સુંદરતાનો બહુ જ નજીકથી સાક્ષાત્કાર કર્યો છે
ઊંડાણથી ઊભરતી વાસનાનો સ્વીકાર કર્યો છે
બે અધુરી ઈચ્છાઓ આજે એક થઈ પૂર્ણ કરી છે
શરમના સીમાડા ઓળંગી મર્યાદાનો બહિષ્કાર કર્યો છે
- વિવેક મોરી
કહેવું છે પણ હવે ક્યાં કશું કહેવાય છે,
વાત તો હવે હૃદય નીચે દબાય છે.
દેખતાજ એ કલમ હવે વજનદાર દેખાય છે,
બીજું શું હવે તો મૌન ના માર્ગે જવાય છે
- વિવેક મોરી