ભૂખના સંકેતોને ઓળખવાની જાગૃતિ, સફળ સ્તનપાનની પ્રથમ સીડી છે.બાળકને ખોળામાં લઈ પ્રેમપૂર્વક સ્તનપાન કરાવવાથી માત્ર પોષણ જ નહીં, પરંતુ વિશ્વાસ, હૂંફ અને સુરક્ષાની લાગણી પણ મળે છે.
પ્રતિભાવપૂર્ણ સંભાળથી બાળકને આપીએ જીવનની શ્રેષ્ઠ શરૂઆત.
#WBW2026#ResponsiveFeeding
વિશ્વ સ્તનપાન સપ્તાહ ૨૦૨૬ #જીવનની ટકાઉ અને સ્વસ્થ શરૂઆત સ્તનપાન, સફળ પ્રયાસોને મજબૂત બનાવીએ#જવાબદાર પિતા અને જાગૃત પરિવાર દ્વારા યોગ્ય વાતાવરણનું નિર્માણ# સ્વસ્થ બાળક સુહપોષિત ગુજરાત
"સંસ્કાર, સંભાળ અને સર્વાંગી વિકાસનું પ્રથમ કેન્દ્ર – આંગણવાડી"
સાબરકાંઠા જિલ્લાના સલાલ ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર-૭ ની મુલાકાત કરી નાનાં ભૂલકાઓ સાથે આનંદભેર સંવાદ કર્યો.
"સશક્ત બાળપણ તરફનું પ્રથમ પગલું – આંગણવાડી"
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલ છાપરીયા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ કેન્દ્રમાં ઉપલબ્ધ પોષણ, પૂર્વ-પ્રાથમિક શિક્ષણ તેમજ બાળ વિકાસ સંબંધિત વિવિધ સેવાઓની સમીક્ષા કરી.
ગાંધીનગરમાં 'પીએમ - ફેમિલી કેર ટ્રેકર'નો પ્રારંભ એ આરોગ્ય ક્ષેત્રે એક નવા અધ્યાયની શરૂઆત છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તેમજ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સશક્ત અને સુરક્ષિત ભારતને આરોગ્ય ક્ષેત્રે પણ અગ્રેસર રાખવાનો આ વધુ એક મજબૂત અવસર છે.
તેમના માર્ગદર્શનમાં આયુષ્માન ભારત, માતૃ વંદના યોજના અને નમોશ્રી સહિતની યોજનાઓથી ગુજરાતે માતા-બાળ આરોગ્ય સંભાળ ક્ષેત્રે દેશમાં એક રોલ મોડલ પ્રસ્થાપિત કર્યું છે.
સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળકના ઉદ્દેશ્ય સાથે સ્વસ્થ પરિવારથી વિકસિત સમાજના નિર્માણ માટે સરકાર કાર્યરત છે.
@AmitShah
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના ત્રીજા દિવસે આજે સાણંદ તાલુકાની આદર્શ પીંપણ પ્રાથમિક શાળામાં બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો.
આંગણવાડી, બાલવાટીકા અને ધોરણ-1 માં પ્રવેશતા ભૂલકાઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી.
આ પ્રસંગે શાળાની એક દીકરીએ ઈંધણના વિવેકપૂર્ણ ઉપયોગ વિશે જે અદભુત વક્તવ્ય આપ્યું, તે સાંભળીને આનંદની અનુભૂતિ થઈ. ભણતરની સાથે સંસ્કારનું આ સિંચન જ આપણી સાચી મૂડી છે.
વર્ષ 2003 માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલો આ સેવાયજ્ઞ માત્ર સરકારી કાર્યક્રમ નથી રહ્યો, પણ ત્રણ દિવસ સુધી આખું ગામ એક થઈને આ શિક્ષણના મહોત્સવને ઉજવે છે.
#ShalaPraveshotsav2026
#ShalaPraveshotsav2026 એટલે દરેક બાળકના સપનાઓને નવી દિશા આપતો ઉત્સવ...
ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ–2026ના દ્વિતીય દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા સંચાલિત માણેકરાવ પ્રાથમિક શાળા ખાતે શાળામાં પ્રવેશ મેળવતા વ્હાલા બાળકોને શૈક્ષણિક કીટ આપી