🌟 શિક્ષણના સથવારે નવા અધ્યાયની શુભ શરૂઆત 🌟
આજ રોજ અમરેલી જિલ્લામાં ખાંભા તાલુકાના વાંગધ્રા ગામે ધોરણ 6 થી 8 — ગણિત અને વિજ્ઞાન વિષયના વિદ્યા સહાયક શિક્ષક તરીકે મને સન્માન મળ્યું… 🙇♂️✍️🎓
શાળાના આચાર્યશ્રી પ્રવિણભાઈ જાદવ તથા તમામ સ્ટાફ સભ્યો — શ્રી કિશોરભાઈ, વૈશાલીબેન, દિપાલીબેન અને મારા પ્રેમાળ દિકરા-દિકરી સમાન વિદ્યાર્થીઓએ ફૂલોની ખુશ્બૂ સાથે મને શાળાના આંગણે સ્વાગત આપ્યું… 🌸🥰
આ ઉષ્માભર્યા સ્વાગત માટે
શ્રી વાંગધ્રા પ્રાથમિક શાળાના સમગ્ર પરિવારનો હૃદયપૂર્વક આભાર 🙏💐
📚✨
શિક્ષણને સાથી બનાવીને
જીવનની નવી સફરનો આરંભ…
મારી શાળા — મારો પરિવાર
બાળકો શાળાની પ્રગતિ — એ જ મારું લક્ષ્ય. 🚀
શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર 🥳🙇♂️🙌
📌હવેથી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં શિક્ષક અને મુખ્ય શિક્ષકની ભલામણ/નિમણુંક, ગુ.રા. પ્રાથમિક શિક્ષણ સમિતિ કરશે.
📌અગાઉ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં મંજૂર થયેલ 1400 વિદ્યાસહાયક અને 423 HTAT આચાર્યોની ભરતી નવી TET અને HTAT લેવાય પછી જાહેરાત આવે એવી સંભાવના વર્તાઈ રહી છે.
ઘણા સમય પહેલા માર્ગદર્શન અર્થે મળેલ એવા પરમ મિત્ર સંજયભાઈ ભાલિયાની અમરેલીના જાફરાબાદની કડીયાળી પ્રાથમિક શાળામાં 10 વર્ષની શિક્ષક તરીકેની ફરજ પૂર્ણ કરી ગીર સોમનાથના ઊનાની સોખડા પ્રાથમિક શાળા ખાતે જિલ્લાફેર બદલી બદલ આપના નવા સ્થાન માટે અભિનંદન અને શુભેચ્છાઓ!!!💐💐💐
ઈશ્વર આપને હંમેશાં સારું આરોગ્ય, ઉત્સાહ અને યશ આપતા રહે – અને જ્યાં પણ જાઓ ત્યાં આપના કાર્યથી અન્યને પ્રેરણા મળે તેવી અમારી દિલથી શુભકામનાઓ છે.🫡🫡🫡
☝️“શિક્ષક કદી વિદાય લેતા નથી – તેઓ તો અનેક હૃદયોમાં જીવતા રહે છે.”✍️
@spbhaliya777
બોલવું તો બધી એજ્યુકેશન ચેનલે પણ જોઈએ પરંતુ તે શિક્ષણ વિભાગના અધિકારીનું અને પોર્ટલનું ઉપરાણું ખેંચવામાં જ વ્યસ્ત છે.
સારું હોય તો સારું કહો વાંધો નથી,
પણ જ્યાં સિસ્ટમ ખરાબ છે તો એક અવાજે બોલો ને.
આટલું બધું ઉપરાણું ખેંચવાનો શું મતલબ..
ગઈકાલે ઘણા એવા ઉમેદવારો છે જેને 10 12 શાળા જ પસંદ થતી હતી તો તે તો સિસ્ટમ અને એજન્સી ના વાંકે ફસાઈ જ ગયા ને.
આજે એજન્સી છે તેને પૈસા દઈને કામ લેવાનું છે.
એજન્સી કામ વ્યવસ્થિત આપતી નથી તો શું એનું ખેંચ ખેંચ કરવાનું અને છાવરવાનું !
@DixitGujarat
આવતીકાલ ની શિક્ષા કોન્વે 2025 કાર્યક્રમ મા માનનીય મુખ્યમંત્રી સાહેબ ને શિક્ષકો ની ભરતી ક્યારે આ બાબતે પ્રશ્ન પૂછજો. કેમ કે 2024 ના પ્રોગ્રામ મા સાહેબ તમે જ પ્રશ્ન પૂછ્યા હતા કે શિક્ષકો ની ભરતી ક્યારે?? પરંતુ 1 વર્ષ થયું.... પ્રશ્નો હજુ એ જ છે. શિક્ષક ની ભરતી ક્યારે
@DixitGujarat સર તમે ગયા વર્ષે પણ આવો કાર્યક્રમ કર્યો હતો ત્યાર થી લઈ આજ દિન સુધી હજુ કાયમી શિક્ષકો ની ભરતી થઇ નથી તો એક જ પ્રશ્ન અમારા વતી 9-12 ના શિક્ષકો ની કાયમી ભરતી ક્યારે પૂર્ણ થશે? @Zee24Kalak
શિક્ષક ભરતી:૨૦૨૪
@Bhupendrapbjp અને @kuberdindor સાહેબને વિનતી કરીએ છીએ કે શિક્ષણ સહાયક ભરતીને જડપથી પૂર્ણ કરો તમે કરેલ વાયદાઓ પૂર્ણ કરો નવું સત્ર ટુંક સમયમાં ચાલુ થઈ જશે
TAT-HS Govt FML આપ્યા બાદ સ્કૂલ પસંદગી થઈ અને એ રદ થયા પછી 20 દિવસ નીકળી ગયા પણ આગળ કોઈ પ્રક્રિયા ચાલી નથી
એક એવો વ્યક્તિ જે અન્ય માધ્યમમાં રેન્કર(દિલીપ રાજપૂત), જેને પોતાના ભાઈથી પણ વિશેષ ભાઈબંધ(#સૂરજ_સોની)ને નોકરી મળે એટલે પોતાના શહેર અમદાવાદની આસપાસ મળતી નોકરી જતી કરી કચ્છ માં લીધી. એ દિલીપ, નેહા અને સૂરજની ત્રિપુટી હતી. તમે અનેકવાર આ લોકોને ભરતી માટે લડતા જોયા પણ હશે...
📌☹️એક એવો વ્યક્તિ જેને ફક્ત દુનિયામાં દેખાડો કરવા, દંભ કરવા, ખોખલી વાહવાહી લૂંટવા "બે શિક્ષક નોકરીના ઓર્ડર સ્વીકાર્યા." હવે ખબર જ છે કે બંને જગ્યાએ ક્યારેય સરકારી નોકરી નથી કરી શકવાના. દુઃખ એ વાતનું છે કે નોકરી છીનવી તો એવા વ્યક્તિની(સૂરજ સોની) છીનવી કે જેને આ ભરતી લાવવા માટે પોતાનું જીવન સમર્પણ કરી નાખ્યું હતું.સૂરજ સોની જેવો લાયક, ત્યાગી અને સમર્પિત લડાકુના હાથ ખાલી રહી ગયો.એવું એક આંદોલન નહિ હોય જેમાં તેની ફક્ત હાજરી નહીં સક્રિય રહી લડત લડી અને પોલીસના દમનનો અવારનવાર સામનો કર્યો.
📌હું સૂરજ સોનીના ઘરની પરિસ્થિતિથી ખૂબ જ નજીકથી વાકેફ છું, એના ઘરના આર્થિક - પારિવારિક #સંઘર્ષ, પરિવારની અપેક્ષાઓ અને જીવનની લડાઈઓ મેં જોઈ છે. આથી એના ન્યાયને ઉછેરવામાં મારી લાગણી પણ જોડાયેલી છે. જ્યારે આવા યુવકને પાછળ ધકેલવામાં આવે ત્યારે એને ફક્ત વ્યક્તિગત નહીં, સામૂહિક નુકસાન પણ કહેવાય.એટલે દુઃખ જરા વધારે થાય છે,
એવા #લડવૈયાની નોકરી છીનવી જેને ક્યારેય આંદોલન માં પગ પણ નહીં મૂક્યો, ના પોલીસ ના અત્યાચારનો સામનો કર્યો, ન તો યાત્રાઓમાં કદી અવાજ ઉઠાવ્યો, આ ભરતી લાવવામાં જેનું રતિ ભાર પણ યોગદાન નહીં,સરકારી ગુલામીપ્રથા એટલે કે જ્ઞાન સહાયકનો હિમાયતી હતો એટલું જ નહીં, પોતે જ્ઞાન સહાયક તરીકે નોકરી પણ કરતો હતો.ફક્ત ને ફક્ત દુનિયાને બે નોકરીમાં ઓર્ડર મળ્યા છે તે દેખાડો કરવા એક હકદાર અને લાયક વ્યક્તિનો હકનો રોટલો છીનવી લીધો.
🤯આવા બુદ્ધિબુઠ્ઠા લોકોને કારણે સીટો બગડે છે અને લાયક તથા હકદાર પાયાના પથ્થર વંચિત ને વંચિત રહે છે.
@indiasoni9@RajputD47372