1/2 સ્માર્ટ મીટર સાથે હવે વીજળીનો ઉપયોગ માત્ર જરૂરિયાત મુજબ નહીં પરંતુ સમજદારીથી સમય પ્રમાણે પણ કરી શકાય છે. દિવસના ચોક્કસ સમયગાળા દરમિયાન કરવામાં આવેલ વપરાશ પર મળતું ડિસ્કાઉન્ટ તમારા રોજિંદા ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે. તેથી તમે આજે જ તમારું સ્માર્ટ મીટર નોંધાવો.
માતા એ માત્ર શબ્દ નથી, પણ સંપૂર્ણ બ્રહ્માંડ છે. જેમના આશીર્વાદમાં અખૂટ શક્તિ છે અને પ્રેમમાં નિઃસ્વાર્થ ભાવ છે, તેવી તમામ માતાઓને UGVCL તરફથી કોટિ કોટિ વંદન.
.
.
.
#teamUGVCL#UGVCL
1/3 MNRE દ્વારા મે-2026 માસને ‘પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ અંતર્ગત ‘Month of Solar’ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વધુમાં વધુ લોકોને સોલાર ઊર્જા અપનાવવા પ્રેરિત કરવાનો અને સ્વચ્છ તથા ટકાઉ ઊર્જા તરફ દેશને આગળ વધારવાનો છે.
Empowering Gujarat with cleaner and greener energy! 🌿⚡
UGVCL is driving energy transformation through solar power initiatives, reducing carbon footprints and embracing sustainable solutions.
#SolarEnergy#CleanEnergy#UGVCL#GreenGujarat
જો તમારે વીજ બિલમાં નામ બદલવાનું હોય, તો તમારે વીજ ઓફિસ નહીં પરંતુ https://t.co/o3vPYbYUF6 પર જવાની જરૂર છે. અહીં તમે સરળતાથી ઘરે બેઠાં વીજ બિલમાં નામ બદલી શકો છો.
ભારતની કુલ ઊર્જા ઉત્પાદન ક્ષમતામાં 14.49%ના યોગદાન સાથે પુનઃપ્રાપ્ય ઊર્જાની સ્થાપિત ક્ષમતામાં ગુજરાત પ્રથમ ક્રમાંકે આવે છે. વર્ષ 2023 - 2024 દરમિયાન ગુજરાતે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોમાં 31%ની વૃદ્ધિ કરી છે. પુનઃપ્રાપ્ય ઊર્જા સ્રોતો દ્વારા ઊર્જાનું ઉત્પાદન જ એક ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જઈ શકશે.
સરકારશ્રી દ્વારા રાજ્યના ગામડાઓ/શહેર અને નગરો તથા પરાઓના ગરીબ કુટુંબો માટે સિંગલ પૉઇન્ટ ઘર વપરાશના વીજ જોડાણ માટે ઝૂંપડા વીજળીકરણ યોજના અમલી બનાવી છે. રાજ્યના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં આવેલા તમામ જાતિના અને ગ્રામ વિકાસ વિભાગની યાદીમાં તથા BPL યાદીમાં સમાવિષ્ટ ન હોય તેવા ગરીબ કુટુંબોને આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવે છે.
વીજળી ઑવરલોડ થવાથી ઘણી વખત ઇલેક્ટ્રિક બોર્ડમાં MCB સ્વિચ ટ્રીપ થઇને જાતે જ બંધ થઈ જતી હોય છે. આ અંગેની જાણકારી ઇલેક્ટ્રિશિયન પાસેથી મેળવી લો, જેથી સ્વિચ બંધ થવા પર આપ જાતે તેને ચાલુ કરી શકો.
વીજળી અને પાણીને એકબીજાથી જેટલા દૂર રાખીએ એટલી સુરક્ષા વધુ રહે. પાણી એ વીજળી વાહક છે, જેથી વીજળીના કોઈ પણ ઉપકરણને પાણીના સ્રોત પાસે રાખવા જોઈએ નહીં. અશુદ્ધ પાણીમાં આયર્ન તત્ત્વ હોવાને કારણે તેમાં વીજળી ઝડપથી પસાર થાય છે.