કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતની નીમણૂકનો ગાંધીવાદીઓએ ખૂબ વિરોધ કરેલો. આ જ કારણ હશે કે તેમને ડર હશે કે તેમની ગંદકી બહાર ના પડી જાય. #VidhyapeethSafaiAbhiyaan
પૂજ્ય ગાંધીજીના આદર્શો પર ચાલતી ગુજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતાની બાબતમાં મોટો વિરોધાભાસ છે. ઠેર ઠેર ગંદકી અને સમગ્ર પરિસરમાં કચરાના ઢગ ખડકાયા. આ સપ્તાહથી તેમણે સ્વચ્છતા મહાઅભિયાનમાં અમદાવાદ મહાનગરપાલિકાનો પણ સહયોગ લીધો. #VidhyapeethSafaiAbhiyaan
ગવર્નર અને કુલપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે વિધાપીઠની મુલાકાત દરમિયાન રમતગમતનું મેદાન વહેલામાં વહેલી તકે સમતળ કરીને રમત રમવા યોગ્ય કરવાની તાકીદ કરી. #VidhyapeethSafaiAbhiyaan
શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, જે સંકુલમાં 1400 જેટલા છાત્રો રહેતા-ભણતા હોય એ પરિસરમાં રમત-ગમતના મેદાનમાં કચરાના ઢગલા પડ્યા હોય એ કેટલી મોટી કમનસીબી કહેવાય ! #VidhyapeethSafaiAbhiyaan
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ બન્યા ત્યાર પછી તેમણે સૌ પ્રથમ વિદ્યાપીઠમાં સ્વચ્છતા અભિયાનને પ્રાથમિક અગ્રતા આપી છે. #VidhyapeethSafaiAbhiyaan