ખેડા જિલ્લો રેડ વોર્નિંગ હેઠળ
આગામી ૩ કલાક દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે.
• બિનજરૂરી મુસાફરી ટાળો.
• ખુલ્લા મેદાનો અને વૃક્ષોની નીચે ઊભા ન રહો.
• સત્તાવાર સૂચનાઓ પર ધ્યાન આપો.
સાવચેત રહો, સુરક્ષિત રહો.
#kheda#RedAlert
નડિયાદ તાલુકાના ગુતાલ ગામે સામાન્ય દફતર તપાસણી તેમ જ આલજડા ગામે એપેન્ડિક્સ એ તપાસણી કરી અને રાત્રિસભા યોજી જુદા જુદા વિકાસના કામોની સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી અને ગામલોકોની રજૂઆતો સાંભળી તેનો નિકાલ કરવા કાર્યવાહી કરવામાં આવી.
આજ રોજ જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા એકમની મળેલ બેઠકમાં જિલ્લામાં પાણીની સુદ્રઢ વધુ વ્યવસ્થાઓ ઊભી કરવા પર ભાર મુકી, નાગરિકોએ પીવાના પાણીની સમસ્યા માટે ટોલ ફ્રી નંબર ૧૯૧૬ પર સંપર્ક કરવા અપીલ કરી.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સેમિકન્ડક્ટર સેક્ટરમાં ભારતને ગ્લોબલ લીડર બનાવવા માટે પ્રતિબદ્ધ છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના સરકારના પ્રોએક્ટિવ અભિગમ થકી વિકસેલ સુદ્રઢ સેમિકોન ઇકોસિસ્ટમના કારણે ગુજરાત બન્યું છે સિલિકોન સ્ટેટ અને સેમિકન્ડક્ટર હબ.
ગુજરાતની ચરખાથી ચીપ સુધીની યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા OSAT (આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ) ફેસિલિટી, જેનું તા.4 જુલાઈ, 2026 ના રોજ માનનીય વડાપ્રધાનશ્રીના વરદ્હસ્તે થશે ઉદઘાટન.
#SemiconHubGujarat
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જિલ્લાઓના ઔદ્યોગિક અને સ્થાનિક વિકાસને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા કટિબદ્ધ ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત વૈશ્વિક વિકાસનું રોલ મોડેલ બન્યું છે ત્યારે, ઔદ્યોગિક ઉત્કર્ષની નવી ક્ષિતિજો સર કરવા સજ્જ છે મધ્ય ગુજરાત.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે 'ક્ષેત્રીય આકાંક્ષાઓ, વૈશ્વિક મહત્ત્વાકાંક્ષાઓ' સંકલ્પ સાથે વડોદરા ખાતે આજથી પ્રારંભ થશે 'વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ - મધ્ય ગુજરાત'
#VGRCCentralGujarat
પોલિયો બુથ ઉદ્ઘાટન 28 જૂન 2026..
માન. કલેકટરશ્રી અને માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે આજે મોજે ડુમરાલ, નડિયાદ ખાતે 0 થી 5 વર્ષ ના બાળકો ને પોલિયો પીવડાવી પોલિયો બુથનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આજે 90% થી પણ વધુ બાળકોને પોલિયો પીવડાવવા માટે આહવાન કરવામાં આવ્યું.
આપણા બાળકોની સુરક્ષા, એ જ આપણી પ્રાથમિકતા!
આગામી ૨૮મી જૂન, રવિવારના રોજ તમારા ૦ થી ૫ વર્ષના બાળકને નજીકના પોલિયો બૂથ પર લઈ જઈ પોલિયોના બે ટીપાં અચૂક પીવડાવો.
પોલિયો નાબૂદી જાળવી રાખવાનો એક જ ઉપાય – દરેક વખતે પોલિયોના બે ટીપાં!
#PolioFreeIndia#PulsePolio#Gujarat
નડિયાદના પીપળાતા અને ઉત્તરસંડા ખાતે ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં 'શાળા પ્રવેશોત્સવ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
૫૪૯થી વધુ નવા ભૂલકાઓએ શૈક્ષણિક કીટ સાથે ઉત્સાહભેર શાળામાં પ્રવેશ કર્યો.
#ShalaPraveshotsav2026#kheda