આજ રોજ જૂનાગઢ જિલ્લાના ભાજપ ના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ગરીબ લોકો દિપાવલી નો પર્વ ઉત્સાહ અને ઉમંગ થી ઉજવી શકે તેવા સેવાકીય હેતુથી સ્લમ વિસ્તારમાં દિવાળીના પર્વને અનુલક્ષીને વિવિધ ગામોમા જરૂરિયાત મંદ લોકોને વસ્ત્રદાન, મીઠાઈ તથા ફટાકડા વિતરણ કરવામાં આવ્યું. આ ભેટ આપનાર અને વિતરણ કરનાર સર્વે કાર્યકરો ને ખુબ ખુબ અભિનંદન અને વંદન.
આજરોજ સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા મન કી બાત કાર્યક્રમ કેશોદ શહેર તાલુકાના સંયુક્ત ઉપક્રમે ઇન્દિરા નગરના વોર્ડ નંબર. 9. માં બુથ નંબર 194. માં મન કી બાત કાર્યક્રમ કરવામાં આવ્યો..
આજરોજ સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા મન કી બાત કાર્યક્રમ કેશોદ શહેર તાલુકાના સંયુક્ત ઉપક્રમે ઇન્દિરા નગરના વોર્ડ નંબર. 9. માં બુથ નંબર 194. માં મન કી બાત કાર્યક્રમ કરવામાં આવ્યો..
ગાંધીનગર ખાતે ડેકોરાઈઝ વેલફેર એસોસિએશન,અમદાવાદના સહયોગથી આયોજિત ત્રિ-દિવસીય પ્રદર્શન ડેકોરાઈઝ-2024 નો શુભારંભ કરાવ્યો અને પ્રદર્શનના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી.
ઇવેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસના આ વિશાળ પ્રદર્શનમાં દેશના વિવિધ રાજ્યોની 250 થી વધુ ડેકોરેશન એન્ડ ઇવેન્ટ કંપનીઝ પોતાની નવી ઇનોવેટિવ પ્રોડક્ટ સાથે સહભાગી થઈ છે.
આ પ્રદર્શન સાથે જ મંડપ હાયરર્સ ઈલેક્ટ્રિકલ એસોસિયેશન, ગુજરાતના વાર્ષિક અધિવેશનનો પણ પ્રારંભ કરાવ્યો તેમજ એસોસિએશનના વરિષ્ઠ સભ્યોને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા.
સફાઈ મિત્રો સાથેની આ સેલ્ફી નિર્મળ ગુજરાતના નિર્માતાઓની સેલ્ફી છે.
આવો, સૌ સાથે મળીને સફાઈ મિત્રોને પ્રોત્સાહન આપીએ. એક સેલ્ફી તેમની સાથે લઈ, તેમની કર્મનિષ્ઠાને બિરદાવીએ.
#SwachhataHiSeva#SHSGujarat2024
અંત્યોદય તથા એકાત્મ માનવદર્શનના પ્રણેતા, ભારતીય જનતા પાર્ટીમાં અમારા સૌના પ્રેરણાસ્રોત, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતીએ કોટિ કોટિ વંદન.
તેમના પ્રખર રાષ્ટ્રવાદી વિચારો, સેવા અને ત્યાગમય જીવન તથા દરિદ્રનારાયણની સેવાના આદર્શો દેશવાસીઓ માટે સદૈવ પથદર્શક બની રહેશે.
भारत को ग्लोबल मैन्युफैक्चरिंग पावर हाउस बनाने के लक्ष्य के साथ लॉन्च 'मेक इन इंडिया' पहल को 10 वर्ष पूर्ण होने पर माननीय प्रधानमंत्री श्री @narendramodi जी और केंद्र सरकार को हार्दिक अभिनंदन।
इस पहल के अंतर्गत, 2014 के बाद देश में स्टार्टअप कल्चर, नवाचार और उद्यमिता को नई ऊँचाई मिली है। स्मार्टफोन से लेकर स्पेस सेक्टर तक सभी क्षेत्रों में भारत आत्मनिर्भर बन रहा है। FDI मैं अभूतपूर्व वृद्धि हुई है, और आज दुनियाभर के निवेशकों के लिए भारत मोस्ट प्रिफर्ड इंवेस्टमेंट डेस्टिनेशन बन चुका है।
#10YearsOfMakeInIndia
ભાજપામાં જોડાવું એટલે ભારતને વિશ્વના સૌથી અગ્રીમ વિકસિત દેશ બનાવવાના સંકલ્પ સાથે જોડાવું..
ભાજપામાં જોડાવું એટલે વિકાસની રાજનીતિ અને લોકતાંત્રિક મૂલ્યોની સાથે જોડાવું..
ભાજપામાં જોડાવું એટલે ભારતના જન-જનના કલ્યાણની ભાવના સાથે જોડાવું..
આજે જ જોડાવ, ભારતીય જનતા પાર્ટીની સાથે.
@BJP4India@BJP4Gujarat
#BJPSadasyata2024
ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત આજે મારા ઘાટલોડીયા વિધાનસભા ક્ષેત્રમાં પ્રગતિશીલ વિચારધારા ધરાવતા નાગરિકો ભાજપમાં જોડાયા. પક્ષના કર્મઠ સાથીઓની ઉપસ્થિતિમાં આ અવસર રાષ્ટ્રભાવનાથી સભર બની રહ્યો.
ભાજપા વિકાસની રાજનીતિ પર ચાલતી પાર્ટી છે. “રાષ્ટ્ર પ્રથમ” એ અમારો સિદ્ધાંત છે પણ છે અને સંકલ્પ પણ છે.
આજે માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જી ના નેતૃત્વમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનવાના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે દરેક વયજૂથના નાગરિકોમાં ભાજપામાં જોડાવા માટેનો ઉત્સાહ જોઈને ખૂબ આનંદની લાગણી થાય છે.
@BJP4India@BJP4Gujarat
#SadasyataAbhiyan2024
Make in India initiative, launched by Hon’ble PM Shri @narendramodi ji in 2014, has become instrumental in India’s incredible growth since past one decade, across all the sectors.
Be it smart phones, defence or space sector, India is becoming self-reliant by adopting latest technologies and path-breaking innovations.
Make in India, Design in India - is the mantra that has led India towards becoming a global manufacturing hub.
@makeinindia
#10YearsOfMakeInIndia
આપણા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે કે આંતરરાષ્ટ્રીય થીંક-ટેંક Lowy Institute દ્વારા બહાર પાડવામાં આવતા એશિયા પાવર ઈન્ડેક્સ 2024 માં જાપાન, ઓસ્ટ્રેલિયા, રશિયા જેવા દેશોને પાછળ રાખીને ભારત ત્રીજા ક્રમના સૌથી શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે.
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જી ના વિઝનરી નેતૃત્વમાં ભારતના આર્થિક વિકાસ, ભવિષ્યની ઉજ્જ્વળ સંભાવનાઓ અને વૈશ્વિક સ્તરે વધી રહેલા રાજદ્વારી પ્રભાવ જેવા પરિબળોના કારણે ભારત વધુ શક્તિશાળી રાષ્ટ્ર બન્યું છે.
#AsiaPowerIndex
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આંધ્રપ્રદેશના માર્ગ-મકાન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ મંત્રી શ્રી બી.સી.જનાર્ધન રેડ્ડીના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય ડેલીગેશને શુભેચ્છા મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા માર્ગના નિર્માણ કાર્યોની પ્રગતિમાં અપનાવવામાં આવેલ નવીન અદ્યતન ટેકનોલોજી અને PPP મોડેલના અભ્યાસ માટે આ ડેલીગેશન ગુજરાતની મુલાકાતે આવેલ છે.
મુખ્યમંત્રીશ્રી સાથેની મુલાકાતમાં ગાંધીનગરનો સ્ટેટ કેપિટલ તરીકે વિકાસ, સ્વર્ણિમ સંકુલનું નિર્માણ, સેન્ટ્રલ વિસ્ટા, મહાત્મા મંદિર, ગાંધીનગર રેલ્વે સ્ટેશન સહિતના વિવિધ પ્રોજેક્ટ્સ બાબતે તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રતિનિધિ મંડળે ગિફ્ટ સિટીની મુલાકાત લઈને ત્યાં નિર્માણાધિન કાર્યો પણ નિહાળ્યા હતા.
સ્વચ્છતામાં જ સાચી પ્રભુતા.
ગણેશ ઉત્સવ દરમિયાન મૂર્તિ વિસર્જન બાદ અનેક PoPની પ્રતિમાઓ નદી-તળાવ-સમુદ્ર કિનારે અર્ધ વિસર્જિત હાલતમાં જોવા મળે છે.
આસ્થાને ઠેસ પહોંચાડતી અને ગંદકી ફેલાવતી આ સમસ્યાનું વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાઢવામાં આવેલ રિસાયકલિંગનું પર્યાવરણપ્રિય નિરાકરણ અભિનંદનીય અને પ્રેરણાત્મક છે.
#SwachhataHiSeva
#SHSGujarat2024
Hon'ble PM Shri @narendramodi launched #MakeInIndia initiative a decade back in 2014 and within #10YearsOfMakeInIndia, the world has witnessed India's rise as a manufacturing powerhouse.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘5F વિઝન’ અંતર્ગત અત્યાધુનિક મેગા ઇન્ટીગ્રેટેડ ટેક્સટાઇલ રિજીયન એન્ડ એપરલ પાર્ક (PM MITRA) ની સ્થાપના થકી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ ના ધ્યેયને સાકાર કરવા સંકલ્પબદ્ધ ગુજરાત.
#10YearsOfMakeInIndia