📍ગાંધીનગર
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ તરીકે સફળતાપૂર્વક જવાબદારી નિભાવનાર ડૉ. હેમાંગભાઈ જોષી @drhemangjoshimp ને ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મહત્વપૂર્ણ જવાબદારી મળ્યા બાદ આજે પ્રથમ વખત શુભેચ્છા મુલાકાત કરવાનો અવસર પ્રાપ્ત થયો.
ગુજરાતના યુવા નેતૃત્વને રાષ્ટ્રીય સ્તરે આ મહત્વપૂર્ણ જવાબદારી મળવી એ સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ માટે ગૌરવ અને હર્ષની ક્ષણ છે.
રાષ્ટ્રહિત અને સંગઠનહિતના સંકલ્પ સાથે તેમની નવી જવાબદારીનો કાર્યકાળ યશસ્વી બને તેવી હાર્દિક શુભકામનાઓ. 💐
📍મોટા કાજલીયાળા
આજે મોટા કાજલિયાળા ખાતે આવેલ શ્રી અંબેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન ભોળાનાથની અસીમ કૃપાથી દર વર્ષની જેમ આયોજિત ધાર્મિક કાર્યક્રમના ભાવભર્યા આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.
ભગવાન શ્રી અંબેશ્વર મહાદેવની કૃપા આપણા સૌ પર સદાય બની રહે તેવી પ્રાર્થના. 🙏🚩
હર હર મહાદેવ…! 🔱
જય અંબેશ્વર મહાદેવ…!
📍જૂનાગઢ
આજરોજ જૂનાગઢ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર જવારોડ ખાતે આચાર્ય મહારાજ શ્રી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજ ના 60માં જન્મદિવસ નિમિત્તે આયોજિત ભવ્ય “ષષ્ટિપૂર્તિ મહોત્સવ”માં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
પૂજ્ય મહારાજશ્રીનું જીવન ધર્મ, સંસ્કાર, સેવા અને સત્સંગના મૂલ્યોને સમાજમાં વધુ મજબૂત બનાવતું રહે અને તેમના માર્ગદર્શનનો લાભ સૌને સતત મળતો રહે તેવી હાર્દિક શુભકામનાઓ.
જય સ્વામિનારાયણ 🙏
🏥 વિસાવદર પંથક માટે આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક ભેટ — ₹51.72 કરોડના ખર્ચે બનશે 100 બેડની આધુનિક હોસ્પિટલ.
વિસાવદર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આરોગ્ય સુવિધાઓ વધુ સુદૃઢ બને તે દિશામાં ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણયને હવે સાકાર સ્વરૂપ આપ્યું .
આ સમગ્ર પ્રક્રિયાને આગળ ધપાવી વિસાવદર પંથકને આ મહત્વપૂર્ણ આરોગ્ય સુવિધા આપવા બદલ આજે ગુજરાત રાજ્યના માનનીય આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયા @prafulpbjp સાહેબને રૂબરૂ મળી વિસાવદરની જનતા વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. 💐🙏
દેશના સૌ વૈજ્ઞાનિકો, સંશોધકોને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની હાર્દિક શુભકામનાઓ.
23 ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 ના સફળ સોફ્ટ લેન્ડિંગ સાથે ભારતે અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે વૈશ્વિક સિદ્ધિ મેળવીને ઇતિહાસ રચ્યો હતો.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં આજે ભારતનું સ્પેસ સેક્ટર નવી ઊંચાઈઓ આંબી રહ્યું છે. આજનો દિવસ દેશના કરોડો યુવાનોને વિજ્ઞાન, સંશોધન અને ઇનોવેશનની દિશામાં આગળ વધવા પ્રેરિત કરતો રહેશે.
વડોદરા લોકસભા ના યુવા સાંસદ તથા ગુજરાત પ્રદેશ યુવા મોરચા ના યશસ્વી અધ્યક્ષ શ્રી હેમાંગભાઈ જોશી @drhemangjoshimp ને યુવા મોરચા ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જવાબદારી મળવા બદલ હૃદયપૂર્વક અભિનંદન સહ હાર્દિક શુભકામનાઓ.
જન્મદિવસની શુભકામનાઓ ! 🪷
અનોખી ઊર્જાથી અનેક યુવાનોને કર્તવ્ય અને રાષ્ટ્રસેવાના પથ પર પ્રેરિત કરતા માર્ગદર્શક, નિકોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી @iJagdishBJP ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
ઈશ્વર સદાય આપને ઉત્તમ અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.
#HBDayJagdishVishwakarma
📍 ભવનાથ (જુનાગઢ)
આજરોજ ભારતી આશ્રમ ભવનાથ (જુનાગઢ) ખાતે આયોજિત થયેલ જુનાગઢ જિલ્લા ના પ્રશિક્ષણ વર્ગમાં ભવનાથ મહાદેવ ના દર્શન કરી પ્રશિક્ષાર્થી તરીકે ઉપસ્થિત રહેલ.
યુવા શક્તિ ભારતની પ્રગતિનો આધાર છે. તેમના વિચારોમાં નવચાર, ઊર્જામાં ઉત્સાહ અને સંકલ્પનામાં આત્મનિર્ભર ભારતનું સામર્થ્ય છે.
'આંતરરાષ્ટ્રીય યુવા દિવસ' પર તમામ યુવા સાથીઓને હાર્દિક શુભેચ્છાઓ.
#InternationalYouthDay
📍BAPS સ્વામિનારાયણ મંદિર, જૂનાગઢ
નશામુક્ત યુવા – વિકસિત ભારત અભિયાન અંતર્ગત આજે BAPS સ્વામિનારાયણ મંદિર, જૂનાગઢ ખાતે આયોજિત વિશિષ્ટ યુવાસભામાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી @narendramodi ના માર્ગદર્શન હેઠળ નશામુક્ત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે યોજાયેલ આ કાર્યક્રમમાં યુવાનોને નશાના દુષ્પરિણામોથી દૂર રહી સ્વસ્થ, સંસ્કારી અને રાષ્ટ્રનિર્માણમાં સક્રિય ભાગીદાર બનવાનો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો.
ચાલો, સૌ મળીને સંકલ્પ કરીએ.
“નશામુક્ત યુવા, વિકસિત ભારત” માત્ર એક સૂત્ર નહીં, પરંતુ નવા ભારતના નિર્માણનો મજબૂત પાયો બનશે.
ભારત માતા કી જય! 🇮🇳
વંદે માતરમ!
1-1...
📍કેશોદ
આજરોજ મારુતિ હોસ્પિટલના ભવ્ય મંગલ પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયો.
પરમ કૃપાળુ શ્રીનાથજી બાવાના આશીર્વાદથી કેશોદ ખાતે શરૂ થયેલ મારુતિ હોસ્પિટલના મંગલ પ્રારંભ સમારોહમાં ઉપસ્થિત રહી આયોજકોને શુભેચ્છાઓ પાઠવવાનો અવસર મળ્યો.
આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ દ્વારા કેશોદ તથા આસપાસના વિસ્તારના નાગરિકોને ગુણવત્તાસભર અને સમયસર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે, જે સમગ્ર વિસ્તાર માટે એક મહત્વપૂર્ણ અને આવકારદાયક પહેલ છે.
આ નવપ્રસ્થાન સતત પ્રગતિના શિખરો સર કરે અને સમાજને ઉત્તમ આરોગ્ય સેવા પ્રદાન કરે તેવી હાર્દિક શુભકામનાઓ.
જય શ્રીનાથજી. 🙏
'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા @iJagdishBJP સાહેબ ના અધ્યક્ષસ્થાને પ્રદેશ બેઠક યોજાઈ. જેમા ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવેલ.