Dear Ather Energy, if you ever need help writing “correct Gujarati,” let me know.
I’m using the word help so you don’t think I’m pitching.
It’s not रिश्ता, it’s સંબંધ (संबंध) 🙏🏻
It’s kind of an insult to our mother tongue when you don’t do a proofcheck before publishing. And as a Gujarati-medium student, it hurts even more. We Gujaratis respect every mother tongue, and we may make mistakes while speaking Hindi or Gujarati. But when it comes to publishing an ad, no brand should take any language for granted.
Respect all mother tongues.
આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતોથી લઈને ધર્મના નામે જ દેશ બનાવીને અહીંયા દશકાઓથી આતંકીઓ મોકલી હજારો નિર્દોષ લોકોનો જીવ લેનાર પાપિસ્તાનને જયારે સબક શીખવાડવાનો સમય આવ્યો ત્યારે 'નો વોર'ની પીપુડી વગાડનાર આતંકીઓના વફાદારો....દેશના ગદ્દારો પર થૂ થૂ થૂ ...!
દરદ આપી દવા નામે મલમ વેચાય છે અહીંયાં,
બધું સારું થશે એવો ભરમ વેચાય છે અહીંયાં.
મળ્યો ના હોય તમને વારસાગત શબ્દ આ નાનો,
શરમ કરવા શરમ લઈ લો શરમ વેચાય છે અહીંયાં.
- લીલાબેન પટેલ ‘ઝલક‘
નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી,
મને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેતી.
કરી વાતો જુદાઈની મને રડમસ કરી મૂકશે,
પછી ગમ્મત કરી કહે છે ને રડવા પણ નથી દેતી.
-– હેમંત
સમયની જેમ સંચરવું ખરેખર ખૂબ અઘરું છે.
સહજ રીતે જ ઊછરવું ખરેખર ખૂબ અઘરું છે.
ખુદા પાસે બધાંયે હાથ ખુદ માટે જ લંબાવે,
જગતને કાજ કરગરવું ખરેખર ખૂબ અઘરું છે.
- નીતિન વડગામા
કંઈ જ કરતા કંઈ જ ના થાવું સરળ સસ્તું પડે,
હોઈએ તેવા જ દેખાવું સરળ સસ્તું પડે.
આ જગતને, આ સમયને તું નહીં બદલી શકે,
ટૂંકમાં જાતે જ બદલાવવું સરળ - સસ્તું પડે.
-મિસ્કીન.
નિર્બળ ગણી જેને જગત કારણ વિના પજવ્યા કરે,
ઈશ્વર કરે એને બહુ મજબૂત વારસ નીકળે.
વિશ્વાસ મુક્યો છે મેં માણસ લાગતા માણસ ઉપર,
મિત્રો દુવા કરજો કે એ અંદરથી માણસ નીકળે.
- વિકી ત્રિવેદી