"જ્યાં ભોજન નહીં, મૃત્યુનો સંકેત પીરસાય છે"
ઘટના છે...
📌GSRTC ની બસનું સ્ટોપ રાખવામાં આવેલ,
#તારાપુર_ચોકડી પાસે આવેલ #ન્યૂ_માયા_હોટેલની
📌જેમાં #GSRTC ના ડ્રાઈવર ને જમવામાં #ગરોળી આવી,🦎
🚨ઉપલેટા કવાટ બસના ડ્રાઈવરને હોસ્પિટલ લઈ જવામા આવ્યા છે.
📌 GSRTCના એક ડ્રાઈવરભાઈ – એટલે કે “ચાલતી બસનું હ્રદય” – જ્યારે પેટ ભરે તો જીવ જોખમમાં આવી જાય, ત્યારે એ ફક્ત દુર્ઘટના નથી, એ ‘સિસ્ટમની સિસ્ટમેટિક હત્યા’ છે. GSRTC ને જ્યાં બસ ઉભો રાખવાનો પરવાનો(#કોન્ટ્રાક્ટ) મળ્યો છે એને ડ્રાઈવર કંડકટર કે મુસાફરોને સારું જમાવવાનું દેવાનું #ફરજ કે #જવાબદારી માં આવે છે.
👆🏻પણ અફસોસ અહીંયા #ફરજ સાથે ક્યાં કોઈને લેવાદેવા છે.આવું એકવાર થોડી થયું છે GSRTC માં તો આ છાસવારે બનતી ઘટના છે. સત્તાધીશોને મતલબ છે તો બસ #ટેન્ડર અને કોન્ટ્રાક્ટ થી બાકી માણસ ના જીવની પણ ક્યાં કોઈને પડી છે ?
📌 હોટલ સારી છે કે ખરાબ ? એનો અહેવાલ ન તો ડ્રાઈવર આપી શકે, ન કંડક્ટર. કારણ કે તેઓ “ચાકરી કરો અને મૌન રહો” સ્કીમ હેઠળ કાર્યરત છે.
આમ જોવા જઈએ તો દરેક ડ્રાઈવર અને કંડક્ટરે આ વાતનો વિરોધ કરવો જોઈએ, કેમ કે એના #જીવન_જીવવાના_અધિકારી સાથે રમત રમાઈ રહી છે. રમત સત્તાધીશો, હોદ્દેદારો, અને ચાટુકરીત યુનિયન રમે છે, પણ ફરી અફસોસ ! તે શું વિરોધ કરી શકવાના ? તે પણ નપાણીયા બની જેમ સર્કસ ચાલતું હોય એમ બધું જોયા કરે છે,તે હોટેલ કે જમવાનો બહિષ્કાર સુધા પણ નહીં કરી શકે, દરેક કંડકટર કે ડ્રાઈવર હંમેશા ભગવાન ને એટલી પ્રાર્થના કરે છે બસ એની સાથે આવું ન બને.
📌એ નિગમ જેની ઉપર પ્રેશર લાવી આવી હોટેલ કે ખાવા ઉપર પ્રતિબંધ લગાડવાની જવાબદારી #યુનિયનની હોઈ છે, એ યુનિયન તો સત્તાધીશો ની ખોળામાં બેસી પગચુંબી કરવામાં અને પોતાની ફાઈલો પાસ કરાવવામાં, પોતાના મળતિયાની કોન્ટ્રાક્ટ કે ટેન્ડર અપાવવામાં જ વ્યસ્ત રહેતું હોય છે. યુનિયન હોદ્દેદાર પોતાના પેન્શન ભવિષ્ય માટે વધુ ચિંતિત હોય છે, ડ્રાઈવરની હાલત માટે નહીં.
📌GSRTC માં પહેલા પુષ્કળ ભરતી આવતી હતી. અત્યારે ધીરે ધીરે #કોન્ટ્રાકટ ભરતીથી કર્મચારી લેવાની શરૂઆત થઈ ગઈ છે. કેમ તો કે સત્તાધીશોને સામે કે #સત્ય બોલે એવા લોકો નથી ગમતા, હંમેશા ગમે છે જે તેની જી હુકમી કરે અને સામે બોલે તો તેને ગમે ત્યારે કાઢી શકાય.
📌2 દિવસ કદાચ આ મુદ્દા ઉપર વાતો થશે,કદાચ મીડિયા પ્રેશર લાવશે તો થોડો બદલાવ પણ આવશે.
📌શું આનાથી એ ડ્રાઈવર કન્ડક્ટર ની જિંદગીમાં કોઈ બદલાવ આવશે ? કોઈએ જઈને પૂછ્યું છે એ ડ્રાઈવર કે કંડકટર ને તમને સરકાર કોઈ મેડિકલેમ આપે છે કે કેમ ? તમને ન કરે નારાયણ ને કશુંક થઈ જાય તો તમારા પરિવારમાં ભરણપોષણ નું શું ? ઇશ્વર કરે ને સારા થઈ જાવ તો શું બીજીવાર એ હોટલમાં તમારા પરિવારને જમાડવાનો જીગર ચાલશે ? ક્યારેય કોઈ જવાબદાર સામે કેમ એક્શન નથી લેવામાં આવતા ? ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ કેમ આવા સમયે જ ધૃતરાષ્ટ્ર બની જાય છે ?
📌 આ “અદૃશ્ય હોટલ માફિયા” ને રોકવાનું કામ ફૂડ સેફ્ટી વિભાગનું હોય છે, પણ એ તો એવો રાજશ્રી અભયદાન પામેલો વિભાગ છે, જે પગાર માટે તો ખુણે જમણો ખાય છે પણ ફરજ માટે હાથ પણ ઊંચો ન કરે.
📌 ખોરાકમાં ઝેર હોય કે ગરોળી – જવાબદાર કોણ?
આ પ્રશ્ન પોલીસ કરતા પણ દરરોજ વધુ સુનાવણી માટે લાયક છે. પણ જવાબદાર તો અહીં “ટેન્ડરબાજી” છે – જેના હાથ સોપાયેલા છે તાળાઓના ગુચ્ચા પણ ખુલ્યાં દરવાજા નથી.
📌શું આવી ઘટનાથી નિગમ ને #ઝાંખપ નહીં લાગે ?🤔
📌 આખરે પ્રશ્ન એટલો જ કે –
GSRTC બસમાં મુસાફરોએ ટિકિટ લઈને જમવાનું ખાવું કે જીવનનો જોખમ ખરીદવો ?
જો આવું વાંચીને પણ કોઈના જીવમાં ધડકારો ન થાય, તો સમજજો – અહીં જમવામાં નહીં, માનવતામાં #ગરોળી આવી ગઈ છે.
@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@GenibenThakor@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9
मीडिया की एक रिपोर्ट के अनुसार गुजरात के खंभात तहसील के मितली गांव में एक कुएं से दलित समुदाय के लोग पानी की किल्लत के वक्त भी पानी न ले सके उसके लिए कुछ जातिवादी लोगों ने कुएं में शौच और मूत्र डाल दिया।
अब यहां की सरकार छुआछूत को खत्म करने के बजाय दलित समाज के लोग इस मुद्दे को उठाएं नहीं ये सुनिश्चित करने में लग जाएगी।
હવે તો બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો ભરી છે.
કાઢો ને, શેની રાહ જુઓ છો?
બી ટીમ, ફૂટેલી કારતૂસો, સામેના કેમ્પ જોડે સેટિંગ કરવા વાળા, લગ્નના ઘોડા - આ બધાને કાઢવામાં દુઃખે છે ક્યાં??
મારું નહીં તો રાહુલ જીનું તો માનો !!
સમાજ અને જાતિના આધારે GPSCમાં પાસ નાપાસ કરાતા હોવાનો દાવો, ભાજપ નેતા હરિ ચૌધરીએ CMને લખ્યો પત્ર
((ભાજપનાં જ દિગ્ગજ નેતા અને OBC અગ્રણી હરિ ચૌધરીએ સરકારી પરીક્ષા પદ્ધતી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ચૌધરી સમાજના અગ્રણી અને ભાજપ નેતાએ ચોકાવનારા આક્ષેપ સાથે મુખ્યમંત્રીને લખ્યો પત્ર લખતા ચકચાર મચી ગઇ છે. સમાજ અને જાતિના આધારે GPSCમાં પાસ નાપાસ કરાતા હોવાનો કર્યો આક્ષેપ લગાવ્યા હતા. આક્ષેપ કરનાર હરિ ચૌધરી ગાંધીનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હતા અને ભાજપ અને ખાસ કરીને ચૌધરી સમાજમાં દબદબો ધરાવતા નેતા છે. OBC ઉમેદવારોને 450 માર્ક્સ હોય તો ઈન્ટરવ્યુમાં 20થી 25 માર્ક અપાય છે તેવો આક્ષેપ હરિભાઇ ચૌધરીએ લગાવ્યો હતો. ઓપન કેટેગરીના ઉમેદવારોને 350 માર્ક્સ હોય તો ઇન્ટરવ્યુમાં આપે છે 90 માર્ક હોય છે તેવો આક્ષેપ બાદ રાજકારણમાં ગરમાવો આવવાની સાથે સાથે જાતિગત રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે.))
#gpsc #gpscexams #gpscmarks #harichaudhary #gpscscam #bjpgujarat #politics #vtvdigital
છેલ્લા 2 મહિનાથી સાંભળીએ છીએ કે એસટી નિગમના ફિક્સ પે ના કર્મચારીઓ ને મળશે પગાર વધારો !!
⛔નિગમ ના કર્મચારીઓ સાથે શા માટે ઓરમાયું વર્તન કરવામાં આવે છે ? કેમ આટલી વાર લગાડવામાં આવી રહી છે ?
⛔ફરીથી સમચાર મળી રહિયા છે કે રાજ્ય ના નાણા વિભાગે આપી મંજૂરી.. 30% નો પગાર વધારો મળશે.
🤔પણ ક્યારે ?
🤔કેમ ઓફિસિયલ #પરિપત્ર જાહેર નથી થતો ?
#GSRTC
@deepakrajani123 GSSSB પણ Digital થવા જઈ રહ્યું છે અને કમ્પ્યૂટર પર પરીક્ષા લેશે પણ લોકોને કમ્પ્યૂટર વિષય નું શિક્ષણ સ્કૂલમાં કમ્પ્યૂટર શિક્ષક વગર મળ્યું નથી એ લોકો શું કરશે ..
હજુ ટાઇમ છે DigitalGujarat માં કમ્પ્યૂટર શિક્ષકની ભરતી કરવામાં આવે ..
जिस विभूति पटेल ने हाल ही में गुजरात के दलित युवक को जूता चटवाया, वह भाजपा की कार्यकर्ता हैं।
दलितों के वोट लेने होंगे तब भाजपा वाले उनके पैर धोने चले जायेंगे लेकिन बाकी के दिनों में अपना जूता चटवाएंगे, यही उनका असली मनुवादी चरित्र है!
राजस्थान कांग्रेस के प्रदेश अध्यक्ष माननीय गोविंद सिंह डोटासरा जी की नामांकन जन आशीर्वाद रैली में कल उपस्थित रहा।
लक्ष्मणगढ़ की जनता का जो जोश देखा उसे यह प्रतीति होता है की लक्ष्मणगढ़ फिर एक बार बड़ी बहुमति से डोटासरा जी को जिताने जा रहा हैं।
#CongressFirSe
#GSRTC ના કર્મચારી ની #સ્વ_અનુભવેલી વેદના અને #વાસ્તવિકતા 👇
🔴#યુનિયન ના ખાસ માણસો ડ્રાઇવર કે કંડકટર ની નોકરી કરતા હોવા છતાં ડેપો પર અલગ અલગ ઓફિસ માં બેસે જેમ કે TC પોઇન્ટ, બુકિંગ, કેસ,મશીન....જેવી શાખા માં દરેક મોટાભાગના ST ડેપો પર આ પોઝિશન છે, ખાસ યુનિયન ના માણસો ઇ ઓફિસ સંભાળી લીધી છે, જેનાથી બીજા ડ્રાઇવર કંડકટર ને ડબલ નોકરી કરવી પડે.
☝️અને જો કોઈ કર્મચારી સામે બોલે તો ડેપો બદલી કરાવી નાખે છે એટલે બિચારા #ઈમાનદાર અને #પ્રમાણિક કર્મચારી ડરી ડરી ને નોકરી કર્યા કરે.
☝️ડબલ પર ડબલ નોકરી પર ક્યારેય સરખું જમવા કે સુવા કે આરામ નથી મળતો, એમાં પણ અધુરામાં પૂરું #મળતિયાની #ટેન્ડર_વાળી_હોટેલ તો ખરી જ, અમુક હોટલ તો એવી ને તમે ત્યાં એક વાર જમો ને તો એમ થાય કે આવું તો કૂતરા પણ ન ખાય... આમ પણ ST ને તો ખાલી #કટકી_ટેન્ડર થી જ મતલબ...
☝️અમુક ડ્રાઇવરો ને ઘરે જમવાનું પણ નસીબ થવા માં 4-5 દિવસ લગી જાય છે.
🔴12 કલાક ની નોકરી #ઓવરટાઇમ માત્ર 75 રૂપિયા..અને હા 12 કલાક ના ઓવરટાઇમ માં ખાલી 2 જ કલાક ગણાય એટલે 150 રૂપિયા.
🔴બસ માં અચાનક કંઈ પણ થાય તો બિચારો ડ્રાઇવર ભોગ બને, મોટી મોટી #રિકવરી આવે, કયારેક 10000 ની રિકવરી પણ આવે આટલી મોટી રિકવરી કઈ રીતે ભરે ડ્રાઇવર એ પણ ખાલી 18500 માંથી ??
🔴ડેપો લેવલ પર જો ઈનકમ ના આવે તો કર્મચારી ની #લાઇન બદલાવી નાખે અથવા તો કર્મચારી ડેપો બદલાવી નાખે..
🔴ડ્રાઇવર ને જો વધારે ડીઝલ આવે તો લાઇન ચેન્જ, ડેપો ચેન્જ,મેમાં આવે , રિકવરી આવે ,ઉપર થી #દબાણ કરે છે તમારે આમ તો કરવું જ પડશે....
🔴બસ માં #પેસેન્જર ની મેકસીમમ લિમિટ 52+5(ઊભા) પણ જો તમે કોઈ સ્ટોપ પર બસ ઉભી ન રાખો તો તમારી બદલી કરવી નાખે તેમજ માનસિક ટેન્શન આપે અને જો બસ માં 70 થી 80 પેસેન્જર હોય અને કઈ પણ બને તો ડેપો વારા હાથ ઊંચા કરી નાખે, તોય ડ્રાઇવર કંડકટર ને જવાબદાર ગણી ને સસ્પેન્ડ કરે છે કે તમે લિમિટ બહાર મુસાફરો લીધા હતા ..ભોગ તો ડ્રાઇવર કંડકટર જ બને...
☝️આમાં યુનિયન વારાએ ક્યારે કર્મચારી નો સાથ નથી આપતા કેમ કે નિગમ અને યુનિયન #સગા_માસિયાય ભાઈ ની જેમ રહે...
🔴પીડિત કર્મચારી #પરીવાર અને નોકરીને કારણે ડર બેસી ગયો છે કે બદલી થઈ જશે તો #બાળકો ને કેમ ભણાવિશું...? બીજા ત્રીજા પ્રશ્નો ઊભા ને ઊભા... એટલે બહુ કોઈ બોલતું નથી.બોલે તો યુનિયન એની પથારી ફેરવી નાખે.
🔴ઘણા #રેસ્ટરૂમ જોવો તો ઊંઘ ના આવે.. ગંદકી નું ઘર, ઉંદર નું ઘર, મળતિયા ની ટેન્ડર વારી હોટેલ માં જે દે તે ખાવાનું તો શું પગ પણ મૂકવો ના ગમે !😒
🔴હવે કહો કે #કન્ડક્ટર શું કરે 30 મિનિટ પહેલા ટ્રિપસીટ કઢવે કે પસી પ્લેટફોર્મ પર ગાડી લગાડવા મદદ કરે કે ગાડી લખવા જાય કે ગાડી મો 40 રિઝર્વેશન ની ચોકડી મારે કે પેસેન્જર ને દરેક ને ફોન કરે કે રહી ગયેલ પેસેન્જર લેવા ઊભો રહે...❓❓
🔴કયારેક ST બસ બગડી હોય તો કન્ડક્ટર કોલ કરે આજુબાજુ વારા ડેપો માં તો એટેન્ડ કરવા 6 કલાકે આવે ત્યાં લગી ડ્રાઇવર કંડકટર ને બેસી રેહવાનું, પરંતુ ફેરા જેટલા બાકી હોય તે પૂરા તો કરવાના જ.. આ 6 કલાક માં કોઈ જ ઓવરટાઇમ નહીં.. ગમે ત્યારે બસ માં કહી પણ થાય તો બહાર ના ડેપો નો એવો જ જવાબ અહીંયા ના થાય હો..#breakdown ગમે એટલી વાર થાવ તેનો કોઈ જ ઓવરટાઇમ મળતો નથી.. ક્યારેક ડ્રાઇવર કંડકટર ને સુવા જ નથી મળતું ને ત્યાં તો બીજો દિવસ નોકરી ચાલુ થઈ જાય.
🔴ST ના વર્ગ ત્રણ અને ચાર ના કર્મચારી ની ડબલ નોકરી તો ચાલુ જ હોય કયારેક તો 5 દિવસ થઈ જાય.. સત્તત 5 દિવસ નોકરી કરવાની તેમાં 10 કલાક નોકરી કરો ને 4 કલાક નો #અવોરટાઇમ મળે એટલે 4*75=300 રૂપિયા મળે ..6 કલાક મફત માં કામ કરવાનું તેમાં પણ 3 ટાઈમ જમવાનો ખર્ચ બીજો ખર્ચ એટલે 300 તો એમજ પૂરા થઈ જાય ..એટલે મફત માં ડબલ નોકરી કરવાની 🙏
🔴જો તમે #ડબલ_નોકરી કરવાની ના પાડી તો તમારું પૂરું,,,🫣 તમારી લાઇન બદલાવી નાખે કા પછી તમારી એવી રીતે નોકરી લખે કે તમે ઘરે થી એટલા વેહલા આવી જ ના શકો એટલે તમારે ડેપો માં જ રાત વિતાવી પડે, ડેપો માં પણ પાણી ની સમસ્યા હોઈ જ..જ્યાં જોવો ત્યાં ગંદકી,મચ્છર ,ઉંદર અને પરિવાર થી અલગ રહેવાનું આ છે આંખે જોયેલ #વાસ્તવિકતા
🔴#વાસ્તવિક પરિસ્થિતિ જો તમે જાહેર માં કહો તો નિગમ એવું કહે કે તમે ST ની પ્રતિષ્ઠા ને #જાંખપ લાગે તેવું કૃત્ય કરિયું છે એટલે તમને સસ્પેન્ડ કરવામાં આવશે.... ભોગ હંમેશા નાના કર્મચારી નો જ લેવાયો છે. ઉપર બેસનાર તો મલાઈ જ ખાય
☝️આ બધા પ્રશ્નો યુનિયન ને ઉઠાવવા ના હોઈ.. પણ યુનિયન ૬૦૦ રૂપિયા લઈ એના #તાયફાઓ માં મસ્ત છે.
🔴St માં ખાલી ફિક્સ કર્મચારી ના પગાર વધારા ની સમસ્યા નથી બીજી બહુ બધી છે.... ઊંચતર પગાર ધોરણ નઈ મળતું, ઓવરટાઇમ પગાર પંચ મુજબ નથી મળતો, ગ્રેડ પે માં વિસંગતાઓ , પ્રમોશન માં ગૂંચવણ....એવી તો પુષ્કળ સમસ્યા છે...
જેની વાત પછી ક્યારેક કરીશું,
✍️ યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)