આજ રોજ તાલુકા પંચાયત કચેરી બોટાદમાં આપણું રાષ્ટ્ર ગીત "વંદે માતરમ્" ના ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં તેની યાદગીરી અને ઉજવણીના ભાગરૂપે માન.તાલુકા વિકાસ અધિકારીશ્રી અને તમામ કર્મચારીશ્રી દ્વારા રાષ્ટ્ર ગીત - વંદે માતરમ્ નું સમૂહ ગાન અને સ્વદેશી શપથ લેવામાં આવ્યા
સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત શિરવાણીયા ગામે માન.તા.વિ.અધીશ્રી,તા.પં.પ્રમુખશ્રી,કા. ચેરમેનશ્રી, જિલ્લા સદસ્યશ્રી,તાલુકા સદસ્યશ્રી,સરપંચશ્રી,તા.પં SBM સ્ટાફ,ત.ક.મશ્રી તથા ગ્રામ જનોની હાજરીમાં કાર્યક્રમ કરવામાં આવેલ અને ગામના લોકોને સ્વચ્છતા બાબતે એક ઉત્તમ ઉદાહરણ પુર પાડેલ છે.
જોટીગડા ગામ ખાતે ખાસ ગ્રામ સભા રાખવામાં આવેલ જેમા તલાટી કમ મંત્રીશ્રી,ગ્રામ પંચાયતના સભ્યો,સરપંચ,શાળાના આચાર્ય તેમજ આરોગ્ય કર્મચારી સાથે ગંદા પાણીનો સંગ્રહ ન થાય તેની તકેદારી,રોગચાળા,સ્વચ્છતા અભિયાન વિષે માહિતી તથા ઓડીએફ GPDP પ્લાન તથા મનરેગા લેબર બજેટ વિગેરે ચર્ચા કરવામા આવેલ
લાઠીદડ ગામે સ્વચ્છતા અભિયાન માટે ગામ આગેવાનો સાથે તલાટી કમ મંત્રીશ્રી કૃણાલભાઈ તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી માંજરીયા તથા માન.નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરમાર સાહેબના અધ્યક્ષ સ્થાને ખાસ મીટીંગ નું આયોજન કરી સફાઈ જુમ્બેશ ચાલુ કરાવેલ .
આજ રોજ તાલુકા પંચાયત બોટાદ માં તાલુકા વિકાસ અધિકારીશ્રી ની ચેમ્બર માં બાળ સુરક્ષા એકમ ની સમીક્ષા બેઠકમાં પાલક માતા પિતા તથા બાળ મજૂરી નાબૂદી વિગેરે જેવા મુદ્દાઓ ની સમીક્ષા કરી @DDOBOTAD
આજરોજ બોટાદ તાલુકાની ઢીંકવાળી ગામે ગ્રામજનો દ્વારા ગંદકી કરવામાં આવેલ હતી જે ઢીંકવાળી ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રીશ્રી દ્વારા તે ગંદકી દૂર કરવામા આવી
માન.સાંસદ સભ્ય શ્રીમતી ડો.ભારતીબેન શિયાળની ગ્રાન્ટમાંથી બોટાદ તાલુકાના શિરવાણીયા અને કુંભારા આ બે ગામોને મોક્ષ રથ અર્પણ કરવામાં આવ્યા.@DDOBOTAD@Collectorbotad @mahitibotad