ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સોશિયલ મીડિયા વિભાગના સહ-કન્વીનર શ્રી @TheYadavPrince જીએ ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી ત્યારે તેમની સાથે આત્મીય વાર્તાલાપ કર્યો…
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીએ ન્યુ યોર્ક ખાતે BlackRockના સિનિયર મેનેજિંગ ડિરેક્ટર અને ગ્લોબલ હેડ ઑફ માર્કેટ ડેવલપમેન્ટ સમારા કોહેન સાથે બેઠક યોજી વિવિધ વિષયો પર ચર્ચા કરી.
માનનીય મુખ્યમંત્રીશ્રીએ BlackRockને ગિફ્ટ સિટીમાં પોતાની ઉપસ્થિતિ વિસ્તારવા તેમજ આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું.
ગાંધીનગરના માર્ગ વિકાસને નવી ગતિ ₹૧૬ કરોડના વિકાસકાર્યને સૈદ્ધાંતિક મંજૂરી
ગાંધીનગર મહાનગરમાં ઘ-૭ (પ્રેસ સર્કલ)થી પેથાપુર સુધીના માર્ગને વધુ સુવિધાસભર અને સુરક્ષિત બનાવવા સર્વિસ રોડ તથા બ્યુટિફિકેશન સાથે રોડ વાઇડનિંગના કામ માટે ₹૧૬ કરોડના ખર્ચને સૈદ્ધાંતિક મંજૂરી આપવા બદલ ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબ તેમજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબ અને ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh સાહેબનો હૃદયપૂર્વક આભાર.
૮૦મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ના સંપૂર્ણ ગાન પ્રત્યે અપનાવવામાં આવેલા અપમાનજનક વલણના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી, ગાંધીનગર મહાનગર દ્વારા સેક્ટર-૨૧ ખાતે કેન્ડલ માર્ચ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
સેવાભાવી વિચારોના પ્રણેતા, કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી @iJagdishBJP જીને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.
સોમનાથ મહાદેવ સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
#HBDayJagdishVishwakarma
આજે રાષ્ટ્રીય હાથવણાટ દિવસ પર આપણે ભારતના સમૃદ્ધ અને જીવંત હાથવણાટ વારસાની ઉજવણી કરીએ છીએ. આપણે આપણા વણકરો અને કારીગરોની કુશળતા, સર્જનાત્મકતા અને સમર્પણને પણ સલામ કરીએ છીએ. પેઢીઓથી તેમણે આપણી પરંપરાઓનું જતન અને સમૃદ્ધિ કરી છે.
આપણી સરકાર હેન્ડલૂમ ક્ષેત્રને સતત પ્રોત્સાહન અને સહયોગ આપતી રહેશે. આ ક્ષેત્ર ગ્રામ્ય સશક્તિકરણ, મહિલા-આધારિત વિકાસ અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે.
#NationalHandloomDay નો ઉપયોગ કરીને તમારા મનપસંદ હેન્ડલૂમ ઉત્પાદનો અને “ગેટ રેડી વિથ મી (GRWM)” વિડિયો જરૂર શેર કરો.
ગાંધીનગરના 62મા સ્થાપના દિવસની ગાંધીનગર ના નગરજનનોને હાર્દિક શુભેચ્છાઓ!
આપણું ગાંધીનગર સુશાસન, વિકાસ, સંસ્કાર અને પ્રકૃતિ સાથેના સમન્વયની આગવી ઓળખ ધરાવતું પાટનગર છે. આ શહેર સતત પ્રગતિના નવા સોપાનો સર કરતું રહે તેમજ સૌના સહયોગથી વધુ સમૃદ્ધ, સુંદર અને સર્વાંગી વિકાસનું આદર્શ પાટનગર બની રહે તેવી હાર્દિક શુભકામનાઓ.
સેક્ટર–૨૧ સ્થિત શ્રી સિદ્ધિવિનાયક મંદિર ખાતે વોર્ડ નં. ૫ દ્વારા નગરસેવિકા શ્રીમતી હેમાબેન ભટ્ટના સહયોગથી આયોજિત ભજન અને કીર્તનની ભક્તિમય સ્પર્ધા નિહાળી, ભજન-કીર્તન દ્વારા આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાના ગુણગાન ગાનાર તમામ સંસ્કૃતિના વાહકોને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી.
આજરોજ શક્તિકેન્દ્ર, સેક્ટર-૧ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના પ્રેરણાદાયી 'મન કી બાત' કાર્યક્રમનું ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં યુવા સાથીઓ સાથે નિહાળી પ્રેરણાદાયી માર્ગદર્શન મેળવ્યું.
આ જ છે જન-ભાગીદારીની શક્તિ..!
અમદાવાદના ભાડજ વિસ્તારમાં માત્ર એક કલાકમાં 3 લાખથી વધુ છોડનું વાવેતર કરીને Guinness World Record સર્જાયો.
25 હજારથી વધુ નાગરિકોની સહભાગિતાથી પ્રાપ્ત થયેલી આ ઐતિહાસિક સિદ્ધિ દેશ સમક્ષ જનશક્તિ અને પર્યાવરણ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાનું પ્રતીક બની છે.
#MannKiBaat
On Kargil Vijay Diwas, our nation expresses gratitude to the brave soldiers for their extraordinary courage and commitment towards securing India. Their valour in the face of the most formidable conditions will forever remain a source of national pride. Their unwavering patriotism and devotion to duty will continue to inspire generations.