Sadi ke mahanayak aur mere manpasand abhineta ka pyar bhara javab aya🎤🎤
Adbhut! 👌
Adbhut! 👌
Adbhut! 👌
Koyi dought ho to amitabh sir ke official Twitter account pe ja ke check kar sakte hai ji🥇
*અમિતાભ દર્શન અને બચ્ચન મિલન : જીવનની વધુ એક મેજિક મોમેન્ટ ! જેમને જોઈ વાણીનું આકર્ષણ થયું એમની હાજરીમાં વક્તૃત્વની ધન્યતા !*
અનેકવાર લખ્યું છે એમ બચપણમાં અમિતાભની ફિલ્મોના સીન જોતા જોતા સિનેમાના પ્રેમમાં પડી જવાયું, જે લવ સ્ટોરી હજુ પણ ચાલુ છે. અમિતાભના વ્યક્તિવમાં એ પ્રચંડ બુલંદી છે કે આયખાના 83 માં વર્ષે પણ એ ઇન્સાન નહીં, કોઈ દેવતાઈ જાદૂ જ લાગે. હાલતું ચાલતું હસતું બોલતું ગુરૂશિખર! જાણે ધરતી પર આવેલું ઈશ્વરના લલાટ પર શોભતું મોતી! ચમત્કાર છે એનું જીવવું, અમર છે એનું અસ્તિત્વ અને નજીકની નિહાળો તો ખ્યાલ આવે કે ચુંબક જેવું ખેંચાણ ઊભું કરી શકતા આ વ્યક્તિત્વમાં કશુંક અલૌકિક છે. Aura કે આભાનો પર્યાય છે એ !
ડૉ. દીપક અંતાણી અને મેધા વૈષ્ણવ સાથે મળ્યા બાદ ફરી બચ્ચનમિલનનું અહોભાગ્ય મળ્યું સુરતમાં. જેનું કારણ સુરતના જુવાન ઉદ્યોગપતિ અને ખુદ અમિતાભ જેને "હમારે ભયંકર ફેન" કહે છે એ સુનિલ શાહ ! જે પોતાના નવા વૈભવી ફ્લેટ જેમાં પણ ઓરડે ઓરડે અમિતાભ દેખાય છે , એમાં રહેવા ન્હોતા ગયા ! એ આશાએ કે ત્યાં અમિતાભ બચ્ચન પગલા કરશે. અને એમના લાંબા ઇન્તેઝારના અંત આવ્યો આખરે ગયા શુક્રવારે 9 જાન્યુઆરી 2026 ના રોજ !
શબરીને ઘર રામ, પુંડરિકને ઘર વિઠ્ઠલ, એમ સુનિલભાઈના ઘેર બચ્ચન સાક્ષાત પધાર્યા. ચાર્ટડ ફ્લાઇટમાંથી ઉતરી સીધા સુરત એમની ઘેર પહોંચ્યા. ત્યાં ખાસ્સો કલાક વિતાવ્યો અને નિરાંતે પ્રેમથી ભોજન પણ ઘરનું લીધું અને રસોઈ કરનાર પીરસનાર બહેનોને ખાસ બોલાવી એની જોડે ફોટો પડાવ્યો ! આજે પણ મહાસાગર સડક પર હોય એવી ભીડ બચ્ચન માટે ઊભી રહે છે, લાઇન તો આ શહેનશાહથી જ શરૂ થાય છે !
કહાની ફિલ્મી એટલે છે કે જે બચ્ચનના અફલાતૂન આશિક છે એ સુનિલભાઈ પાછા મારા પણ ચાહક છે! કેટલીય સ્પીચ સાંભળવા દોડતા આવ્યા છે. એમણે મને કોલ કર્યો કે તમારે આ ધન્ય અવસરે હાજર રહેવાનું જ છે. અગાઉ અમે સુરત સંજીવકુમાર ઓડિટોરિયમમાં જોડે અમિતાભનો જન્મદિન ઉજવેલો જેમ બચ્ચનસાહેબ રેર કેસમાં ઓનલાઈન ખાસ જોડાયેલા. આ વખતે અચાનક તારીખ કન્ફર્મ થઈને સુનિલભાઈ મને કહે સાહેબ માટે ક્રેઝી ક્રાઉડને તમે હેન્ડલ કરો તો સારું. અમિતાભની નજીક જવું એ પણ આનંદની વ્યાખ્યા. ફટાફટ રાત જાગી પહોંચ્યો. સ્પીચ આપી બચ્ચનફેન્સન મેળાવડામાં અને એન્ટ્રી થઈ ખુદ બિગ બીની !
જેને જોઈ સાંભળીને વકતૃત્વકળાના એકલવ્યની જેમ પાઠ શીખ્યા એ પ્રેરણાપુરુષને માઇક આપવાનું સદભાગ્ય મળે એનો રોમાંચ શબ્દાતીત છે. મેં સહજ એમનો પરિચય આપ્યો "માતા તેજી જી કિ મમતા ઔર બાબુજી હરિવંશરાયજી કિ ક્ષમતા સે પનપી અભિનય કિ સત્તા : અમિતાભ બચ્ચન" અને અમિતાભ બચ્ચનના ચહેરા સાથે આંખોમાં સ્મિત આવ્યું. સર્ટિફિકેટ મળ્યું : હિન્દી મેં અચ્છા બોલ લેતે હૈ આપ. જન્મારો સફળ સ્ટેજ પર !
અમિતાભે કોઈ ઉદબોધન ના કર્યું. બસ પ્રેમીઓનું અભિવાદન કર્યું. સુનિલભાઈના ઘેર બધા વીઆઇપીઓને વેઇટિંગમાં રાખી પારિવારિક સ્વજનની જેમ ગયા એના નજીદીકી સાક્ષી થવાનું મળ્યું. એમની એક ખાસિયત અગાઉ પણ નોંધેલી. એમને કશું પણ આપો એમાં રસ લે, બાળક જેવા વિસ્મયથી શાંત રહી નવું લાગે એ સાંભળે ને જાણે ! મેં રાજકોટના મહેશ વિજયની સ્પેશ્યલ મીઠાઈનું બોક્સ આપ્યું તો પૂછ્યું એમાં શું છે ને પેંડા બાબતે એમને ખબર પણ હતી. મારા જીવતરના સાર સમી rain drops એમના હાથે સુનિલભાઈને મારે આપવી હતી. એ ઈચ્છા પૂર્ણ કરી સહર્ષ અને 50 વર્ષના નિચોડ જેવી rain drops ને આરાધ્યદેવ બચ્ચનસાહેબનો સ્પર્શ મળ્યો એનો અપાર આનંદ. એમણે સુનિલભાઈને ત્યાં નિરાંતે બધું જોયું ને ભોજન લીધું ને એક સાચા ચાહકને કેવી રીતે જીવનની અણમોલ ક્ષણો પડદા બહાર પણ આપી એના નિકટ સાક્ષી થવા મળ્યું.
83 વર્ષે પણ મોટા મેળા જેટલું પ્રેમટોળું કોઈ પ્રમોશન વિના ઘરથી દૂર એકલે હાથે ભેગું કરી શકે એને living legend કહેવાય ! એના love માં આપણે છીએ ને એ લે છે એ જ હવામાં શ્વાસ લીધો એનો ખુમાર હજુ ઓસરતો નથી. May the force be with you always dear Amitabh Bachchan !
~ Jay Vasavada #JV #AmitabhBachchan #surat #love #life
I’m grateful to the Hon’ble Prime Minister @narendramodi Ji for calling me out during the 10-year anniversary of Startup India. This recognition is not just mine, it belongs to millions like me who took a one-way train from towns like Rayagada to chase a dream.
Today, I may speak and dress better than when I started, but at heart I am still the same small-town kid dreaming of making it big.
Ten years ago, India had fewer than 500 startups. PRISM (then just OYO) was only beginning, and many questioned whether we would survive even one year.
Our Prime Minister took a bold risk by launching Startup India, backing hundreds of founders from small towns and villages. He believed that even if we failed, it was okay, as long as we tried, created, and learned.
Today, those hundreds have become lakhs of startups, employing millions of people and adding billions to India’s GDP.
Even my mother, who in 2016 thought startups were a terrible idea because of the “risk to the biodata”, now believes it was the best decision we could have made.
In the next ten years, we will create employment for hundreds of millions, generate GDP impact in trillions, and truly lead the way toward Amrit Kaal.
I would also like to specially thank Shri @PiyushGoyal ji for his leadership. His relentless hard work and unwavering support for startups inspire all of us and have helped shape India’s own version of the Indian Dream.
@startupindia@mygovindia@PMOIndia