રાજકોટ RTO દ્વારા સખત કાર્યવાહી!
શહેરભરમાં સ્કૂલ બસ અને વાન સામે સઘન ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે.નિયમ ભંગ કરતા વાહનોને દંડ ફટકારવામાં આવ્યો છે.આ દરમિયાન, કાળા કાચ (બ્લેક ફિલ્મ) સાથેની એક સ્કૂલ વાન ઝડપાતા, સ્થળ પર જ બ્લેક ફિલ્મ દૂર કરાવી કડક કાર્યવાહી કરવામાં આવી છે.
હવે RTO માં કોઈને પૂછવાની જરૂર નહીં પડે!
RTO કચેરી ખાતે આવતા અરજદારોના સમયની કિંમત સમજીને,અમે કચેરીમાં 'ઈન્ફોર્મેટિવ ફ્લોર ગ્રાફિક્સ' અને 'સાઈનેજ' દ્વારા માર્ગદર્શનની સુવિધા શરૂ કરી છે. ✅મુખ્ય ફાયદા:
🔹 બારી શોધવાની મગજમારીમાંથી મુક્તિ.
🔹 તમામ કામકાજ માટે સ્પષ્ટ દિશા-નિર્દેશ.
ગોંડલ ચોકડીના બ્લેક સ્પોટની વિગતવાર સમીક્ષા દરમિયાન ARTO શ્રી ડી.એલ.પટણી,ટ્રાફિક PI શ્રી જે.જે.હળવદિયા,રોડ સેફ્ટી એક્સપર્ટ શ્રી જે.વી. શાહ,તથા NHAI અધિકારીઓ દ્વારા ટ્રાફિક પ્રવાહ, અકસ્માતના કારણો અને માર્ગ સુવિધાઓનું વિશ્લેષણ કરી માર્ગ સલામતી વધારવા તાત્કાલિક પગલા સૂચવાયા.
આરટીઓ અધિકારીશ્રી બી.એ.ચાવડા પર ચેકીંગ ડ્યુટીની ફરજ બજાવતા થયેલ હુમલાની ટેક્નિકલ ઓફિસર એસોસિએશન સખત નિંદા કરે છે. આરટીઓ અધિકારીઓ ઉપર અસામાજિક તત્વો દ્વારા વારંવાર કરવામાં આવતા હુમલાઓ પરત્વે રાજ્ય સરકારશ્રી દ્વારા આવા તત્વો સામે કડક પગલા લેવા અને..(1/2)
આજ રોજ રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો - 2025ની શરૂઆત બાઇક રેલી સાથે કરવામાં આવેલ. જેમાં પોલીસ જવાનો, આર ટી ઓના કર્મચારી, તેમજ વાહન વીક્રેતા ડીલરો રેલીમાં હેલ્મેટ પહેરીને ભાગ લીધેલ હતો.
રાજકોટ જિલ્લામાંથી તેમજ અન્ય જિલ્લા માંથી પગપાળા યાત્રીઓ દ્વારિકાધીસના દર્શન અર્થે ખુબ મોટા પ્રમાણમાં જતા હોય છે. જેમાં અમદાવાદ રોડ ઉપર થી પસાર થતા યાત્રોઓની પાછળ માર્ગદર્શન અક્સમાત થી બચી શકાય તે હેતુ થી યાત્રીઓના બેગ તેમજ લાકડી ઉપર રેડિયમ રીફલેકટર લગાડવામાં આવેલ.
દસ વર્ષ જેટલા લાંબા સમયથી પડતર ટેકનિકલ અધિકારીઓના પ્રોબેશન પૂર્ણ કરવા બદલ ગુજરાત મોટર વાહન વિભાગ ટેકનિકલ ઓફિસર એસોસિયેશન આપ સૌ માનનીય સાહેબશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐