માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલ કેન્દ્રીય કેબિનેટ દ્વારા દેશમાં 80 કરોડથી વધુ લોકોને રાશન પૂરું પાડતા વિશ્વના સૌથી મોટા ફૂડ સિક્યોરિટી પ્રોગ્રામ અંતર્ગત રાશન વિતરણ વ્યવસ્થા (PDS - પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ) અંગે લેવાયો મહત્ત્વપૂર્ણ નિર્ણય.
આ નિર્ણય મુજબ ₹25,530 કરોડના ખર્ચે ‘SARTHAK-PDS’ને વધુ આધુનિક અને પારદર્શક બનાવી આગામી 5 વર્ષ લંબાવવામાં આવશે. આ ઉપરાંત, આ ‘SARTHAK-PDS’ યોજનામાં ત્રણ મોટા સૂધારા કરવામાં આવ્યા છે, જે અંતર્ગત રાજ્ય સરકારોને સહાય, ટેકનોલોજીનો ઉપયોગ અને PDS લાભાર્થીઓની નોંધણી હવે AIનો ઉપયોગ કરીને કરવામાં આવશે.
#CabinetDecisions
વન ડે ગવર્નન્સથી વોટ્સએપ ગવર્નન્સ: ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની “નાગરિક દેવો ભવ:” ની વિભાવનાને સાકાર કરતા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે ડિજિટલ ગવર્નન્સ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું.. નાગરિકોને ઘરે બેઠા સરકારી સેવાઓ પૂરી પાડવા અને 'લાઈનમાંથી ઓનલાઈન' અભિગમને વધુ વેગ આપવા માટે ગુજરાત સરકાર અને Meta વચ્ચે ગાંધીનગર ખાતે મહત્વના MoU સંપન્ન થયા..
હવે રાજ્યના ગ્રામીણ અને શહેરી નાગરિકો માત્ર એક જ વોટ્સએપ નંબર દ્વારા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં, 5 વિભાગોની 20 જેટલી મહત્વપૂર્ણ સરકારી સેવાઓ જેવી કે આવક, જાતિ અને EWS પ્રમાણપત્રો, રેશન કાર્ડ અપડેટ્સ, મહેસૂલ રેકોર્ડસ, સત્તાવાર સોગંદનામા અને ફરિયાદ નિવારણ સહાય સીધી પોતાના મોબાઈલ પર મેળવી શકશે...
#GujaratGovernment
Nagrik Devo Bhava
Delighted that the Government of Gujarat has entered into an important MoU with Meta to strengthen citizen-centric digital governance.
Under this initiative, citizens across Gujarat will be able to avail nearly 20 important government services through a single WhatsApp platform in Gujarati and English - including grievance redressal support, income, caste and EWS certificates, ration card updates, revenue records, official affidavits and more.
Inspired by Hon’ble Prime Minister Shri Narendra Modi Ji's vision of #DigitalIndia, this collaboration marks a significant step towards WhatsApp Governance, making government services simpler, faster and more accessible for every citizen in just a few clicks on mobile phones.
The Government is committed to progressively integrating more public services with this WhatsApp-based platform in the coming days, ensuring that citizens no longer need to navigate multiple portals or stand in long queues for essential services.
બાળકના સ્વાસ્થ્ય સાથે આખા પરિવારની ખુશીઓ જોડાયેલી હોય છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકાર દ્વારા કોકલીયર ઈમ્પ્લાન્ટના નિઃશુલ્ક ઓપરેશનથી બોલતાં-સાંભળતાં થયેલ બાળકો અને તેમના માતા-પિતા સાથે અમદાવાદના સાયન્સ સિટી ખાતે કરેલ આત્મીય સંવાદ દરમિયાન ગુંજી ઉઠ્યો બાળકોની ખુશી, પરિવારના સંતોષ અને જનકલ્યાણની પ્રતિબદ્ધતાનો નાદ.
#SoundsOfJoy
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, સૌ સાથે મળીને આગળ વધે તો કેટલી સ્પીડ અને સ્કેલનો વિકાસ થાય તેનું આગવું દ્રષ્ટાંત સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત દ્વારા આયોજિત આજનો આ કાર્યક્રમ છે. તેમણે આજે લોકાર્પણ થયેલ જમનાબા વિધાર્થી ભવનને સમાજને નવી દિશા આપનારું ગણાવી, આ ભવનની આધુનિક સુવિધાઓ વિશે સૌને માહિતગાર કર્યાં હતા. સાથે જ મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા હાલની વૈશ્વિક પરિસ્થિતિમાં આત્મનિર્ભર ભારત માટે દેશવાસીઓને નાગરિક દાયિત્વના ભાગરૂપે જે અપીલ કરી છે તેનું પાલન કરીને આગળ વધવા આહવાન કર્યું હતું તેમજ સમાજ અને સંગઠનશક્તિના સહકાર થકી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી શરૂ થયેલી સોમનાથની આ યાત્રાને આજે માનનીય વડાપ્રધાનશ્રી નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે.
વિનાશની શક્તિ કરતા સર્જનની શક્તિ પ્રબળ હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે સોમનાથ...
#SomnathVirasatke75Years@Somnath_Temple@CMOGuj
विध्वंस से सृजन तक की विशाल यात्रा...
मान. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की पावन उपस्थिति में सोमनाथ मंदिर के पुनरुद्धार की 75वीं वर्षगांठ अवसर पर आयोजित विरासत का महोत्सवके ऐतिहासिक अवसर के साक्षी बने।श्री सोमनाथ मंदिर परिसर, प्रभास पाटन8 से 11 मई
#SomnathVirasatke75Years
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં ભારત અત્યાધુનિક ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનેલ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં ચિપથી લઈને શિપ સુધીના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ગુજરાત આજે વિશ્વસ્તરે પોતાની મજબૂત ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે.
આજના #NationalTechnologyDay અવસરે ટેકનોલોજી અને ઈનોવેશનના માધ્યમથી 'વિકસિત ભારત, વિકસિત ગુજરાત'ના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહેલ તમામ ટેકનોક્રેટ્સ અને વિજ્ઞાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ.
મા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજેપાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે ત્યારે સાક્ષી બનો આ સ્વર્ણિમ અવસરના, 'વિકાસ ભી, વિરાસત ભી'ના ધ્યેયમંત્ર સાથે અતૂટ આસ્થાના પ્રતીક સમા આધુનિક સોમનાથની ભવ્યતા
#SomnathVirasatK75Varsh@CMOGuj@GujPRHDept
સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી થયેલા શ્રી સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષની ઉજવણીનો અમૃત મહોત્સવ પ્રથમ જ્યોતિર્લિંગના પરિસરમાં ઉજવાઈ રહ્યો છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે ત્યારે સાક્ષી બનો આ સ્વર્ણિમ અવસરના, 'વિકાસ ભી, વિરાસત ભી'ના ધ્યેયમંત્ર સાથે અતૂટ આસ્થાના પ્રતીક સમા આધુનિક સોમનાથની ભવ્યતા અને દિવ્યતાના.
#SomnathVirasatK75Varsh