓ નાગરિકો સુધી પહોંચાડવામાં આવી. કચેરી દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવી તેમજ વિવિધ યોજનાઓના પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવી.સ્થાનિક લોકોએ બહોળી સંખ્યામાં શિબિરનો લાભ લીધો
આજરોજ કચેરી દ્રારા રાણાવાવ સ્થિત અમર ફૂડ પ્રોડક્ટ કંપની ખાતે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન દ્રારા #100daycampaign હેઠળ નિક્ષય શિબિર દ્વારા શ્રમિકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવેલું જેમાં એક્સ-રે, સ્પુટમ,બ્લડપ્રેશર,ડાયાબિટીસ,BMI ,હિમોગ્લોબિન ની તપાસ કરવામાં આવેલ.
તાલુકા પંચાયત રાણાવાવ અને પ્રમુખશ્રી દ્વારા શરૂ કરાયેલ જન સેવા કેન્દ્રની મુલાકાત કરી.કેન્દ્ર ખાતેની સેવાઓ વિશે માહિતી મેળવી.કેન્દ્ર ખાતે સરકારની વિવિધ સેવાઓ સાથે ABHA,PMJAY(NFSA),વય વંદના યોજનાનો લાભ પણ આપવામાં આવશે.આ યોજના વિશે હાજર સભ્યશ્રીઓ,કર્મચારીઓ અને નાગરિકોને જાણકારી આપી
ગરમી વધે છે, સાવચેતી પણ વધારવી જરૂરી છે
હીટ સ્ટ્રોક એક ગંભીર સ્થિતિ છે પરંતુ યોગ્ય કાળજી અને સરળ આદતો દ્વારા તેને ટાળી શકાય છે. પૂરતું પાણી પીવો, બપોરના તાપથી બચો અને શરીરને ઠંડું રાખો.
ગરમીમાં સાવચેતી એ જ સુરક્ષા છે.
#sunstroke#sunstrokeawareness#sunstrokeprevention
આજ રોજ તાલુકા હેલ્થ કચેરી રાણાવાવ દ્રારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બિલેશ્વર ના આયુષમાન આરોગ્ય મંદિર ભોદ ખાતે નિક્ષય શિબિર નું આયોજન કરવામાં આવેલ તેમાં લાભાર્થીઓનુ સ્ક્રીનીંગ કરવામાં આવેલ HB BP RBS BMI and X-ray કરવામાં આવેલું
દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું ટીબી મુક્ત ભારત અભિયાન નું સ્વપ્ન સાર્થક કરવા માટે ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત આજરોજ રાણાવાવ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બિલેશ્વરના ખંભાળા ગામે હેન્ડ હેલ્થ એક્સરે મશીન દ્વારા ૮૦ લાભાર્થીના એક્સ રે કરવામાં આવેલ.
આજરોજ રાજ્ય માર્ગ સલામતી મહિના અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને તાલુકા આરોગ્ય કચેરીના સંયુક્ત ઉપક્રમે ટોલનાકા વનાણા ખાતે એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ હતું જેમાં ટોલ પ્લાઝા ના કર્મચારીઓ તેમજ ઘણા રાહદારીઓએ કેમ્પનો લાભ લીધેલ હતો
આજ રોજ રાણાવાવ તાલુકા ના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અધિક્ષકશ્રી ના માર્ગદર્શન હેઠળ MO,વહીવટી,પેરામેડિકલ સ્ટાફની કામગીરી બાબતે સંલગ્ન સ્ટાફની જવાબદારી યોજનાઓ,પ્રોગ્રામ અંગે ચર્ચા કરી જરુરી સુચના અને માર્ગદર્શન આપ્યું.
આજ રોજ THO રાણાવાવ દ્વારા રાણાવાવ તાલુકા phc બિલેશ્વર ના પીપળીયા ગામ માં હાઈરિક ટીબી ના દર્દી ની ગૃહ મુલાકાત કરેલ જેમાં જરૂરી દવા, પોષ્ટિક આહાર & રોગ વિશે વિસ્તૃત માહિતી આપવા માં આવેલ
તાલુકા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા આજ રોજ રાણાવાવ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ચાલતા બાલ સેવા કેન્દ્ર ની મુલાકાત કરવામાં આવેલ તેમજ સ્ટાફ ને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું..