યુવાનો ના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કૌભાંડીઓની #ગૂજરાત_ફાઈલ તૈયાર કરી રહીયો છું. આવનાર દિવસોમાં આધાર પુરાવા સાથે એક એક ને જાહેર જનતા જોગ મૂકીશ.
તપાસ થી ઘણા #મોટા_માથા અને કૌભાંડીઓ ના આકા સામે આવી શકે છે.
અત્યારસુધી ની કૌભાંડની તપાસમાં સૌથી વધારે #શિક્ષણ_જગત સાથે સંકળાયેલ લોકો સામે આવ્યા છે.
યુવાનો ના સપના અને આશાઓ ને ચકનાચૂર કરનાર ને કોઈપણ ભોગે #મે_છોડેગા_નહીં.....
🙏સરકાર પાસે ઘણીવાર પ્રોટેક્શન ની માંગણી કરી છે આપે કે ન આપે તે એનો વિષય છે.
હું મારું કર્મ કરીશ મારો ધર્મ નીભાવિશ.
સત્તા અને એના સમર્થકો તેનું કાર્ય કરે.
હું પડકાર જીલનાર માણસ છું અને જીવમાં જીવ છે ત્યાંસુધી યુવહિત માટે લડીશ.💪
#રાષ્ટ્રનિર્માણની અને ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ માં હું લડીશ અને જેને જેને ખોટું કર્યું છે એને છોડીશ નહીં.
મારો કોઈ વ્યક્તિગત દુશ્મન નથી, મારે કોઈપણ સાથે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ નથી.હા એ ચોક્કસ છે કે મને કે મારા પરિવારને ખોટી રીતે #ફસાવવાનો પ્રયાસ થશે તો ચૂપ પણ નહીં બેસું.હું ગુજરાતના યુવાનો માટે લડ્યો છું. મે હંમેશા યુવહીત અને જાહેરહિતનું કામ કર્યું છે #ટ્રેક_રેકોર્ડ એકવાર ખાસ જોજો. સિસ્ટમ અંદર રહેલ સડો અને સિસ્ટમ અંદર આવતું દૂષણ દૂર કરવાનું મારું કામ શરૂ છે અને રહશે.
#શુદ્ધિકરણ ના આ યજ્ઞ માં સામાન્ય જનતા એ પણ જોડાવું જોઈ અને આહુતિ આપવી પડશે, આ લડાઈ તમારી આવનાર પેઢી માટેની પણ છે.
#યુવાશક્તિ_રાષ્ટ્રશક્તિ
#યુવાહીત_રાષ્ટ્રહીત
@PMOIndia@narendramodi@AmitShah@Bhupendrapbjp@CMOGuj
https://t.co/VVUzjcyby9
પોલીસ મહાન નિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની #CCE માં #પોલીસ કર્મચારી ઉમેદવારોને પરીક્ષામાં બેસવાની તક મળી તે માટે બંદોબસ્ત માંથી મુક્તિ આપવા અને રજા મંજૂર કરવા માટે તમામ પોલીસ કચેરીઓને સૂચના આપવામાં આવી છે.
#CCE#GUJARATPOLICE
"महामानव के जन्मदिन पर करोड़ों के दीये जगमगाते हैं, और आज़ादी के इतने साल बाद भी मासूम उन्हीं दीयों से बचा हुआ तेल बटोरकर अपना पेट भरने को मजबूर हैं- #वाह_रे_नया_भारत!"
👇🏻एक तरफ विज्ञापनों और रोशनी के बड़े-बड़े ढकोसले, और दूसरी तरफ उसी रोशनी के नीचे अपनी बदहाली और भुखमरी मिटाने की जद्दोजहद करते ये बच्चे!
#DeepotsavReality #GroundReality #NewIndia #ShameOnSystem #PovertyInIndia
@PMOIndia@narendramodi
🙏🏻ભાવભીની શ્રદ્ધાંજલિ🙏🏻
અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર..
ગાંધીનગરના સેક્ટર-૩ડી ખાતે રહેતા અને અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં લોકરક્ષક કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા માત્ર ૨૮ વર્ષીય જ્હાનવીબેન અનિલભાઈ ડાભીનું અસમયે અવસાન થયું છે.
જાણવા મળ્યા મુજબ, નાઇટ ડ્યુટી પૂર્ણ કર્યા બાદ તેઓ ગાંધીનગર સ્થિત પોતાના નિવાસસ્થાને પરત ફર્યા હતા. ત્યારબાદ બનેલી આ દુઃખદ ઘટનાથી પરિવારજનો, સહકર્મીઓ અને સમગ્ર પોલીસ પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
એક યુવાન અને ફરજશીલ પોલીસ કર્મચારીની આ રીતે અકાળે વિદાય અત્યંત દુઃખદ અને આઘાતજનક છે. ઈશ્વર દિવંગત આત્માને શાંતિ અર્પે અને શોકગ્રસ્ત પરિવારજનો તથા તેમના સહકર્મીઓને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના.
ૐ શાંતિ... શાંતિ... શાંતિ... 🙏💐
⛔આવી મુશ્કેલ ઘડીમાં કોઈ વ્યક્તિ માનસિક તાણ, નિરાશા કે ગંભીર મુશ્કેલીમાંથી પસાર થતી હોય તો એકલા ન રહેવું, વિશ્વાસુ વ્યક્તિ સાથે મુક્ત મને વાત કરવી અને સમયસર યોગ્ય મદદ લેવી ખૂબ જરૂરી છે.
#JhanvibenDabhi #Gandhinagar #GujaratPolice #ShaibaugPolice #Tribute #RIP #Shraddhanjali #GandhinagarNews
LRD 2025-26 DV Update
⛔️દસ્તાવેજ ચકાસણી શરૂ થવાની તારીખ: તા. ૩૦.૦૯.૨૦૨૬
⛔️કોલલેટર ડાઉનલોડ કરવાની શરૂઆત: તા. ૨૪.૦૯.૨૦૨૬ થી
⛔️પ્રમાણપત્રો ઇશ્યુ (મેળવેલ) હોવાની છેલ્લી મર્યાદા: તા. ૨૩.૧૨.૨૦૨૫ સુધીમાં
🗒️જરૂરી દસ્તાવેજો: તમામ અસલ પ્રમાણપત્રો અને તેની સ્વ-પ્રમાણિત 📃એક-એક નકલ (A થી I મુજબ) સાથે રાખવાની રહેશે (જે ૨૩.૧૨.૨૦૨૫ સુધીમાં ઇશ્યુ થયેલ હોવા જોઈએ).
🧾મુખ્ય પ્રમાણપત્રો:
જન્મ તારીખનો પુરાવો (એસ.એસ.સી./એચ.એસ.સી. પ્રમાણપત્ર)
ધોરણ-૧૨ અથવા સમકક્ષનું પ્રમાણપત્ર અને ગુણપત્રક
🛑જાતિનું પ્રમાણપત્ર (SEBC/SC/ST) તથા SEBC માટે નોન-ક્રિમિલેયર સર્ટિફિકેટ (નિયત સમયગાળાનું)
🛑EWS ઉમેદવારો માટે જરૂરી પ્રમાણપત્ર
🛑આધાર કાર્ડ અથવા અન્ય ઓળખપત્ર (અસલમાં)
Annexure-3 ફોર્મ તથા લાગુ પડતા અન્ય ફોર્મ્સ ભરીને લાવવાના રહેશે.
MPHW ભરતી (જાહેરાત ક્રમાંક: ૧૭/૨૦૨૧-૨૨): અઢી વર્ષથી ન્યાયની રાહ જોતા ૧૦૦ ઉમેદવારોની વ્યથા અને માંગણીઓ
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં જાહેર કરાયેલી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ની ભરતી પ્રક્રિયા અંતર્ગત ફાઇનલ મેરિટ લિસ્ટ અને જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, ૧૦૦ જેટલા ઉમેદવારો છેલ્લા અઢી વર્ષથી નિમણૂક હુકમથી વંચિત છે.
📌ભરતી અટકવાનું મુખ્ય કારણ અને સ્થિતિ
નામદાર ગુજરાત હાઇકોર્ટમાં આશરે ૭ જેટલા ડમી ઉમેદવારોના કેસને કારણે સમગ્ર ભરતી પ્રક્રિયા પર સ્ટે (‘સ્ટેટસ ક્વો’) આપવામાં આવ્યો છે.
📌ઉમેદવારોની વેદના અને ગંભીર સમસ્યાઓ
વયમર્યાદાનો પ્રશ્ન: ભરતી પ્રક્રિયામાં થયેલા અત્યંત વિલંબના કારણે મોટાભાગના ઉમેદવારો વયમર્યાદાની ઉપલી સીમા વાવી ચૂક્યા છે, જેથી હવે તેઓ અન્ય કોઈ પણ સરકારી કે ખાનગી ભરતી માટે પાત્ર રહ્યા નથી.
આર્થિક અને માનસિક યાતના: બેરોજગારી, આર્થિક ડૂબ અને ગંભીર માનસિક તણાવના કારણે આ ઉમેદવારોના પૂરા પરિવારનું ગુજરાન ચલાવવું અશક્ય બની ગયું છે.
તંત્રની ઉદાસીનતા: પંચાયત બોર્ડ, પંચાયત વિભાગ તેમજ મુખ્યમંત્રી કાર્યાલય (CMO) સમક્ષ અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ સંતોષકારક ઉકેલ આવ્યો નથી. વળી, સરકારી પક્ષ તરફથી હાઇકોર્ટમાં કેસ વહેલો સત્વરે ચલાવવા માટે પૂરતી ગંભીરતા કે આક્રમક પેરવી જોવા મળતી નથી.
📌મુખ્ય માંગણીઓ
૧. સ્ટે વહેલો હટે તે માટે સક્રિય કાર્યવાહી: નામદાર હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસમાં સરકાર પક્ષ (ગવર્મેન્ટ પ્લીડર) દ્વારા વિશેષ દરકાર રાખી, અરજન્ટ હિયરિંગ કે સ્પેશિયલ મૂવમેન્ટ દ્વારા સ્ટે વહેલી તકે દૂર કરવામાં આવે.
૨. જિલ્લા પસંદગી પૂર્ણ કરનાર ઉમેદવારોને તુરંત નિમણૂક હુકમ આપવામાં આવે.
📌૭ દિવસનું અલ્ટીમેટમ અને આગામી ચીમકી
સરકાર અને સંલગ્ન વિભાગોની નિરસતા સામે રોષે ભરાયેલા ઉમેદવારોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શાંતિપૂર્ણ ધરણા યોજીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ઉમેદવારો દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો આગામી ૭ દિવસની અંદર હાઇકોર્ટમાંથી સ્ટે હટાવવા માટે સક્રિય કાનૂની પગલાં નહીં ભરાય, તો તેઓ આમરણ ઉપવાસ જેવા ઉગ્ર આંદોલનનું પગલું ભરવા મજબૂર બનશે.
#MPHW_Recruitment #JusticeForMPHW #GandhinagarProtest #GujaratJobNews #PanchayatDepartment #GujaratHighCourt #YouthProtest
@InfoGujarat@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u@VoraMalhar
'વિશ્વગુરુ'ના વાયબ્રન્ટ તાયફા અને કાગળ પર લથડતું શિક્ષણ:
આ છે #ગુજરાતનું_વાસ્તવિક_શિક્ષણ_મોડલ ?
સ્ટેજ પરથી ‘વિશ્વગુરુ’ અને ‘ડિજિટલ ભારત’ની ડંફાસો મારવી બહુ સહેલી છે, પણ જમીન પર વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં શાળાઓ છે પણ ભણાવવા માટે શિક્ષકો નથી! ૫મી સપ્ટેમ્બર આવે એટલે શાલ ઓઢાડવાના નાટકો, ફોટો-ઓપ અને ફાંકા ફોજદારી ભાષણો શરૂ થઈ જાય, પણ કોઈ એ નથી પૂછતું કે ૨૫,૦૦૦ ખાલી જગ્યાઓ કોણ ભરશે ?
🟤આંકડાઓની પોલ અને વાસ્તવિકતા:
⛔એક શિક્ષક, આઠ ધોરણ અને ૮૭ હજાર ભવિષ્ય: ખુદ સરકાર સ્વીકારે છે કે રાજ્યની ૨,૪૬૨ શાળાઓ માત્ર ૧ શિક્ષકના ભરોસે ચાલે છે! ૮૭,૦૦૦થી વધુ ભૂલકાંઓને ધોરણ ૧ થી ૮ સુધી એક જ શિક્ષક ભણાવે, એ જ હાજરી પૂરે, એ જ મધ્યાહ્ન ભોજન સંભાળે અને એ જ ચૂંટણી-વસ્તી ગણતરીના ફોર્મ ભરે. દેશમાં આવી ૧ લાખથી વધુ શાળાઓ છે, અને આપણે ગર્વથી કહીએ છીએ "ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત!’
⛔૭૫,૦૦૦ની ઘટનું અસલ સત્ય: વર્તમાન નિયમો મુજબ ૨૫,૦૦૦ શિક્ષકો ખૂટે છે, અને જો નવી શિક્ષણ નીતિ (NEP) કે ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ’ના નિયમો લગાવો તો સીધી ૭૫,૦૦૦+ શિક્ષકોની ઘટ સામે આવીને ઊભી રહે છે.
⛔૧૫ વર્ષનો ‘સુકો દુષ્કાળ’ અને મોટા સપના:
🧘🏻ઓલિમ્પિક્સ અને કોમનવેલ્થ લાવવાના સપના વેચાય છે, પણ ૧૫ વર્ષથી વ્યાયામ શિક્ષકની ભરતી નથી થઈ! રમે તે ખીલે, પણ રમાડે કોણ ? બસ ભાજપના રાજમાં "રમશે ગુજરાત !" ના નારો વેંચાય છે.
🖥️‘ડિજિટલ ઇન્ડિયા’ના નારા ગાજે છે, પણ ૧૫ વર્ષથી કોમ્પ્યુટર શિક્ષક નથી!
🎉કલા ઉત્સવોના તાયફા થાય છે, પણ ૧૫ વર્ષથી ચિત્ર કે સંગીતના શિક્ષકો નથી!
🛖જર્જરિત ઓરડા અને તરસ્યા ગળાં: હજારો સરકારી શાળાઓમાં પીવાનું શુદ્ધ પાણી કે પાયાગત યુરેનલ જેવી સુવિધા નથી. છત પરથી પ્લાસ્ટર પડે અને બાળક ભયના ઓથાર નીચે ભણે, આ છે શિક્ષણનું જમીની સ્તર.
🏢સરકારી બંધ, ખાનગીના રાફડા: આ નીતિ કે સુનિયોજિત ખેલ?
એક બાજુ ‘ઓછી સંખ્યા’નું બહાનું કાઢી સરકારી શાળાઓને તાળાં મરાય છે, અને બીજી બાજુ ગલીએ-ગલીએ ફી ઉઘરાવતી ખાનગી શાળાઓના રાફડા ફાટે છે. એ કોઈથી છાનું નથી કે આ ખાનગી સંસ્થાઓ કોના આશીર્વાદથી અને કયા વગદાર બાબુઓ કે નેતાઓના મળતિયાઓથી ધમધમે છે! 'શિક્ષક વિનાની શાળા અને શાળા વિનાનું ગામ' બનાવીને સામાન્ય વર્ગના બાળકનું ભવિષ્ય ખાનગી શિક્ષણ માફિયાઓને હવાલે કરી દેવાયું છે.
👼🏻સરકારી ચોપડે શિક્ષક 'શિક્ષક' છે, પણ જમીન પર એ ચૂંટણીનો કારકુન, વસ્તી ગણતરીનો ગણતરીકાર, સરકારી યોજનાઓનો સર્વેયર અને મધ્યાહ્ન ભોજનનો હિસાબનીશ છે! શિક્ષણ સિવાયના ઢગલાબંધ બિન-શૈક્ષણિક કામોમાં ગૂંચવાયેલા શિક્ષક પાસે જ્યારે ભણાવવાનો સમય વધે, ત્યારે માથે આભ તૂટી પડે તેટલો સિલેબસ બાકી હોય છે.
🇮🇳જે શાળામાં માંડ શિક્ષક હાજર છે, ત્યાં તેને ભણાવવા દે તો ને! 🗣️સ્ટેજ પર ‘#રાષ્ટ્રનિર્માતા’ના બિરુદ પકડાવીને બીજા જ દિવસે સાહેબના હાથમાં BLO અને ચૂંટણીની ડ્યુટી, વસ્તી ગણતરી, આધાર વેરિફિકેશન અને સરકારી યોજનાઓના સર્વેના ચોપડા પકડાવી દેવાય છે. હદ તો ત્યાં થાય છે કે ગામમાં ખેતરોમાં તીડ ઉડાડવાથી માંડીને શેરીના કૂતરા (શ્વાન) ગણવાની કામગીરી પણ શિક્ષકોના માથે થોપી દેવાય છે! દિવસ આખો ‘આ એપમાં ડેટા ભરો ને પેલી લિંકમાં ફોટા અપલોડ કરો’ની ગુલામી કરવાની. વર્ગખંડમાં ચોક અને ડસ્ટર પકડવાને બદલે શિક્ષક ઓટલે બેસીને કાગળો ગોઠવતો રહે, પછી સરકાર શિક્ષણનું સ્તર ખાડામાં જવાનો દોષારોપણ પણ આ જ શિક્ષકો પર ઢોળી દે છે! જો રાષ્ટ્રનિર્માતા પાસે શ્વાન અને મતદારો જ ગણાવવા હોય, તો દેશનું ભવિષ્ય ઘડવાની અપેક્ષા રાખવી એ સૌથી મોટો ઢોંગ છે.
દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરે સ્ટેજ સજે છે, શાલ ઓઢાડાય છે અને ‘ગુરુ ગોવિંદ દોઊ ખડે’ના રાગ આલાપીને શિક્ષકોને ‘રાષ્ટ્રનિર્માતા’નો તાજ પહેરાવાય છે. પણ અસલિયત એ છે કે આ સન્માનનો તાજ ગુલાબનો નહીં, પણ કાંટાળો છે. સ્ટેજ પરથી શિક્ષણ સુધારવાના ફાંકા ફોજદારી જેવા ભાષણો પૂરા થાય એટલે વાસ્તવિકતા એ મોઢું વકાસીને ઊભી રહે છે કે રાજ્યમાં ઉજવણીઓ પૂરજોશમાં ચાલે છે, બસ શાળાઓમાં ભણાવવા માટે શિક્ષકો જ નથી!
🛖🧖🏻શિક્ષક વિનાની શાળા રાખીને ‘#વિશ્વગુરુ’ બનવાના સપના જોવા એ ખાલી વાસણ વગાડીને ભૂખ મટાડવા જેવું છે. ભાષણોથી પેટ નથી ભરાતું અને ખાલી કાગળી યોજનાઓથી દેશનું ભવિષ્ય નથી ઘડાતું!
⛔📢રાજ્યનો ઉત્સવપ્રિય વહીવટ જ્યારે માત્ર મેળાવડા, પ્રવેશોત્સવ અને ફોટો-ઓપ પૂરતો સીમિત રહી જાય, ત્યારે ભોગ સામાન્ય વર્ગના બાળકનો બને છે. શિક્ષણ દિવસ નિમિત્તે શિક્ષકોને બે બોલના વખાણ કે પ્રશસ્તિપત્રો આપવા કરતા વધુ જરૂર એ વાતની છે કે તેમને શિક્ષણ સિવાયની ગુલામીમાંથી મુક્ત કરવામાં આવે, ખાલી પડેલી હજારો જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે અને સરકારી શાળાના ઓરડાઓને ફરી જીવંત કરાય. બાકી ભાષણોથી પેટ ભરાતું નથી અને ખાલી ખુરશીઓથી ભવિષ્ય ઘડાતું નથી.
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#GujaratEducationReality #GujaratModelTruth
આ છે 'દેવી વિદ્યાલય' રૂપી અકલ્પનીય આશ્રમશાળા જ્યાં બાળકો સ્વર્ગ માંથી કાગળ પર સાક્ષાત ભણવા આવે છે અને ગ્રાન્ટ પાસ થતાં જ સ્વર્ગમાં પાછા જતા રહે છે!
🏮આ કૌભાંડ આજકાલનું નહીં, ટ્રસ્ટી દ્વારા અંદાજિત 20 વર્ષ થી ચાલે છે, આની વસૂલાત થવી જરૂરી છે.👇🏻
ગુજરાત સરકાર દ્વારા આદિવાસી અને પછાત વર્ગના બાળકોના ઉત્થાન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ, મેંદરડા તાલુકાના સાસણ ક્લસ્ટર અંતર્ગત આવતી શ્રી ભગવતી આદિજાતિ આશ્રમશાળા ની વાસ્તવિકતા જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે!
🚨 મહાકૌભાંડનો પર્દાફાશ: શ્રી ભગવતી આદિજાતિ આશ્રમશાળા (સાસણ ક્લસ્ટર, મેંદરડા, જૂનાગઢ) "ભૂતીયા બાળકો"ના નામે સરકારી તિજોરીની ખુલ્લેઆમ લૂંટ! 🚨
શિક્ષણ જગતને શર્મસાર કરતા કેટલાક ગંભીર સવાલો અને કડવા સત્યો:
૧. કાગળનું સ્વર્ગ અને ગ્રાઉન્ડ પર શૂન્ય: જ્યાં બાળકો માત્ર 'ફાઈલો'માં સ્વર્ગ જેવું ભણે છે અને ગ્રાન્ટ પાસ થતાં જ ગાયબ થઈને પાછા સ્વર્ગમાં જતા રહે છે!
૨. ઇન્વિઝિબલ બાળક (અદ્રશ્ય બાળક):
આ એ ચમત્કારી બાળક છે, જે સામાન્ય જનતાને કે રૂબરૂ તપાસમાં ક્યારેય નથી દેખાતું, પણ આશ્રમશાળાના ચોપડામાં અને કચેરીની 'ગ્રાન્ટની ફાઈલ'માં જ સાક્ષાત દર્શન દે છે!
૩. ભૂતીયા બાળકો અને જીવતા વહીવટદારો:
જે બાળકોનું પૃથ્વી પર કોઈ અસ્તિત્વ જ નથી, જેણે ક્યારેય જન્મ જ નથી લીધો - એવા 'કાલ્પનિક' ભૂતીયા બાળકોના નામે સંચાલકો દર મહિને સરકાર પાસેથી કરોડોની નિભાવ ગ્રાન્ટ વસૂલ કરી રહ્યા છે!
૪. ઓડિટ અને એજન્ટોનો અદભુત તાલમેલ:
શિક્ષણ ભલે એકાદ શિક્ષકના ભરેલું ચાલે, પણ બોગસ L.C., બોગસ વયપાત્રક, બોગસ હાજરી પત્રક અને કાગળ પરના 'ભૂતીયા ઇન્ટેક' ચલાવવાનું ટ્યુશન એટલું પાવરફુલ ચાલે છે કે ઓડિટના કાગળો પણ આપમેળે પાસ થઈ જાય છે!
૫. ડિજિટલ યુગનો નવો ચમત્કાર:
આધાર વેરિફિકેશનમાં બાળકો ભલે 'ઝીરો' (૦) નીકળે, પણ સરકારી તિજોરીમાંથી ગ્રાન્ટ ખેંચવામાં આ સંચાલકો એટલા ફાસ્ટ છે કે ભૂતો પણ કાગળ પર ભણવા મજબૂર થઈ જાય!
📊 હકીકતોની નજરે કૌભાંડ:
🏮નામ: શ્રી ભગવતી આદિજાતિ આશ્રમશાળા (સાસણ ક્લસ્ટર, મેંદરડા, જૂનાગઢ).
🏮ડોક્યુમેન્ટ્સનો ખેલ: બોગસ L.C., બોગસ જન્મના પ્રમાણપત્રો, બોગસ હાજરી પત્રકો અને કાગળ પર બનતી SMC (શાળા વ્યવસ્થાપન સમિતિ).
🏮લૂંટ: વિદ્યાર્થીઓ નહિવત છતાં પ્રતિ વિદ્યાર્થી નિભાવ ગ્રાન્ટ , સ્ટેશનરી, યુનિફોર્મ અને સાબુ-તેલના નામે લાખોની ઉચાપત.
🏮શિક્ષકોની ઘટ: સેંકડો વિદ્યાર્થીઓનો દાવો, પણ ગ્રાઉન્ડ પર માત્ર ૧ શિક્ષક હાજર!
⛔️લોકહિતમાં ઉગ્ર માંગ: આ ભ્રષ્ટ સિસ્ટમ સામે માત્ર તપાસ નહીં, પણ સંસ્થાઓના ટ્રસ્ટી અને જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ સામે કડાક ફોજદારી ગુનો (#FIR) દાખલ કરી જનતાના એક-એક રૂપિયાની રિકવરી કરવામાં આવે! જો ટૂંક સમયમાં પગલાં નહીં લેવાય તો જનઆંદોલન કરવાની ફરજ પડશે.
ઇન્વિઝિબલ બાળક (અદ્રશ્ય બાળક): આ એ ચમત્કારી બાળક છે, જે સામાન્ય જનતાને કે રૂબરૂ તપાસમાં ક્યારેય નથી દેખાતું, પણ આશ્રમશાળાના ચોપડામાં અને કચેરીની 'ગ્રાન્ટની ફાઈલ'માં જ સાક્ષાત દર્શન દે છે!
#AshramShalaScam #Junagadh #mendarda #TribalDevelopment #EducationScam #BhutiyaBalak #Corruption #GujaratPolice #Vigilance #JantaAwaaz
@InfoGujarat@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u@VoraMalhar@collectorjunag@SP_Junagadh
"સત્યનો અવાજ દબાવવા માટે નોટિસોના હથિયાર ભલે ચાલે, પણ #જનહિતની લડાઈ અટકવાની નથી!"
🙏🏻નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. થોડા દિવસો પહેલાં વડોદરા સ્થિત પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તા, આરોગ્ય અને પ્રાથમિક સુવિધાઓના પ્રશ્ને ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની આ પીડા અને વેદનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેને અમે પણ જનહિતમાં વાચા આપી હતી.
આ ઘટના બાદ અમારી ટીમ (જેમાં હું પોતે, શુભમભાઈ ઠાકર અને વિજેન્દ્રસિંહ મકવાણા સામેલ છીએ) દ્વારા ત્યાં રૂબરૂ જઈને વિદ્યાર્થીની પીડા સાંભળવાંમાં આવી હતી. વિદ્યાર્થીઓને મળીને તેમની સમસ્યાઓની વાસ્તવિક માહિતી મેળવ્યા બાદ જ અમે આ વિષયને સોશિયલ મીડિયા પર મૂક્યો હતો.
📝📌હવે પારુલ યુનિવર્સિટી દ્વારા અમારા પર #ડિફર્મેશનની_નોટિસ મોકલવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે "સોશિયલ મીડિયા પરના વીડિયો ડિલીટ કરી માફીપત્ર" આપવા માટે કહેવામાં આવ્યું છે.
🙏🏻અમે ખૂબ જ સ્પષ્ટતા અને વિનમ્ર ભાવે કહેવા માંગીએ છીએ કે અમે આઝાદ ભારતના આઝાદ નાગરિક અને જાહેર જીવનના વ્યક્તિ છીએ. આ લીગલ નોટિસનો કાયદાકીય અને યોગ્ય જવાબ અમે સમયસર આપ્યો જ છે. સાથેસાથે એ પણ કહીએ છીએ કે નિર્દોષ વિદ્યાર્થીઓએ જે પોતાની પીડા અને વેદના વ્યક્ત કરી, માત્ર તેના અવાજ અને વાચક બનવાનું કામ અમે કર્યું છે. અમારે કોઈનીપણ સાથે રાગ દ્વેષ પૂર્વાગ્રહ કે બદનામી કરવાનો કોઈ જ ઇરાદો હતો નહીં , છે પણ નહીં અને રહશે પણ નહીં. અમે જાહેર હિતની વાત અગાઉ પણ કરતા આવ્યા છીએ, આજે પણ કરીએ છીએ અને ભવિષ્યમાં પણ કરતા રહીશું.
શુદ્ધ બુદ્ધિથી (Good Faith) વાસ્તવિક પરિસ્થિતિને ઉજાગર કરી હોવાથી, અમે સોશિયલ મીડિયા પરથી આ વીડિયો ડિલીટ કરવાના મતના નથી, કેમ કે અમને ખાતરી અને શ્રાધ છે કે અમે કોઈ ખોટું કાર્ય નથી કર્યું.
જ્યાં સુધી કાયદાકીય લડતની વાત છે, તો દેશના ન્યાયતંત્ર પર અમારો સંપૂર્ણ ભરોસો છે. જો કાયદાકીય લડાઈ લડવાની થશે, તો તેની પણ અમારી પૂરી તૈયારી છે.
રહી વાત માફીપત્રની તો એક વાત ખૂબ સાક્ષીભાવે અને સહજતાથી કહું છું, ભારતના બંધારણના આર્ટિકલ ૧૯ દ્વારા આપણને મળેલા વાણી સ્વાતંત્ર્યના અધિકાર હેઠળ જ અમે આ વાત મૂકી છે. જો અમે કંઈ ખોટું કર્યું હોત તો ચોક્કસ માફી માંગી લીધી હોત, અમે ભલે આપની જેટલા મોટા માણસ નહીં, અમે ખૂબ નાના માણસ છીએ અમને જરાપણ ઘમંડ કે અહંકાર નહીં. અમને એવું લાગે છે કે અમે કોઈ ખોટું કર્યું જ નથી, એટલે માફી માંગવાની વાત આસ્થાને લાગે છે.
🙏🏻લડાઈ શરૂ હતી અને શરૂ રહશે... અમારી પાસે યુનિવર્સિટીના ઘણા ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ, તેમજ ફેકલ્ટી અને સ્ટાફના સભ્યો આવ્યા છે અને પોતાની આપવીતી જણાવી છે. જો યુનિવર્સિટી દ્વારા કોઈપણ વિદ્યાર્થી કે સ્ટાફને હેરાનગતિ કે કનડગત કરવામાં આવી હોય, તો તેઓ નિઃસંકોચ અમારો સંપર્ક કરી શકે છે. સંપર્ક માટે આપણો નંબર 9099409723 છે તેમજ વિગતવાર માહિતી આપવા માટે એક ગુગલ ફોર્મની લિંક પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આગામી દિવસોમાં આ તમામ બાબતોને ધ્યાને રાખી લડત લડવામાં આવશે.👇🏻
https://t.co/1B6wyhB16k
અમારે કાઠિયાવાડમાં એક કહેવત છે કે,
"જેના ખુદના ઘર કાચના હોય,
તેને ક્યારેય બીજા પર પથ્થર ન ફેંકવો જોઈએ."
ફરી એક વખત ચોખવટ અમે સંપૂર્ણ નિષ્પક્ષતા અને પ્રમાણિકતાથી આ કાર્ય કર્યું છે. અમારો કોઈની પણ સાથે કોઈ રાગ-દ્વેષ કે પૂર્વાગ્રહ હતો નહીં, છે નહીં અને હશે પણ નહીં, જાહેર હિતમાં હંમેશા અમે બોલ્યા છીએ અને બોલવાના છીએ.
🇮🇳જય હિન્દ, જય ભારત!🇮🇳
#YuvrajsinhJadeja #ParulUniversity #StudentVoice #Vadodara #GujaratStudents #HostelIssues #StudentProtest #TruthPrevails #JusticeForStudents #GujaratNews #SocialMediaPost
@InfoGujarat@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u@VoraMalhar
સહન કરવાની આદત પડી ગઈ છે બધા ને જ..
એ ચાર પાંચ દિવસ બધી હોટલ રેસ્ટોરન્ટમાં દરોડા પડશે...
સમાચાર ચાલશે..થોડો સમય ડ્રાઈવ ચાલસે..
અને પછી હતા ત્યાં ને ત્યાં...માત્ર મુદ્દો જ બદલાય છે પરિસ્થિતિ તો ત્યાંની ત્યાં જ છે હશે અને રહેવાની.
@devanshijoshi71@hdraval93@dave_janak@YAJadeja
🚨 ભાવનગરમાં પોલીસ ભરતીની પાર્ટી બની જીવલેણ: કથિત ઝેરી દારૂ પીવાથી એક યુવકનું મોત, અન્ય ગંભીર
ભાવનગર જિલ્લાના ખરકડી ગામે પોલીસ ભરતીમાં સિલેક્ટ થયેલા યુવક દ્વારા અપાયેલી પાર્ટીમાં દારૂ પીધા બાદ તબિયત લથડતા ઉપેન્દ્રસિંહ ગોહિલ નામના યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય યુવક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્રાથમિક વિગત મુજબ દારૂમાં મિથેનોલ/ઇથેનોલનું વધુ પ્રમાણ હોવાનું સામે આવ્યું છે.
#લઠ્ઠાકાંડ !
#Bhavnagar #GujaratNews #BreakingNews #BhavnagarPolice #Alert
ગૌણસેવા પસંદગી મંડળ (#GSSSB) નો ખુલાસો: ભૂલ સ્વીકારી #જૂનો_લેટર_રદ કર્યો,
મેડિકલ સોશ્યલ વર્કર (વર્ગ-૩) (જાહેરાત ક્રમાંક: ૩૬૭/૨૦૨૫૨૬) ના પરિણામમાં અસફળ ઉમેદવારને વેઇટિંગનો લેટર મોકલવાના કિસ્સા બાદ ગૌણ સેવા મંડળે નવો પત્ર જાહેર કર્યો છે: 📄મંડળ દ્વારા તા. ૧૪/૦૮/૨૦૨૬ ના રોજ નવો પત્ર પાઠવીને ખુલાસો કરવામાં આવ્યો છે કે: "તા. ૧૦/૦૮/૨૦૨૬ ના પત્રથી પાઠવવામાં આવેલ પત્ર શરતચૂકથી રવાના થયેલ હોઈ, આ પત્રને રદ કરવામાં આવે છે."
🙏🏻સરકારી પત્રવ્યવહારમાં આટલી મોટી શરતચૂક કેવી રીતે ? તે પણ #તપાસ નો વિષય છે. ભૂલ સ્વીકારીને પત્ર રદ કરવો એ એક સારી બાબત છે, પરંતુ આવી ગંભીર ક્ષતિઓ ભવિષ્યમાં ન બને તે માટે ગૌણસેવા મંડળ પોતાની આંતરિક ચકાસણી પદ્ધતિને વધુ મજબૂત અને પારદર્શક બનાવે તે અત્યંત જરૂરી છે.
🙏🏻આભાર🙏🏻
#GSSSB #GujaratRecruitment #MedicalSocialWorker #GSSSBUpdate #GujaratGovt

📢 ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ની કામગીરી પર ગંભીર સવાલો! 🕵🏻
લિસ્ટમાં ઉમેદવાર ‘#FAIL/અસફળ’ અને ઘરે લેટર આવે કે તમે ‘#વેઇટિંગ_લિસ્ટ’ માં છો ! આ કેવો મોટો ચમત્કાર ?🥺
📢🗒️ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (#GSSSB) દ્વારા પ્રસિદ્ધ કરાયેલ મેડિકલ સોશ્યલ વર્કર (વર્ગ-૩) (જાહેરાત ક્રમાંક: ૩૬૭/૨૦૨૫૨૬) ના આખરી પરિણામમાં મંડળની બેદરકારી અને ગંભીર વિસંગતતા સામે આવી છે:
🔍ગૌણસેવા મંડળની સત્તાવાર વેબસાઇટ ઉપર મૂકેલ PDF માં #અસફળ ઉમેદવારોની યાદી (Annexure-C) માં ક્રમ નં. ૧ પર દર્શાવેલ ઉમેદવાર ભાવેશભાઈ વિનોદભાઈ ઝાંપડિયા (રોલ નં: 367001245) ને "#Unsuccessful" (અસફળ) જાહેર કરવામાં આવ્યા છે.
📢ઘરે આવેલા સરકારી પત્રમાં: આજ ઉમેદવારના ઘરે ગૌણ સેવા મંડળ તરફથી સ્પીડ પોસ્ટ દ્વારા સત્તાવાર પત્ર આવે છે, જેમાં સ્પષ્ટ લખેલું છે કે "આપનો પ્રતિક્ષા યાદી (#Waiting_List) માં ક્રમાંક: ૧૧ પર સમાવેશ કરવામાં આવેલ છે."
🧐 વેઇટિંગ લિસ્ટમાં ૧૧મા ક્રમે કોઈ અન્ય ઉમેદવાર:
મંડળના સત્તાવાર વેઇટિંગ લિસ્ટ (Annexure-B) માં ૧૧મા ક્રમે ‘ચેતન રાજેશભાઈ પેથાણી’ (EWS-W-2) નું નામ છે, જ્યારે ભાવેશભાઈનું નામ આખા વેઇટિંગ લિસ્ટમાં ક્યાંય છે જ નહીં!
🤔આ ક્લેરિકલ મિસ્ટેક છે કે મેરિટમાં મોટી ગરબડ?
જે ઉમેદવાર Annexure-C માં ફેલ છે, તેને વેઇટિંગનો લેટર કઈ રીતે ઇશ્યૂ થઈ ગયો અને સહી-સિક્કા સાથે પોસ્ટ પણ થઈ ગયો?
🤔અન્ય ઉમેદવારોના પરિણામનું શું?
જો એક પરિણામમાં આટલી મોટી ભૂલો અને વિસંગતતાઓ સામે આવતી હોય, તો અન્ય ઉમેદવારોના મેરિટ અને લિસ્ટ કેટલા પારદર્શક ગણવા ?
🏮ગૌણ સેવા પસંદગી મંડળને સીધા સવાલો:🏮
❓પરિણામ સાચું કે સરકારી પત્ર ?
વેબસાઇટ પર જાહેર થયેલી સત્તાવાર યાદી સાચી ગણવી કે મંડળના નાયબ સચિવશ્રીની સહી સાથે ઘરે મોકલાયેલો પત્ર સાચો ગણવો?
❓લિસ્ટ બનાવવામાં આવી ગંભીર બેદરકારી કેમ ?
જે ઉમેદવારને પત્ર દ્વારા પ્રતિક્ષા યાદીમાં સ્થાન અપાયું છે, તેનું નામ PDF માં અસફળ (Unsuccessful) ઉમેદવારોની યાદીમાં કેવી રીતે પહોંચી ગયું ?
❓અન્ય ઉમેદવારોના હકનું શું?
જો લિસ્ટમાં આટલી મોટી ભૂલ કે ગરબડ હોય, તો શું અન્ય લાયક ઉમેદવારોના મેરિટ અને પરિણામમાં પણ આવી વિસંગતતાઓ થઈ હોઈ શકે ?
❓ઉમેદવારોની માનસિક સ્થિતિ માટે જવાબદાર કોણ?
એક તરફ ઉમેદવાર પોતાને નાપાસ માને અને બીજી પ્રતીક્ષયાદીનો લેટર મળે ! શું સરકારી ભરતી પ્રક્રિયામાં આટલી હદે ક્ષતિ ચલાવી શકાય ?
🙏🏻📝#ગૌણસેવા પસંદગી મંડળ તાત્કાલિક આ અંગે ખુલાસો કરે, પરિણામની ફરીથી ઝીણવટપૂર્વક ચકાસણી કરે અને સાચી વિગતો જાહેર કરીને ઉમેદવારો સાથે ન્યાય કરે!📝🙏🏻
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#GSSSB #GujaratRecruitment #MedicalSocialWorker #JusticeForCandidates #GSSSBScam #GujaratGovernment #StudentRights
@InfoGujarat@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u@VoraMalhar
|| ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ ||
અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના!
વડોદરાના નિઝામપુરા સ્થિત પારુલ યુનિવર્સિટી સંચાલિત ન્યૂ એરા સીનિયર સેકન્ડરી સ્કૂલમાં ધોરણ-૧૧ સાયન્સમાં અભ્યાસ કરતા અને ફૂટબોલ પ્લેયર એવા ૧૫ વર્ષીય તેજસ્વી વિદ્યાર્થી દેવ પ્રશાંતભાઈ શાહનું શાળા પરિસરમાં ફૂટબોલ પ્રેક્ટિસ દરમિયાન વીજ થાંભલામાંથી કરંટ લાગવાના કારણે અકાળે અને કરૂણ અવસાન થયું છે, જે સમગ્ર સમાજ માટે અત્યંત આઘાતજનક છે.
પારુલ યુનિવર્સિટીના સંચાલન હેઠળ ચાલતી શાળાના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં વીજ પ્રવાહ ખુલ્લો રહેવો એ તંત્ર અને મેનેજમેન્ટની ગંભીર બેદરકારી તરફ આંગળી ચીંધે છે. રમતના મેદાનમાં સુરક્ષાના અભાવે એક આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો, જે અત્યંત નિંદનીય અને પીડાદાયક બાબત છે.
ઈશ્વર દિવંગત નિર્દોષ આત્માને પોતાના શ્રીચરણોમાં પરમ શાંતિ અર્પે અને આ અસહ્ય આઘાત સહન કરવાની શાહ પરિવાર તથા સ્નેહીજનોને શક્તિ પ્રદાન કરે એ જ પ્રાર્થના.
ૐ શાંતિ... શાંતિ... શાંતિ... 🙏🏻🕊️
#JusticeForDevShah
#NewEraSchoolVadodara
#VadodaraNews
#SchoolNegligence
#ParulUniversity
#DevShah