📍ગાંધીનગર
આજ રોજ કમલમ ખાતે રાજ્યસભાના ઉમેદવાર તથા મારા મિત્ર શ્રી માનસિંહભાઈ પરમાર @MansinghP_BJP સાથે શુભેચ્છા મુલાકાત કરી.
આ અવસરે તેમને રાજ્યસભાની ઉમેદવારી બદલ હાર્દિક શુભકામનાઓ પાઠવી તથા તેમના ઉજ્જવળ રાજકીય જીવન અને સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી. તેમના અનુભવ, કાર્યનિષ્ઠા અને જનસેવાના ભાવથી તેઓ રાજ્ય અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી શુભકામનાઓ.
પ્રદેશ કાર્યાલય "શ્રી કમલમ" ખાતે થી પ્રદેશ અધ્યક્ષશ્રી @drhemangjoshimp એ વર્ચ્યુઅલ રીતે ભારતીય જનતા યુવા મોરચા ગુજરાતની કારોબારી બેઠક યોજી સૌને આગામી સંગઠનાત્મક કાર્યો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું.
પુસ્તકો જ શ્રેષ્ઠ સહયાત્રી… 📖🚆
આજે વંદે ભારત ટ્રેનમાં જૂનાગઢથી ગાંધીનગર તરફની મુસાફરી દરમિયાન થોડો સમય વાંચનને અર્પણ કર્યો. વ્યસ્ત જીવનમાં પુસ્તકો સાથેનો સમય માત્ર જ્ઞાન જ નહીં, પરંતુ નવા વિચારો, નવી દૃષ્ટિ અને નવી ઊર્જા પણ આપે છે.
મુસાફરી માત્ર એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવાની પ્રક્રિયા નથી, પરંતુ પોતાની જાતને વધુ સમૃદ્ધ બનાવવાની પણ એક તક છે. વાંચન એ એવી આદત છે જે વ્યક્તિને સતત શીખતી, વિચારતી અને આગળ વધતી રાખે છે.
“જેટલું વાંચન, તેટલું વિકાસ; જેટલું જ્ઞાન, તેટલું નેતૃત્વ.”
📍 ખડીયા(જુનાગઢ)
આજે ખડીયા ખાતે યોજાયેલ નિઃશુલ્ક મેગા હેલ્થ ચેક-અપ કેમ્પમાં ઉપસ્થિત રહી આયોજકો અને સેવાભાવી ડૉકટરશ્રીઓ અને કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા. આ કેમ્પમાં CBC, ECG, RBS, Lipid Profile, PFT તથા BMI જેવી વિવિધ આરોગ્ય તપાસોની નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જે ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ.
આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો સમાજમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાની સાથે લોકોને સમયસર નિદાન અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ સુંદર આયોજન બદલ ધર્મ સેવા સમિતિ – ખડીયા, ખેતીવાડી માર્ગદર્શન વિભાગ તથા તમામ આયોજકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. કેમ્પનો લાભ લેનાર તમામ નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ.
જૂનાગઢ મહાનગર પાલીકાના કોર્પોરેટર અને યુવા મોરચાના પુર્વ પ્રમુખ શ્રી મનનભાઇ અભાણી @manan_abhani ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.
ભગવાન તમને સારા સ્વાસ્થ્ય, દીર્ઘ આયુષ્ય, સુખ, સમૃદ્ધિ અને જીવનમાં સતત સફળતા આપે તેવી પ્રાર્થના. તમે હંમેશા ખુશ રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરો.
યુવા અને ઉત્ત્સાહી, જૂનાગઢ જિલ્લા પંચાયતના પુર્વ ઉપપ્રમુખ શ્રી વિપુલભાઇ કાવાણી @KavaniVipul1 ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.
ભગવાન તમને સારા સ્વાસ્થ્ય, દીર્ઘ આયુષ્ય, સુખ, સમૃદ્ધિ અને જીવનમાં સતત સફળતા આપે તેવી પ્રાર્થના. તમે હંમેશા ખુશ રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરો.
એક વૃક્ષનું રોપણ, કરશે આવતીકાલનું રક્ષણ.
વૃક્ષારોપણ એ એક માત્ર કાર્ય નથી પરંતુ પ્રકૃતિના સંવર્ધન અને પર્યાવરણના સંરક્ષણની આવનારી પેઢીઓને આપણી અમૂલ્ય ભેટ છે.
ચાલો, વૃક્ષારોપણ કરીને હરિયાળા અને સ્વસ્થ ભવિષ્યના નિર્માણના વાહક બનીએ.
#વિશ્વપર્યાવરણદિવસ#WorldEnvironmentDay
राष्ट्रीय स्वयंसेवक संघ के द्वितीय सरसंघचालक एवं महान विचारक पूजनीय श्री माधव सदाशिव गोलवलकर जी की पुण्यतिथि पर शत-शत नमन।
जन जन में राष्ट्रभक्ति का संचार करने वाले गोलवलकर जी का जीवन हम सभी के लिए आदर्श है ।
📍જૂનાગઢ
આજ રોજ Junagadh District Cooperative Bank @JDCCBank ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ખેડૂતોના હિતને કેન્દ્રમાં રાખી વિવિધ ખેડૂતલક્ષી અને જનહિતકારી નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ નિર્ણયો જિલ્લાના ખેડૂતોને વધુ સારી બેન્કિંગ સેવાઓ અને આર્થિક સહાય ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
એક વૃક્ષનું રોપણ, કરશે આવતીકાલનું રક્ષણ.
વૃક્ષારોપણ એ એક માત્ર કાર્ય નથી પરંતુ પ્રકૃતિના સંવર્ધન અને પર્યાવરણના સંરક્ષણની આવનારી પેઢીઓને આપણી અમૂલ્ય ભેટ છે.
ચાલો, વૃક્ષારોપણ કરીને હરિયાળા અને સ્વસ્થ ભવિષ્યના નિર્માણના વાહક બનીએ.
#વિશ્વપર્યાવરણદિવસ#WorldEnvironmentDay
ગુજરાત પ્રદેશ ભાજપ ઓબીસી મોરચા ના અધ્યક્ષ અને મારા મિત્ર એવા શ્રી માનસિંહભાઇ પરમાર @MansinghP_BJP ની રાજ્યસભા ના સાંસદ (ઉમેદવાર) તરીકે પસંદગી થવા બદલ તેમને ખુબ ખુબ અભિનંદન.. અને હાર્દિક શુભકામનાઓ.
Hon'ble Prime Minister, heartfelt gratitude for your warm wishes and blessings. Your constant guidance is our greatest inspiration, motivating us every day to work with greater dedication towards the goal of a “Viksit Bharat”, and the welfare of our fellow citizens.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી માનનીય શ્રી @AmitShah જી ના ગૃહમંત્રી તરીકે 7 વર્ષના ઐતિહાસિક કાર્યકાળને ભારતના ઇતિહાસમાં 'નિર્ણાયકતા અને મજબૂત ઇચ્છાશક્તિ'ના સુવર્ણ કાળ તરીકે યાદ રાખવામાં આવશે.
આજે બાયડ ખાતે અરવલ્લી જિલ્લાના નવનિયુક્ત હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી અને સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે સાર્થક સંવાદ કર્યો.
સૌ નવનિયુક્ત પદાધિકારીઓ અને જનપ્રતિનિધિઓને ઉજ્જવળ કાર્યકાળ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.
માનવ કલ્યાણ તથા ધર્મ રક્ષણના સંકલ્પિત પ્રયાસોની શાશ્વત જ્યોત પ્રગટાવનાર ભગવાન શ્રી સ્વામિનારાયણજી ની પુણ્યતિથિ નિમિત્તે તેમને ભાવસભર વંદન.
આપનો નૈતિકતા, ભક્તિ અને સંતુલિત જીવનનો સંદેશ આજે પણ કરોડો ભક્તોને દિશા આપી રહ્યો છે.
જય સ્વામિનારાયણ 🙏🏼
શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત વિભાગ ના કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી, ડૉ. મનસુખભાઇ માંડવિયા સાહેબ @mansukhmandviya ને તેમના જન્મદિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન!