➡️ગુજરાતી ફિલ્મ ‘પ્રવાસ’ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેળવી રહી છે નામના
➡️ગુજરાતી ફિલ્મ ‘પ્રવાસ’ ને મળ્યો આંતરરાષ્ટ્રીય બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મનો એવોર્ડ
➡️મુખ્યમંત્રી @Bhupendrapbjp એ પાઠવી શુભકામના
#GujaratiFilm#Pravas
આપણી ઘણી ગુજરાતી ફિલ્મો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી રહી છે તે ઘણા આનંદની વાત છે. આવી જ એક ફિલ્મ એટલે ‘પ્રવાસ’. આ ફિલ્મને આંતરરાષ્ટ્રીય ફલક પર બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ તરીકે ખૂબ વખાણવામાં આવી રહી છે. શાળામાંથી પ્રવાસે જવા માંગતા ગામડાના ગરીબ પરિવારના બાળકની સંવેદનાઓ આ ફિલ્મમાં ખૂબ સુંદર રીતે વણી લેવામાં આવી છે. પારિવારિક ભાવનાઓ, સાંસ્કૃતિક મૂલ્યોને સાંકળી લેતું ફિલ્મનું કથાનક ખૂબ હૃદયસ્પર્શી છે.
ફિલ્મના નિર્માતા શ્રી જય પંડયા અને શ્રી રાકેશ શાહ તથા લેખક-દિગ્દર્શક શ્રી વિપુલ શર્માને આ સુંદર ફિલ્મના નિર્માણ બદલ અભિનંદન. સફળતાના માર્ગે ‘પ્રવાસ’નો પ્રવાસ હજી ચાલુ છે. ફિલ્મ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ વધુને વધુ સફળતા મેળવે તેવી શુભકામના પાઠવું છું.
વિચારપ્રેરક કથાનક ધરાવતી અને માવજતપૂર્વક બનાવેલી હજી વધુ ગુજરાતી ફિલ્મો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ આવે એ જ અભ્યર્થના.
My film PRAVAS won 'Best Children Film' at 22nd Dhaka International Film Festival https://t.co/h4x0NK1Ybp the presence of renowned Iranian Film maker Mr.Majid Majidi.