સમય બતાવશે સત્ય/અસત્ય, પણ નેતાઓ રાજરમત કરી ગયા અને વિદ્યાર્થીઓને ખબર પણ ના પડી.. વિદ્યાર્થી નેતાઓ સાચા હોય કે ખોટા પણ યુવાઓને એ સમજાવી ના શકયા..કાલે હતું એ આજનું આંદોલન નથી, હવે ધ્યેય વિદ્યાર્થીઓના ન્યાય માટે નથી, હવે ચાલે છે એ રાજકીય આંદોલન છે. આ જ સૌથી મોટી હાર છે.
રણ છોડીને ભાગ્યા?
યુવરાજસિંહજી વિદેયાર્થીઓ હજી ઠુઠવાતી ઠંડીમાં રાહ જોઈ રહ્યા છે....ક્યાં ભાંગ્યા તમે??
બપોર સુધી આ જ યુવરાજસિંહ મિડીયાની મદદ માટે હાથ જોડતા હતા, સરકારની સાથે વાત કર્યા પછી મિડીયાથી ભાગતા નજરે પડ્યા...
#BinsachivalayExam
કોણે કોની સાથે મજાક કરી એ પ્રશ્ન જવા દો.. પણ ગુજરાતના ખુણાઓમાંથી હિંમત ભેગી કરીને પોતાનો હક માંગવા આવેલા યુવાઓ સાથે તો આ ગંદી મજાક જ થઈ છે.. આંદોલનોના કાળા ઇતિહાસમાં આ વધુ એક પ્રકરણ ઉમેરાયું..!! દુઃખ એ છે કે હવે આ યુવા કોઈ પર વિશ્વાસ નહીં કરી શકે.
પોલીસ કહે છે કોઈ દમન નથી કર્યું. કોઈ લાઠી ચાર્જ નથી કર્યો. પણ આ એ વિદ્યાર્થીનો હાથ છે જેને આ અત્યાચાર નો સામનો કર્યો. મને રિપોર્ટિંગ દરમ્યાન મળ્યો અને એના ઘા બતાવ્યા. પણ કહ્યું મારો ચહેરો ના બતાવતા. મારા માતા પિતા ગરીબ છે ગભરાઈ જશે. ☹️
#binsachivalayexamcancel#gujaratpolice