200–250 Grams of Gas Missing from Cylinders? Customer Raises Alarm!
A customer has alleged that LPG cylinders supplied from Shree Gayatri Gas Service in Vadodara’s Sardar Estate contain less gas than the prescribed weight. Customer Prashant Soni claimed that one cylinder was 200–250 grams short, while weighing another 3–4 cylinders allegedly showed similar discrepancies. He raised concerns that if this is happening on a larger scale, thousands of customers could potentially be overcharged. The gas agency operator declined to comment on camera. Will the Supply Department investigate and take action?
ગેસ સિલિન્ડરમાં 200-250 ગ્રામ ગેસ ઓછો? ગ્રાહકનો આક્ષેપ!
વડોદરાના સરદાર એસ્ટેટમાં આવેલી શ્રી ગાયત્રી ગેસ સર્વિસના ગોડાઉનમાંથી મળતા રાંધણ ગેસના બાટલામાં નિયત વજન કરતાં ઓછું ગેસ હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે.ગ્રાહક પ્રશાંત સોનીએ ગેસ બોટલનું વજન કરાવતા આશરે 200થી 250 ગ્રામ ગેસ ઓછો હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ અન્ય 3થી 4 બોટલનું વજન કરાવતા તેમાં પણ ઓછું વજન હોવાનું સામે આવ્યું હોવાનો દાવો કર્યો છે.ગ્રાહકે આક્ષેપ કર્યો કે જો આવી રીતે ગેસ ઓછો આપવામાં આવતો હોય તો મોટી સંખ્યામાં ગ્રાહકો સાથે લાખોની છેતરપિંડી થઈ શકે છે.ગેસ એજન્સીના સંચાલકે કેમેરા સામે આ અંગે કોઈ નિવેદન આપવાનું ટાળ્યું હતું હવે જોવાનું એ છે કે પુરવઠા વિભાગ તપાસ કરી જરૂરી કાર્યવાહી કરશે!
Manav Seva Clinic brings accessible and compassionate healthcare to Vadodara
Manav Seva Clinic, operated by the Smile Foundation, has become a valuable support system for citizens in Vadodara. With rising medical costs, the clinic aims to provide easy and service-oriented healthcare. Free consultations are offered by MD physicians and gynaecology specialists, and patients also receive essential medicines at no cost, giving relief to many low-income families. Physiotherapy services are available for a nominal fee of ₹50. Citizens can visit the clinic at Shri Ram Society, near Dada-Dadi Udyan in Harinagar, Ellora Park. Doctors and organisers have encouraged residents to make timely use of these services for better health. Consulting hours are 5 to 8 p.m. and physiotherapy is available from 3 to 8 p.m.
'માનવ સેવા ક્લિનિક' જનસેવાની અનોખી અને અસરકારક પહેલ
વડોદરા શહેરમાં સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત માનવ સેવા ક્લિનિક આજે સામાન્ય નાગરિકો માટે આશીર્વાદરૂપ બની ગઈ છે.વર્તમાન સમયમાં મોંઘીદાટ આરોગ્ય સારવાર સરળતા અને સેવાભાવે આપવાની પહેલના ભાગરૂપે 'માનવ સેવા ક્લિનિક'ની પહેલ શરુ કરાઈ છે,આ ક્લિનિકમાં એમ.ડી. ફિઝિશિયન અને સ્ત્રીરોગ નિષ્ણાતોની નિ:શુલ્ક સારવાર આપશે.'માનવ સેવા ક્લિનિક'ની ખાસિયત એ છે કે અહીં તપાસ ઉપરાંત જરૂરી દવાઓ પણ દર્દીઓને મફતમાં આપવામાં આવે છે,જે અનેક ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે મોટી રાહત સાબિત થઈ રહી છે.આ ક્લિનિકમાં માત્ર 50 રૂપિયાના નામ માત્ર ખર્ચે ફિઝિયોથેરાપી સેવા પણ આપવામાં આવે છે.આપ તમામ આ અનોખી આરોગ્ય સેવાનો લાભ લઇ શકો છો! આ સેવાનો લાભ લેવા આપે વડોદરા શહેરના ઇલોરાપાર્ક વિસ્તારમાં આવેલ શ્રી રામ સોસાયટી,દાદા દાદી ઉદ્યાનની પાસે, હરિનગર ખાતે જવાનું રહેશે.સેવારત તબીબો અને સંચાલકોએ નાગરિકોને સમયસર સારવાર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ સેવાઓનો લાભ લેવા આહવાન કર્યું છે. કન્સલ્ટિંગ ડોક્ટર સોમવાર થી શનિવારે સાંજના 5 થી 8 સુધી મળશે.જયારે ફીજીઓથેરાપી સેવા બપોરે 3 થી 8 સુધી મળશે.
ગુજરાતનું નવું મંત્રીમંડળ...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મંત્રીશ્રીઓને તેમના વિભાગોની ફાળવણી કરવામાં આવી...
#GujaratCabinet#stateministry#Gujarat#GujaratGovernment
@VMCVadodara@CMOGuj@PMOIndia जहां से CM ओर राजकारणी लोगो की गाड़ी निकलती है अलकापुरी या गोत्री रोड वहां रोड समारकाम ठीक होता है बाकी सब जगह गद्दे है ओर स्पीड ब्रेकर जैसे बड़े बड़े थीगड़ी लगा देती है VMC वो पहले देखो जैसे जेतलपुर रोड की हालत देखो समझ आ जाएगा,ओर वारसीया रोड पर अभी तक रोड नहीं बनाया वो देखो।
Young innovators from Vadodara take robotics to global stage
Two young innovators from Vadodara are proving that age is no measure of talent. 12-year-old Aarav Pandya and 13-year-old Het Upadhyay from a private school have developed a project called “Valet Droid,” a robotic system designed to park cars accurately while saving time and reducing human error. Their project won first place at the WRO Gujarat Regionals and then defeated over 70 teams across India to claim the top spot at WRO India Nationals 2025. Now, these young innovators will represent India at the WRO International 2025 in Singapore, showcasing their talent on a global stage.
બે નાનકડા ઈનોવેટર્સે વિશ્વને બતાવી દીધું છે કે ઉંમર ટેલેન્ટને માપતી નથી!
વડોદરાના નાનકડા ઈનોવેટર્સે ફરી એકવાર શહેરનું ગૌરવ વધાર્યું છે.ખાનગી સ્કૂલના 12 વર્ષીય આરવ પંડ્યા અને 13 વર્ષીય હેત ઉપાધ્યાયે સ્માર્ટ સિટીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેમણે રચેલું પ્રોજેક્ટ 'વેલેટ ડ્રોઇડ'એક એવો રોબોટિક સિસ્ટમ છે, જે કારને ચોકસાઈથી પાર્ક કરી શકે છે અને સાથે જ સમય તેમજ માનવ ભૂલોને બચાવે છે.આ પ્રોજેક્ટ સાથે તેઓએ પ્રથમ WRO ગુજરાત રીજનલ્સ જીત્યા અને ત્યારબાદ WRO ઈન્ડિયા નેશનલ્સ 2025માં દેશભરની 70થી વધુ ટીમોને હરાવીને ગૌરવભેર પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. હવે આ નાનકડા ઈનોવેટર્સ ભારતનું પ્રતિનિધિત્વ કરતાં સિંગાપુરમાં યોજાનારી WRO ઈન્ટરનેશનલ 2025માં ઝળકશે.
Vadodara’s Valour: Colonel Sofia Quraishi Hailed with Brains and Bravery
From classrooms to command rooms, Colonel Sofia Quraishi has charted a journey that blends intellect with valour. Residing from Vadodara, this proud alumna of M.S. University, where she earned her post-grad in Biochemistry. She took the stage and stood at the national forefront – addressed the Army press conference in New Delhi, briefing the country post-India’s precision airstrike on Pakistan. Her roots are steeped in service: raised in a military home, granddaughter of a soldier and wife to an army officer. For Vadodara, it’s more than pride – it’s a salute to a legacy reborn in uniform.
ભારતની નારી શક્તિ કર્નલ સોફિયા કુરેશી વડોદરાના
પાકિસ્તાન પર ભારતે કરેલી એર સ્ટ્રાઇક બાદ નવી દિલ્હીમાં સેનાની પત્રકાર પરિષદને સંબોધન કરનાર કર્નલ સોફિયા કુરેશી વડોદરાના છે,જે વડોદરા માટે ગૌરવની વાત એ છે કે સોફિયા મૂળ વડોદરાના છે અને અહીંની એમ.એસયુમાંથી બાયો કેમેસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. કર્નલ સોફિયા કુરેશી દાદા પણ આર્મીમાં હતા.તેમનો ઉછેર સેના વચ્ચે થયો હતો તેમના પતિ પણ સેનામાં અધિકારી છે.
🛑 સુગર કંટ્રોલ માં ના રહેતું હોય અને વધ ઘટ કરતું હોય એવા ડાયાબીટીસ ને લગતા કોઈ પણ મૂંઝવણ ભરેલા પ્રશ્નો હોય તો નિઃસંકોચ જણાવી શકો છો. પરિવાર ના સભ્ય ની જેમ બનતી માહિતી સાથે મદદ કરવાનો પ્રયાસ કરીશ 🙏😊
આપેલ નંબર પર મેસેજ કરી શકો છો.
8238118682
આ સંપૂર્ણ નિઃશુલ્ક રહેશે. 🙏
No More Excuses! Gujarat Govt Enforces Strict Office Timings
Gujarat government has mandated strict office hours for state employees, requiring them to report by 10:40 AM and leave no earlier than 6:10 PM. Late arrivals or early departures will result in leave deductions, addressing complaints of tardiness and ensuring better efficiency.
સરકારી બાબુઓના બહાના નહીં ચાલે
રાજ્યના સરકારી કર્મચારીઓને સમયસર ઑફિસ પહોંચવા અંગે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારી કર્મચારીઓનો હવે રોજ સવારે 10:40 સુધી કર્મચારીઓએ ઑફિસ પહોંચવાનું રહેશે. જ્યારે ઑફિસ છોડવાનો સમય સાંજે 6:10નો રહેશે. જેમાં સવારે સમય કરતાં મોડા અને સાંજે વહેલા જતાં કર્મચારીઓની રજા કપાશે. ઉલ્લેખનીય છે કે, સરકારી કચેરીઓમાં કર્મચારીઓના મોડા આવવાની અથવા અનિયમિત હોવાની ઘણી ફરિયાદો મળી રહી છે.
વડોદરાની નામી રેસ્ટોરન્ટમાં ખાવું બીમારી આપી શકે છે..!?
વડોદરામાં દિવાળી પહેલા જ સફાળું જાગી ગયેલ વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે ફુડ સેફ્ટી પખવાડીયા દરમિયાન જુદા-જુદા વિસ્તારોમાંથી પનીર,માવો,આઈસક્રિમ,તેલ,ઘીની ઉત્પાદક પેઢીઓ,રીટેલ દુકાનો,કેન્ટીન તેમજ રેસ્ટોરન્ટમાં ઇન્સ્પેકશનની કામગીરી કરી નમૂના લીધા હતા,જેમાં 15 જેટલા સેમ્પલના નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ હોવાનું ખુલ્યું છે જેમાં વડોદરાની નામી અને અગ્રગણ્ય રેસ્ટોરન્ટ પણ છે,ભીમનાથ બ્રિજ પાસે આવેલી સયાજી હોટલ,હરિયાલી,રેડી ફુડ્સ,ન્યુ અલકા ગોત્રી અને મકરપુરા રોડ પર આવેલ ફ્લેવર રેસ્ટોરન્ટનું અલગ અલગ પ્રકારનું પનીર સબ-સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે તો કેટલાક રિટેલરોના નમૂનાનો માવો પણ સબ-સ્ટાન્ડર્ડ મળી આવ્યો છે.